Thursday, May 24, 2012
વર્ષગાંઠ (24-05)
1 ) ગાર્ડી કિશોર પ્રભુલાલ
2 ) ઘૉલાણી પરીન મનહર ધીરજલાલ સોમચંદ
3 ) પટેલ જતીન પાનાચંદ
4 ) શાહ પિંકી જ઼િગ્નેશ મધુકર
5 ) શેઠ ડૉ.પીના જય ભુપતરાય ખુશાલચંદ
6 ) વોરા કનૈયાલાલ ખાંતિલાલ
Labels:
Birth Anniversary
Wednesday, May 23, 2012
વર્ષગાંઠ (23-05)
1 ) દોશી અમિષા વિપુલ મુગટલાલ
2 ) મેહતા શ્રેણીક વિજય વનેચંદ
3 ) પારેખ કલ્પના મુકુન્દ કાન્તિલાલ
4 ) સંઘવી વૈભવ ભાવેશ જયંતિલાલ
5 ) સંઘવી નીલા નરેન્દ્ર
6 ) શાહ દિનેશ કાન્તિલાલ
7 ) શાહ લલિત ચમ્પકલાલ
8 ) શાહ પ્રફુલ્લા અનોપચંદ જૂઠાલાલ
9 ) શાહ રિતેશ દોલતભાઈ અમૃતલાલ
Labels:
Birth Anniversary
Tuesday, May 22, 2012
ભૌતીકવાદ – નૈતીકતા – અધ્યાત્મવાદ
‘માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે - તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’
–લેનીન
લેનીન ભૌતીકવાદી હતો, નાસ્તીક હતો, નીરીશ્વરવાદી હતો અને છતાં તેણે દુનીયાનાં તમામ ભૌતીક સુખ અને સગવડને ત્યાગી માનવજાતની મુક્તી અર્થે તેનું સમગ્ર જીવન અર્પ્યું હતું. બુદ્ધ નાસ્તીક હતા, નીરીશ્વરવાદી હતા, આત્મા પરમાત્માની ફીલસુફીમાં માનતા નહોતા અને છતાં તેઓએ સમગ્ર જીવન સમર્પીત કર્યું.
ભૌતીકવાદી સંપુર્ણપણે નૈતીક હોય છે, હોઈ શકે છે. તેને નૈતીક મુલ્યોનાં આચરણ માટે સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય, આત્મા, પરમાત્મા, ધર્મ ઈત્યાદીનો આશરો લેવો પડતો નથી. તે નૈતીક મુલ્યોનું હાર્દ બુદ્ધીથી અને તર્કથી બરાબર સમજે છે અને તેથી તેના માટે નૈતીક આચરણ સહજ બની જાય છે.
ઈશ્વરવાદીઓ, આત્મા-પરમાત્મા અને પરલોકની ફીલસુફીમાં રાચનારાઓ અને ધર્મમાં શ્રદ્ધા ધરાવનારાઓ, કેવળ પોતાના જ આત્માના શ્રેય માટે મોટાભાગે સ્વકેન્દ્રી બની જાય છે. તેમને રહેવું છે આ લોકમાં, અને વાતો કરવી છે પરલોકની ! પરીણામે તેમના આચાર-વીચારમાં વીસંગતતા આવી જાય છે. તેમની આ વીસંગતતા નૈતીક મુલ્યોનાં આચરણમાં દંભના રુપે દેખા દે છે. ખાવું, પીવું ને પ્રસન્ન રહેવું એ આલોકવાદી માનવીની મુળભુત પ્રકૃતી છે. ભૌતીકવાદીઓ, માનવીની આ મુળભુત પ્રકૃતીનો સ્વીકાર કરે છે. તેનું અકુદરતી રીતે દમન કરતો નથી અને છતાં તે જ જીવનનું અંતીમ ધ્યેય છે એમ તે કદાપી માનતો નથી. તેનું અંતીમ ધ્યેય માનવજાતીની કષ્ટમુક્તી છે અને સર્વાંગી સુખાકારી જ છે. આ ધ્યેયની એરણ પર તેની દરેક પ્રવૃત્તી-ચીન્તનને તે વારંવાર ચકાસે છે. તેને તેની ખાવા-પીવા અને મોજ કરોની પ્રકૃતીને મારવા – મચકોડવાની આવશ્યક્તા રહેતી નથી. ઈશ્વરવાદીઓ, ધાર્મીક નેતાઓ, આધ્યાત્મવાદીઓ વગેરે માનવસહજ મુળભુત પ્રકૃતીથી પર તો નથી જ. તેઓ પણ આ પ્રકૃતીને સંપુર્ણપણે આધીન હોય છે. પણ તેમની પરલોકવાદી વીચારસરણી તેમને આ જીવનમાં તેમની આ મુળભુત પ્રકૃતીનો કુદરતી અને સહજ સ્વરુપે સ્વીકાર કરવામાં બાધારુપ બની જાય છે. પરીણામે મોટાભાગે તેઓ દંભનો આશરો લે છે. તેમની સ્વકેન્દ્રીય વીચારસરણીના પ્રતાપે તેઓ સમાજાભીમુખ નથી રહી શકતા. તેથી તેનો પડઘો તેમના દ્વારા રચાતા સાહીત્ય, સંગીત, કલા, સમાજશાસ્ત્ર, ફીલસુફી ઈત્યાદીમાં પડે છે.
સવાલ એ થાય છે કે ભૌતીકવાદ એટલે શું ? ‘ખાવું, પીવું અને મોજ કરવું’ એ ભૌતીકવાદ છે ? ના જી. ભૌતીકવાદ એટલે આ જગત જે છે તે સત્ય છે, મીથ્યા નથી – બલકે એ જ સત્ય છે. અને બ્રહ્મ મીથ્યા છે – એક કલ્પના માત્ર છે. આ જગત કોઈ પરમાત્મા – બ્રહ્માનું સર્જન નથી. ચાર્વાકની આવી ફીલસુફીએ તત્કાલીન વેદ, વેદાંત, ઉપનીષદની બ્રહ્મ, આત્મા, પરમાત્મા, ઈશ્વર, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, જ્યોતીષની વીચારસરણીનું ખંડન કર્યું. ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીએ તત્કાલીન બ્રાહ્મણો, પુરોહીતો, ક્ષત્રીયોનાં સ્થાપીત હીતો પર સીધો ઘા કર્યો, જેના પ્રત્યાઘાત રુપે આ સ્થાપીત હીતોએ ચાર્વાકનાં પુસ્તકોનો નાશ કર્યો અને ‘ઋણ કરીને પણ ઘી પીઓ’ની ચાર્વાકની ઉક્તીનો મનઘડંત અર્થ તારવી ચાર્વાકની ફીલસુફીની ઠેકડી ઉડાડી.
જો આપણે ચાર્વાકની ફીલસુફી ‘ભૌતીકવાદ’નું યથાર્થ મુલ્યાંકન કરી તેને અનુસર્યા હોત, તો ભારત આજે જ્ઞાન-વીજ્ઞાન-ટેકનોલૉજીમાં મોખરે હોત; પણ ‘જગત મીથ્યા છે. બ્રહ્મ સત્ય છે’ એવી અવળી–ઉલટી ફીલસુફીથી આપણો સમાજ સ્થગીત થઈ ગયો – નીજકેન્દ્રી થઈ ગયો. પરદેશીઓનાં આક્રમણનો સફળતાપુર્વક સામનો આપણો સમાજ કરી શક્યો નહીં. આજના સંદર્ભમાં પણ ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીની એટલી જ આવશ્યકતા છે. પરલોકની કલ્પના ત્યાગી, આજનું અહીંનું જીવન કેમ સ્વચ્છ, આરોગ્યપ્રદ, અભાવમુક્ત, સમરસ બને અને છેવાડાના માણસ સુધી સૌ સુવીધા અને સુખ સમાન રીતે પહોંચે તે જ આપણી નીસ્બત હોવી ઘટે.
આપણે જો દુનીયાના વીકસીત દેશોની હરોળમા સ્વમાનભેર ઉભું રહેવું હોય તો ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફી આધારીત જ્ઞાન-વીજ્ઞાન અને ટેકનોલૉજીનો સમુચીત વીનીયોગ અત્યંત આવશ્ય છે, અનીવાર્ય છે.
– ગોવીન્દ મારુ – નવસારી
Labels:
Article
વર્ષગાંઠ (22-05)
1 ) મેહતા જિતેન્દ્ર જયંતિલાલ સુખલાલ
2 ) મેહતા હિતાન્શિ નીતુલ સૂર્યકાન્ત નારણદાસ
3 ) મેહતા રુચિતા મહેશ વિનોદરાય
4 ) મેહતા મંથન રાકેશ રમણીકલાલ નિમચંદ
5 ) પારેખ કલ્પના અનીલ જેઠાલાલ
6 ) પારેખ હર્ષા મનહરલાલ
7 ) શાહ અમિતા કેતન ભુપતલાલ પ્રેમચંદ
8 ) શાહ કલ્પેશ હર્ષદ રતીલાલ
9 ) સોલાણી રાજેશ ફતેચંદ
10) વોરા પરેશ ગુણવંતરાય હેમતલાલ
Labels:
Birth Anniversary
Monday, May 21, 2012
મૃત્યું

વાંકાનેર નિવાસી સ્વ. કાંતિલાલ દેવચંદ મહેતાના ધર્મપત્ની વીણાબેન (ઉં. વ. ૭૫), તે ધીરેન, પ્રદીપ, જયશ્રી કિશોરકુમાર સુતરીયાના માતુશ્રી. તે મીનાબેન, રૂપાબેનના સાસુ. તે સ્વ. ચંદ્રકાંતભાઈ, ધીરૂભાઈ, સ્વ. શાંતાબેન, વિમળાબેન, નર્મદાબેન, વસુબેનના ભાભી. તે સોમચંદ કીરચંદ શેઠના દીકરી ૧૯-૫-’૧૨ ને શનિવારના વાંકાનેર અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
Labels:
Death
વર્ષગાંઠ (21-05)
1 ) દોશી ખુશાલી કેતન ચમનલાલ
2 ) શેઠ હેમલતા બિપીન જેવતલાલ
3 ) લોદરિયા ભાવના દિનેશ મુગટલાલ
4 ) મેહતા મંજિલ નરેશ ખોડીદાસ
5 ) શાહ પૂર્વી કિશોર હિમતલાલ
6 ) શેઠ રાજવી ચેતન કિશોરચંદ્ર
7 ) શેઠ કુન્દન ધીરજલાલ છોટાલાલ
Labels:
Birth Anniversary
Sunday, May 20, 2012
મૃત્યું

મોરબી હાલ ઘાટકોપર સ્વ. વાડીલાલ રાજપાળ મહેતાના પુત્ર મહેન્દ્રકાંત (ઉં. વ. ૭૩) તે મિતેષના પિતાશ્રી. અ. સૌ. તેજલના સસરા. ભુપતભાઇ, મધુસુદનભાઇ, વસુમતીબેન, નિરંજનાબેન, ઇંદીરાબેનના ભાઇ. સ્વ. અમૃતલાલ પ્રાણજીવન લોદારિયા (શાહ)ના જમાઈ ૧૮-૫-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. સવિતા બિલ્ડીંગ, બ્લોક નં. ૮, શ્રીમદ્ રાજચંદ્ર લેન, ૮૬, તીલક રોડ, ઘાટકોપર (ઇ.).
Labels:
Death
મૃત્યું

વાંકાનેર હાલ ઘાટકોપર જટાશંકર કુંવરજી શાહના ધર્મપત્ની મરઘાબેન (ઉં. વ. ૮૮) તે મહેશભાઇ, હરેશભાઇ, જગદીશભાઇ, ધીરજબેન, જયોતીબેન, પંકજબેનના માતુશ્રી. જયશ્રીબેન, ચંદ્રીકાબેન, પારૂલબેનના સાસુ. અમીત, નીલુ, નીતુ, રીમ્પલ, ભદ્રેશ, મિતેશ, વત્સલના દાદી. માંડલવાલા મોહનલાલ ડુંગરશી શાહના દીકરી ૧૮-૫-૧૨ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા સોમવાર ૨૧-૫-૧૨ના ૯ થી ૧૧ સ્થળઃ લાયન્સ કમ્યુનીટી હોલ, ગરોડીયાનગર, ઘાટકોપર (ઇ.). લૌ. વ્ય. બંધ છે.
Labels:
Death
ઝનુનને જ્ઞાન કદી નવ થાય !-પ્રા. રમણ પાઠક
માનવીના સ્વમાનનું જો કોઈ અપમાન હોય, તો તે ધર્મ છે: સત્ કાર્યો કરવા માટે સજ્જનો છે જ (એમને ધર્મની કોઈ અનીવાર્યતા નથી), એ જ રીતે દુષ્કૃત્યો કરવા માટે આ દુનીયામાં દુર્જનો છે (જેઓને ધર્મ રોકી શક્તો નથી). પરન્તુ જો સજ્જનને દુષ્ટ કૃત્યો કરતો બનાવી દેવો હોય, તો સચોટ માર્ગ છે, તેને ધાર્મીક બનાવી દો !
- સ્ટીવન વેનબર્ગ
મીત્રમંડળીમાં વાતવાતમાંથી ચર્ચા જામી કે, ‘માણસને ભગવાન વીના ચાલે ?’… ત્યારે, પ્રારંભે જ કહી દઉં કે, ઉપસ્થીત આસ્તીક મીત્રોએ જે દલીલો કરી, તે કેવળ ઝનુનપ્રેરીત, સત્ત્વહીન, તર્કરહીત, અર્થહીન અને એકંદરે યુગો જુના એકના એક ચર્વીતચર્વણ જેવી બની રહી; કારણ કે આસ્તીકો પાસે કોઈ નક્કર દલીલ નથી, ક્યારેક તો તેઓની બુદ્ધી જ ઓછી પડતી લાગે છે યા તો છતી આંખે ‘ગાંધારીપાટા’ બાંધેલા પ્રતીત થાય છે, ક્યારેક વળી એમની એવી અસત્ય માન્યતા પાછળનું મુખ્ય પરીબળ શ્રદ્ધા અર્થાત્ અંધશ્રદ્ધા હોય છે.
મારો નમ્ર અભીપ્રાય એવો રહ્યો કે, જો આદીમાનવ ધર્મ અને ઈશ્વરની કલ્પનાજાળમાં ફસાયો ન હોત, તો આજે માનવવીશ્વમાં શાંતી હોત, બંધુતા હોત અને માનવજાત સાચી મુક્તી પણ માણતી હોત. કારણ સ્પષ્ટ છે: ઓશો રજનીશ કહે છે તેમ, આજ સુધીમાં સંસારમાં પંદરસો જેટલાં નોંધપાત્ર ‘ધર્મયુદ્ધો’ થયાં છે; નાનાં છમકલાં તો વધારામાં ! હકીકત સ્પષ્ટ જ છે કે, યુદ્ધોનાં પ્રધાન તથા મુળ કારણો બે જ રહ્યાં છે: કારણ કે વીજ્ઞાને અભુતપુર્વ, અજોડ, ભવ્ય પ્રગતી કરી, માનવી સમક્ષ સત્યો પ્રસ્તુત કર્યાં છે, અને બીજું, દુનીયા આજે ખુબ નાની બની ગઈ છે; એથી એનું એક જ અખંડ રાષ્ટ્ર રચી શકાય, જેથી રાષ્ટ્રવાદની સંકુચીત ઝઘડાખોર ભાવના જ નષ્ટ થાય. સંઘર્ષો, વેરઝેર તથા ભેદભાવ આપોઆપ જ નાબુદ થઈ જાય; કારણ કે ધર્મે બળપુર્વક લાદેલી ફરજીયાત નીતી, વ્યક્તીને માટે સહજ આંતરીક ગુણરુપ નથી હોતી, અને એનો પુરાવો એ જ કે, અવ્યવસ્થા, અંધાધુંધી કે રમખાણો દરમીયાન, ભુંડાંમાં ભુંડાં કૃત્યો આચરનારા લગભગ બધા જ શખ્સો ધાર્મીક હોય છે; જેઓ ઘોર અપરાધનેય સ્વર્ગદાયક ધર્મકૃત્ય ગણાવે છે યા માને છે. બીજી બાજુ, રૅશનાલીસ્ટો સામાજીક નીતીને એક અનીવાર્ય, હીતકારી નાગરીક ફરજ તરીકે, સામાજીક માનવીની સ્વાભાવીક આચારસંહીતા તરીકે અપનાવે છે, પછી તક મળતાં એનો ભંગ કરી લેવાની વૃત્ત્તીને માટે સ્થાન જ નથી રહેતું…
મંડળીમાંના એક સભ્યની દલીલ તો વળી આફલાતુન હતી: તેઓએ આની આ જ દલીલ કદાચ હજારમી વાર જાહેરમાં ફગાવીને, ભોળા ભાવકોને ઠગ્યા છે અને આજે ય તેઓની એ ઠગલીલા ચાલુ જ છે. તેઓ કહે છે: “રશીયાનો સરમુખત્યાર સ્તાલીન નાસ્તીક હતો અને સેક્યુલર હતો. તેણે ભગવાનને વચ્ચે લાવ્યા વીના જ લાખ્ખો કીસાનોની ઠંડે કલેજે કતલ કરાવી. સામ્યવાદી સમાજ સંપુર્ણ નાસ્તીક અને ધર્મરહીત હોય છે…
એવો જ સેક્યુલર નાસ્તીકતાનો ઝંડો ચીનમાં માઓ ત્સે તુંગે ફરકાવ્યો, અને સાંસ્કૃતીક ક્રાંતીને નામે અસંખ્ય માણસોને વધેરી નાખ્યા. વળી, ચીને તીબેટ ઉપર જે અમાનુષી દમન ગુજાર્યું, એમાંય ભગવાન તો ક્યાંય દેખાતો નહોતો… ઈત્યાદી… (આ મીત્ર સેક્યુલર શબ્દનો અર્થ જ સમજતા લાગતા નથી!)
નમ્રતાપુર્વક સત્ય જાહેર કરું કે, આ ત્રણે દલીલો (કે દાખલા) છલના છે, છેતરપીંડી છે અને કદાચ આત્મછલના પણ છે. કારણ કે આ મીત્ર નાસ્તીકતા (એથીઝમ) અને રૅશનાલીઝમ વચ્ચેનો તાત્ત્વીક અને મહત્ત્વનો ભેદ જ નથી જાણતા. સ્તાલીનને રૅશનાલીસ્ટ ગણવો- એ ભારે હાસ્યાસ્પદ જુઠાણું છે. મીત્ર, નાસ્તીકતા અર્થાત્ કેવળ ઈશ્વરનો ઈન્કાર એ રૅશનાલીઝમ નથી. રૅશનાલીસ્ટ અચુક નીરીશ્વરવાદી હોય; પણ બધા જ નાસ્તીકો રૅશનાલીસ્ટો નથી હોતા. રૅશનાલીઝમ એટલે તો વીવેકબુદ્ધીવાદ, જ્યારે સ્તાલીન કે માઓનાં અનેક ઘોર દુષ્કૃત્યોમાં કોઈ વીવેકદૃષ્ટી, સારાસારનું, ઉચીત- અનુચીતનું ભાન વરતાતું નથી, હતું જ નહીં; કારણ એની પાછળ સામ્યવાદનું ઝનુન જ પ્રેરકબળ હતું. આ બાબતમાં બર્ટ્રાન્ડ રસેલે બહુ સચોટ તથા સત્યમુલક દલીલ કરી છે; તે કહે છે, સોવીયેત રશીયાએ પોતાને ત્યાંથી ચાલુ ધર્મને હાંકી કાઢ્યો, પરંતુ ત્યાં જ આજે સામ્યવાદ એક નવો ધર્મ બની ગયો છે ! આમ, સ્તાલીન-માઓનાં હત્યારા ઝનુનને ‘ધાર્મીક ઝનુન’ જ લેખાવી શકય. એની સાથે રૅશનાલીઝમને કોઈ જ સંબંધ નથી.
ખરેખર તો, આવી વાહીયાત, અતાર્કીક દલીલોથી કશું જ સીદ્ધ થતું નથી, સીવાય કે ભોળા અને અજ્ઞાન જનોને છેતરી શકાય છે, જે આસ્તીકોનો માનભર્યો ધંધો છે. બાકી કોઈ પણ ઝનુની સરમુખત્યારના રાજકીય-વૈચારીક હત્યાકાંડમાં આસ્તીકતા-નાસ્તીકતાનો મુદ્દો લેશમાત્ર સંડોવાયલો હોતો જ નથી: જેમ કે નાસ્તીક એવા સ્તાલીન-માઓએ કત્લ-એ-આમ ચલાવી, તો એ જ રીતે પાકા ઈશ્વરપરસ્ત આસ્તીક માંધાતાઓએ પણ એવી જ ઘોર માનવ કતલ ચલાવી છે. દા.ત. નાદીરશાહે જ્યારે દીલ્હીમાં ક્ત્લ-એ-આમ ફરમાવી, ત્યારે તે પાક મુસલમાન જ હતો. હીટલર પણ ખ્રીસ્તી ધર્મમાં માનનાર આસ્તીક એવો હત્યારો સરમુખત્યાર હતો; જેણે લાખો યહુદીઓને ભાજીમુળાની જેમ વાઢી નાંખ્યા… ઈસ્વીસનની શરુઆતની સદીઓમાં ભારતવર્ષમાં બૌદ્ધોની કતલ કરવાની એક મોટી ઝુંબેશ (ધર્મયુદ્ધ) આદરવામાં આવેલી. સનાતની આર્ય બ્રાહ્મણ ધર્મે, બૌદ્ધોને મારી મારીને યા મારી નાખીને ભારતમાંથી ભગાડ્યા, સદંતર કાઢ્યા. સમ્રાટ અશોક પછી થયેલા શૈવધર્મી રાજા પુષ્યમીત્ર શુંગે (યા અન્ય કોઈ એવા રાજવીએ) એવી ઘોષણા કરેલી કે, એક બૌદ્ધ સાધુનું કાપેલું મસ્તક લઈને દરબારમાં આવનારને સો સોનામહોરોનું ઈનામ આપવામાં આવશે… આ રીતે તથા અન્યથા દસ હજાર બૌદ્ધ સાધુઓની કતલ કરવામાં આવી.
એક મીત્રે વળી ભગવાન ઈસુના પ્રેમધર્મનો મહીમા, ધર્મની મહત્ત્તા, ગુણવત્ત્તા અને આવશ્યક્તારુપે ટાંક્યો. ત્યારે મંડળીમાંથી અન્ય એક રૅશનાલીસ્ટ મીત્રે ઈતીહાસ ટાંકતા જણાવ્યું કે, 18મી-19મી સદીમાં એકલા યુરોપમાં જ, એક-એક લાખ સ્ત્રીઓને ડાકણ ઠરાવીને ધર્મ-અદાલતે જીવતી સળગાવી દીધી હતી. એ ઉપરાંત, અમુક-તમુકના દેહમાં સેતાન પ્રવેશ્યો છે; જેથી તે ધર્મવીરોધી વાત કે વર્તાવ કરે છે; એવા આક્ષેપ સાથે એવા ‘પાપી’ પુરુષોને પણ જીવતા જલાવી દેવામાં આવતા. દા. ત. પૃથ્વી ગોળ છે અને સુર્ય ફરતે ફરે છે, એવું સત્ય પ્રતીપાદીત કરવા બદલ બ્રુનોને જીવતો સળગાવી માર્યો; જ્યારે ગેલેલીયો પર અમાનુષી જુલમ ગુજારવામાં આવ્યો. માટે જ જીવતી જલાવી દેવામાં આવેલી ફ્રાન્સની વીરાંગના જ્હોન ઓફ આર્કે અંતીમકાળે પોકારેલું કે, ‘હે પ્રભુ, આ બધું ક્યાં સુધી ?’ અમે રૅશનાલીસ્ટો પણ અહીં-ઉદગાર કાઢીએ છે કે ધર્મ અને ઈશ્વરને નામે આટઆટલા અત્યાચારો ક્યાં સુધી ? ભારત દેશના તો વળી ધર્મને નામે જ ભાગલા પડ્યા અને ત્યારે ઈતીહાસમાં અભુતપુર્વ એવાં કત્લેઆમ તથા અત્યાચારો ગુજર્યાં… અને આજનો આ આતંકવાદ પણ વળી શું છે ?
રૅશનાલીસ્ટ વ્યક્તી પ્રેમભાવ વીહોણી, લાગણીશુન્ય હોય છે, એવો પણ એક કુપ્રચાર બદઈરાદાથી જોરદાર ચલાવાય છે. હકીકતે તો, રૅશનાલીઝમનો પ્રધાન ગુણધર્મ જ માનવતા છે, એટલે તમામ માનવીય સંવેદનોનું એમાં સ્વીકૃત સ્થાન છે જ. પરીણામે આસ્તીકોની જેમ જ, રૅશનાલીસ્ટોમાં પણ પ્રકૃતી વૈવીધ્ય, સ્વભાવભેદ સ્વાભાવીક જ પ્રવર્તે: કોઈ લાગણીભીનો, ઋજુ હૃદયનો કોમળ જન હોય, તો બીજો વળી કઠોર, મક્કમ, મજબુત મનનો રૅશનાલીસ્ટ પણ હોઈ શકે, ઈત્યાદી. સાવ અક્કલ વીનાની વાત તો એક સભ્યે એવી કરી કે, રૅશનાલીસ્ટ પોતાનાં સંતાન પ્રતી વાત્સલ્ય-પ્રેમ પુરો દર્શાવી શકે, સેવી શકે?
અરે, પ્યારા મીત્ર, જનનીનાં પ્રેમ-લાગણી એ તો પ્રાણી માત્રમાં નૈસર્ગીક વૃત્ત્તીભાવ છે. એમાં વળી શ્રદ્ધા ક્યાંથી આવી ? સ્થળ-સંકોચવશ ચર્ચા નથી કરતો, પણ વાત્સલ્ય, સ્નેહ તથા લાગણીથી સંતાનો માટે મરી ફીટવા તત્પર એવી રૅશનાલીસ્ટ માતાની હું તમને રુબરુ મુલાકાત કરાવી શકું, મારું ભાવભીનું નીમંત્રણ છે ! એ જ રીતે, દુર કે જુદાં વસતાં સંતાનોનો નામોચ્ચાર માત્ર કાને પડતાં જ જેની આંખો પ્રેમાશ્રુથી ઉભરાઈ જાય છે, અને જેણે સંતાનોના હીત ખાતર સ્વેચ્છાએ જ ચુપચાપ અનેકવીધ ભોગ આપ્યા છે અને હસતે મોંએ મુશ્કેલીઓ વેઠી છે; એવા એક રૅશનાલીસ્ટ વૃદ્ધની મુલાકાત પણ હું તમને કરાવી શકું, તો આવજો !
ભરતવાક્ય:
પ્રેમ તથા જ્ઞાને મને ઉંચે ગગનવીહાર કરાવ્યો છે; જ્યારે દયા-કરુણા હંમેશાં મને પાછો પૃથ્વી પર ખેંચી લાવી છે. સરમુખત્યારોના અત્યાચારોનો ભોગ બનતા માનવીઓના; એકાકી વૃદ્ધોના અને દુ:ખીયારાં બાળકોના વેદનાભર્યા આર્તનાદો મને સંભળાય છે. હું તેઓની પીડા દુર કરવા ઝંખું છું, પણ એ મારા ગજા બહારનું કાર્ય છે, અને એથી હું પણ દુ:ખી છું… બર્ટ્રાન્ડ રસેલ
(વીશ્વના ઉત્ત્તમોત્ત્તમ રૅશનાલીસ્ટ એવા બર્ટ્રાન્ડ રસેલના ઋજુ હૈયાની માનવીય કરુણાનો આ આર્તનાદ છે; જે તેમની આત્મકથામાંથી, અત્રે કેવળ સ્મૃતી આધારે ટાંક્યો છે. જો કે ઘણા ખરા શબ્દો સહીત મુળનો ભાવાર્થ બરાબર આ પ્રમાણે છે….ર.પા.)
-પ્રા. રમણ પાઠક
તા. 6 ફેબ્રુઆરી, 2010ના સુરતના ‘ગુજરાત મીત્ર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘રમણભ્રમણ’માંથી, લેખક અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર..
Labels:
Article
મારો ધર્મ કયો કહેવાય…?
ડૉ. ડેવિડ ફૉલી હીન્દુસ્તાનના ઈતીહાસના અભ્યાસુ–નીષ્ણાત છે. તેમણે કહ્યું છે- ‘અમેરીકા અને જાપાન એટલા માટે સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સંપ્રદાયના કોઈ વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે. મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સંપત્ત્તી છે. પણ એ દેશો ગરીબ રહ્યાં; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મપરીવર્તન કરનારને દેહાંતદંડની સજા થાય છે. એ સમ્બન્ધે એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1998માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટીકાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ આટલી બાબતનો ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કૉર્ટે બેવફા જાહેર કરીને તેને દેહાંતદંડની સજા ફરમાવી ! (આજ પર્યંત લીના જૉયે જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે.)’
મને કદી સમજાયું નથી ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ ? માણસે કષ્ટ સહન કરવા કે દુ:ખી થવા ધર્મ પાળવો જોઈએ એવું કયા ધર્મગ્રંથમાં લખ્યું છે ? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે. અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. તરસ લાગે તો કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.
ચર્ચા ચાલતી હતી ત્યાં એક મીત્રે કહ્યું- ‘હું કયો ધર્મ પાળું છું તેની મને ખબર નથી. હું મંદીર, મસ્જીદ કે ગીરજાઘરમાં જતો નથી. ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉ છું; કોઈનું લોહી પીતો નથી. મંદીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મંદીરમાં ગવાતાં ભજનોમાં બેસવા કરતાં સાહીત્ય ગોષ્ઠીમાં બેસવાનું મને ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડાં માબાપની સેવા કરવાનું મને ગમે છે.
ઘરમાં સાગનું નાનું મંદીરીયુ છે. તેમાં કયા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું.’ (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં ‘પગલાં’ ન પડે તેનું ધ્યાન રાખું છું) એથી અમારી વચ્ચે ઝઘડા થતા નથી. એને કંટોલાંનું શાક બહુ ભાવે છે. મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ ભાવે છે. તેને ભાવતું નથી. હું કદી તેને આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતા છે. પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે; છતાં થોડીક સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં પણ અનુકુલન વધુ જરુરી છે !
‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી, મંદીર વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ નથી કરતા. રોજ ગીતાના અધ્યાયોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો નથી વાંચતા. રામાયણ ભક્તીભાવે વાંચે છે; પણ રોજ દશ કલાક ધંધામાં પાપનાં પારાયણમાં બેસી લુંટાલુંટ ચલાવે છે. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોંકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાય જાય એવું હું માનતો નથી. મંદીરને બદલે લાયબ્રેરી જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોના જીવનચરીત્ર વાંચુ છું. આજ પર્યન્ત ઘરમાં એક પણ વાર કથાકીર્તન, ભજન, યજ્ઞો કે પુજાપાઠ… કશું જ કરાવ્યું નથી. પણ મરણ બાદ દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાની ખાસ ટેવ છે. સાધુ, સંતો કે બાબા-ગુરુઓનાં ચરણોમાં પડતો નથી; પણ મોટા કવી, લેખકો, સાહીત્યકારો કે ચીન્તકો જોડે મૈત્રી કેળવી છે. સાધુ સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગવૉક) કરું છું. કુંભમેળામાં કદી ગયો નથી અને જવાની ઈચ્છા પણ નથી. પણ વીજ્ઞાનમેળો કે પુસ્તક્મેળો એક પણ છોડતો નથી. ગંગાનાં ગંદાં પાણીમાં નહાવાને બદલે બાથરુમમાં સ્વચ્છ પાણીના શાવર વડે સ્નાન કરવાની વાતને હું વધુ પવીત્ર ગણું છું. આવું બધું કરનારાઓનો ઘર્મ કયો કહેવાય તેની મને ખબર નથી. પણ હજી સુધી એક પણ વાર એવો વીચાર આવ્યો નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મંદીરમાં નથી જતો, દાન નથી કરતો, તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે કે કહેવાતો મોક્ષ ન મળશે તો મારું શું થશે..!’
મીત્રની આ લાંબી વાતમાં એક વાત મને ખાસ ગમી. મને એ મારા જ જીવનની વાત લાગી. હું લખતાં લખતાં બેધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તરત શબ્દો સંભળાય- ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં !’ જોવા જઈએ તો આ ‘પગલાં’ શબ્દમાં સઘળા ધર્મો અને ગીતા-ઉપનીષદનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે પણ કોઈને માટે લપ ન બની રહીએ તે જરુરી છે. દુનીયાના સઘળા મનુષ્યો સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે, પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખે તો સઘળાં ધર્મપુસ્તકો અપ્રસ્તુત બની જાય. રાવણ બનવાથી બચી જાઓ તો રામાયણ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન, શકુની કે ધૃતરાષ્ટ્ર બની રહો, પછી રોજ મહાભારત વાંચો તોય શો ફાયદો ? યાદ રહે, તમને તમારા જીવનના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલાં સત્યો ગીતા–કુરાનનું જ ફળકથન ન હોય છે. શ્રી શાયર દેવદાસ અમીરે કહ્યું છે- ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પાઠ તો એ છે જે જમાનો શીખવે છે !’
પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. એ આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ શું નુકસાન છે ? તરસની જેમ દુ:ખ સર્વવ્યાપી સ્થીતી છે. આપણે મંદીર ન બંધાવી શકીએ પણ મંદીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તો ઘણું. રોડ અકસ્માતમાં માણસો ઘવાયા હોય ત્યારે આજ પર્યન્ત એક પણ વાર (રીપીટ એક પણ વાર…) એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનારા માણસોએ તેમને એમ પુછ્યું હોય કે- ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ… ?’ હીન્દુ મુસ્લીમ યુવક યુવતીની આંખ મળી જાય અને બન્નેનાં હૈયામાં ઉર્મીના અવર્ણનીય હીલ્લોળ જાગે છે એને હીન્દુ પ્રેમ અને મુસ્લીમ પ્રેમમાં વહેંચી શકાશે ખરો ? યાદ રાખજો, સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે. સૌનાં આંસુ સરખાં છે. સૌનાં આનંદ સરખા છે. સૌની દેહરચના કે જન્મ અને મૃત્યુ સરખાં છે. ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (ઈસ્લામી રંગ કે હીન્દુ રંગમાં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત-જાત અને ધર્મ-કોમની મૅનમેઈડ દીવાલ શા માટે હોવી જોઈએ ?
દરેક માણસને પોતાનો (ગેટ–પાસ જેવો) ધર્મ હોય છે. આખી જીન્દગી એ માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે. પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્ત્તા નથી. મંદીર બહાર બુટ ઉતારી દેવા પડે તે રીતે, ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો કાઢી નાખવો પડે છે. મૃત્યુ આગળ હીન્દુ, મુસ્લીમ કે ધર્મ કોમના ભેદ ભુંસાઈ જાય છે. આટલું સમજાઈ ગયા પછી સમજાશે કે વીશ્વમાં માનવ ધર્મથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી.
ધુપછાંવ
રોજ અલ્લાહ કો યાદ કર….. પર કીસીકો બરબાદ ના કર
તેરી કબર ભી તૈયાર હૈ ઈસ બાત કો નજરઅંદાઝ ના કર
-દીનેશ પાંચાલ
અક્ષરાંકન–ગોવીન્દ મારુ
Labels:
Article
વર્ષગાંઠ (20-05)
1 ) ગાંધી શ્વેતા બિપીન મનસુખલાલ
2 ) મેહતા જ્યોતિ મિલન કાન્તિલાલ
3 ) મેહતા રિધ્ધિ અજીત પ્રવીણચંદ્ર
4 ) મેહતા દેવાંશુ વિપુલ નવીનચંદ્ર
5 ) સંઘવી લતા ચિમનલાલ પ્રાણજીવન
6 ) શાહ શૈલી જ઼યેન રમેશ
Labels:
Birth Anniversary
Saturday, May 19, 2012
વર્ષગાંઠ (19-05)
1 ) દોશી ઈશીતા મૂકેશ દલીચંદ
2 ) દોશી વત્સલ કેતન રજનીકાન્ત ચતુરદાસ
3 ) ગાર્ડી નીલા કિશોર પ્રભુલાલ
4 ) ખંડોર રોમીક દીપક હિમ્મતલાલ
5 ) મેહતા શ્રેયાંશ કિશોર જયંતિલાલ
6 ) પારેખ જગદીશ કાન્તિલાલ
7 ) પારેખ વર્ષા અનીલ જયંતિલાલ
8 ) સપાણી આરનવ નીરવ મહેન્દ્ર
9 ) શાહ ઉર્મિ જ઼િગ્નેશ અરવિંદ માણેકલાલ
10) શાહ રંજન ભરત રજનીકાન્ત
11) શાહ પ્રિયાંક જયેશ ચંદુલાલ
12) શાહ ઉપાંશુ સમીર અનંતરાય ભોગીલાલ
13) શાહ ખુશી સંજય જયેન્દ્ર કાન્તિલાલ
14) શેઠ સાગર દેવેન્દ્ર ચંદ્રકાન્ત
15) શેઠ ઉન્નતિ અશોક છોટાલાલ
Labels:
Birth Anniversary
Friday, May 18, 2012
નેતાઓની નીષ્ક્રીયતા વચ્ચે ઉદ્ ભવેલું અન્ધશ્રદ્ધાનું અભ્યારણ્ય
સમાજમાં બહુધા એવું જોવા મળે છે કે એક છત તળે રહેતા વૃદ્ધો અને યુવાનો વચ્ચે મોટો જનરેશનગેપ રહેતો હોય છે. વૃદ્ધોને જલારામબાપાની કૅસેટ સાંભળવી ગમે છે. યુવાનો માઈકલ જૅક્સનનું પોપમ્યુઝીક સાંભળે છે. યુવાનો ક્યારેક વૃદ્ધોને પીત્ઝા કે બર્ગર ખવડાવે છે; પણ તેમને પાલકના પુડામાં જે મઝા આવે છે તે પીત્ઝામાં નથી આવતી. (બર્ગર–બગરુવાળો રોટલો તેમને વધુ ભાવે છે) બે પેઢી વચ્ચેનું અંતર છેક કૃષ્ણ અને યશોદાના જમાનાથી ચાલ્યું આવે છે. કૃષ્ણ માખણ ખાતા. આજે કૉલેજ–કનૈયાઓના મુખમાં માખણ નહીં; માણેકચંદ હોય છે. કૃષ્ણ ગોપીઓની માત્ર મટકી ફોડતા. આજે યુવાનો ગર્લફ્રેન્ડના ચક્કરમાં માથાં ફોડે છે. તેઓ છોકરીને કૉલેજમાંથી ક્લબમાં લઈ જાય છે, દારુ પાય છે અને શીયળ લુંટીને જ નથી અટકતા; તેની વીડીયો ક્લીપીંગ ઉતારીને મોબાઈલ પર ફરતી કરે છે. કૃષ્ણે કાળીનાગને બાહુબળથી નાથ્યો હતો. આજે યુવાનો બાપના પૈસે પેપરસેટરને નાથે છે. કૃષ્ણના જમાનામાં ટાઈ–ડે નહોતો ઉજવાતો– ગુરુકુળમાં અહર્નીશ જ્ઞાનદીન ઉજવાતો. આજે ‘સારી–ડે’… ‘રોઝ–ડે’… ‘જીન્સ–ડે’… વગેરે ઉજવાય છે. બધું જ બદલાઈ ગયું છે; પણ ગમે કે ન ગમે તોય સમયનાં પરીવર્તનોને સૌએ સ્વીકારવાં પડે છે.
નવી પેઢી કેવાં કપડાં પહેરે, કેવી હેરસ્ટાઈલ રાખે અથવા કઈ હૉટલમાં જમે તેની ચીન્તા વૃદ્ધોએ કરવી જોઈએ નહીં. એમાં એટલું ઉમેરવું છે કે ભલે થોડું બદલાયું હોય પણ સરવાળે તો યુવાપેઢીનું સંસ્કારી સ્વરુપ જ સમાજને પણ સ્વીકાર્ય હોય છે. હું ઘડપણમાં મને મળતા દાળ–રોટી સાથે જ નીસબત રાખું અને મારા દીકરાની અંગત જીવનશૈલી કે દીનચર્યામાં માથું ન મારું ત્યાં સુધી તો ઠીક છે; પરન્તુ ધારો કે દીકરો ડ્રગ્સનો ધંધો કરતો હોય, આતંકવાદીઓ, સ્મગલરો કે ગેંગસ્ટરો સાથે મળેલો હોય અને ખુનખરાબા જેવી બીજી અનેક ગુનાઈત પ્રવૃત્તી કરતો હોય તો મારે તેનો જરુર વીરોધ કરવો જોઈએ. તે ભલે મને સોનાના પાટલે બેસાડીને ચાંદીની થાળીમાં જમાડતો હોય; પણ મારા ભાણામાં પીરસાતી પ્રત્યેક રોટલી અસામાજીક ધંધો કરીને મેળવાતી હોય તો મારે ચુપ ન બેસવું જોઈએ. જો હું એમ કહીને હાથ ઉંચા કરી દઉં કે ‘દીકરો જુવાન થયો છે. એણે કેમ જીવવું તે એની અંગત બાબત છે. મારાથી તેમાં માથુ ન મરાય…’ તો એ બહુ મોટો વડીલદ્રોહ ગણાય.
દોસ્તો, વર્ષોથી આપણા નેતાઓ લોકોને ‘માઈબાપ’ ગણતા રહ્યા છે; પણ તેઓ ખુદ બગડેલા દીકરા જેવી ભુમીકા ભજવતા આવ્યા છે. એ સંજોગોમાં ‘માઈબાપ’ની એ ફરજ છે કે દીકરાઓના કાન આમળી તેમને પાછા વાળવા. આપણા નેતાઓ અનીતી આચરવાની કે ભ્રષ્ટાચાર કરવાની એકે તક છોડતા નથી; પરન્તુ તે સર્વમાં એક અક્ષમ્ય ભુલ એ છે કે તેઓ ઘોર અન્ધશ્રદ્ધામાં રાચતી આપણી પ્રજાની અબૌદ્ધીક જીવનશૈલીને એમ કહીને નજરઅંદાજ કરે છે કે ‘ધર્મ અને શ્રદ્ધા એ પ્રજાનો અંગત વીષય છે. એમાં રાજકારણની ડખલ ઉચીત નથી.’ નેતાઓના એવા સ્વાર્થી પલાયનવાદને કારણે ગુજરાતમાં તરેહતરેહની અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો પ્રવર્તે છે. અન્ધશ્રદ્ધા એક ઉદ્યોગ બની ગઈ છે. હા, કોણે કયો ધર્મ પાળવો અથવા ઈશ્વરમાં માનવું કે નહીં, તે જરુર અંગત બાબત ગણાય; પણ સમાજમાં ચોમેર અન્ધશ્રદ્ધાઓનું સામ્રાજ્ય છવાયેલું છે તેનું શું ?. નેતાઓના નાક નીચે એ બધું બેરોકટોક ચાલે છે; પણ તેઓ એ અનીષ્ટો તરફ આંખ આડા કાન કરે છે. એ લાપરવાહી ખાસ્સી ગુનાઈત છે. લોકોનું બૌદ્ધીક સ્તર જેટલું નીચું કે અવીકસીત રહેશે, તેટલો રાષ્ટ્રનો વીકાસ ઓછો થશે. ભગતભુવા, મેલીવીદ્યા, જ્યોતીષ કે ભુતપ્રેત જેવા વહેમને કારણે માણસની નજર હમ્મેશાં સીન્દુરીયા રંગે રંગાયેલા પથરા પર જ મંડાયેલી રહે છે.
એક નજર આપણી અન્ધશ્રદ્ધાઓની અનુક્રમણીકા પર કરી લઈએ. હૉસ્પીટલો કે ડૉક્ટરોના ક્લીનીકની બારસાખે લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે. તાન્ત્રીકો મૃતાત્માઓ સાથે વાતો કરવાનો ને કરાવી આપવાનો દાવો કરે છે. કેટલાક માનસીક રોગો એવા હોય છે કે તેમાં માણસ ગાંડા જેવી વીચીત્ર હરકતો કરે છે. સાઈકીયાટ્રીસ્ટોની સારવારથી એવા રોગો સાજા થઈ શકે છે; પણ તેને પ્રેતાત્માનો વળગાડ સમજી લોકો કેવા કેવા તમાશા કરે છે તે તો જુઓ ! દરદીને પીર કે દરગાહે લઈ જઈને સાંકળથી મારવામાં આવે છે. જુતાં બોળેલું પાણી પીવડાવવામાં આવે છે. દેહ પર ડામ મુકવામાં આવે છે. દરદીના મોંમા મળ સુધ્ધાં મુકવામાં આવે છે. ગામડાઓમાં સગો દીકરો માને ડાકણ સમજી મારી નાખે છે. મેલી વીદ્યા હાંસલ કરવા દેવને બલી ચઢાવવા સગો બાપ દીકરાનું માથુ કાપી નાખે છે.
કમળો ઉંજાવવાથી સાજો થઈ શકે એવી વ્યાપક માન્યતા ફેલાયેલી છે. ગામડામાં સાપ કરડે ત્યારે માણસને હૉસ્પીટલને બદલે ભગત પાસે લઈ જનારાઓની સંખ્યા મોટી છે. કમ્પ્યુટરથી જ્યોતીષ જોઈ આપનારાઓનો ધંધો ધમધોકાર ચાલે છે. માનેલી માનતા પુરી કરવા લોકો ઉંધા પગે પાવાગઢ જાય છે. વચ્ચે વળી મોટા પાયા પર એવી અફવા આવી હતી કે બહેને બાંધેલી રાખડી ભાઈ છોડીને ફેંકી નહીં દે તો તેનું મૃત્યુ થશે.
યાદ કરો કેટલાંક વર્ષો પર ગણેશજીએ દુધ પીધું હતું. લોકો નાનાં છોકરાંઓનાં મોઢાંમાંથી દુધની બાટલી છીનવી ગણેશજીના મન્દીરે દોડતા હતા ત્યારે અમારા બચુભાઈ બધાને ગાજીબજાવીને કહેતા હતા કે, ‘પથ્થરની મુર્તીમાં કેશાકર્ષણ થવાથી તેમાં દુધ શોષાઈ જાય છે. તમારામાં તાકાત હોય તો ચાંદીની કે પીત્તળની મુર્તીને દુધ પાઈ બતાવો ?’ પણ કોણ સાંભળે ? વચ્ચે શંકરની મુર્તી આપમેળે ખસ્યાની વાત આવી હતી. કોઈ ઠેકાણે વળી ભેંસને બાળકી જનમ્યાની વાત વહેતી થઈ હતી. હનુમાનજીની આંખોમાંથી આંસુઓ ટપકતા હોવાનું પણ સાંભળવા મળેલું. આરતી ટાણે મન્દીરમાં ઝુમ્મર હાલ્યાની વાત તો ખાસ્સી ચગી હતી. આજે પણ છાસવારે છાપાંઓમાં છપાય છે : ‘વેંગણમાં ‘ૐ’ દેખાયો અથવા શંકરજીના મન્દીરમાં નાગસાપ દેખાયો’ અને આખું ગામ હાથમાં પુજાની થાળી લઈને દોડ્યું ! વાસ્તુશાસ્ત્રના નામે લોકોનાં ઘરો તોડાવવાનો વ્યવસ્થીત વેપાર ચાલે છે. કથા, યજ્ઞો કે ગણેશોત્સવની ઉજવણી માટે ગામડામાં યુવાનોનું મોટું ટોળું બીલબુક છપાવીને રસ્તે જતાં લોકોને આંતરીને નાણાં ઉધરાવે છે. અમદાવાદમાં આષાઢી બીજને દીવસે નીકળતી પ્રચંડ રથયાત્રામાં દર વર્ષે થોડાક લોકો ભાગદોડમાં કચડાઈ મરે છે. તે ઉઘાડે છોગે થતાં મરણની સરકારને ચીન્તા નથી અને ફરજીયાત હેલ્મેટ પહેરવાનો કાયદો ઠોકી બેસાડી સરકારે ગત વર્ષ પુરા બે કરોડથીય વધુ દંડ વસુલ કર્યો. બોલો, સરકાર પાસે છે કોઈ જવાબ ? (સરકારનો અધોષીત જવાબ કંઈક એવો હોઈ શકે: ‘અમે અહીં દેશની પ્રજાને સુધારવા થોડા બેઠા છીએ ? પ્રજા સુધરી જશે તો અમારી ચામડી ઉતરી જશે…! અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે પ્રજા ધર્મ, શ્રદ્ધા કે ભક્તીના નામે અન્ધશ્રદ્ધામાં ચકચુર રહે અને અમારી તીજોરી તર થતી રહે !’)
ધુપછાંવ
પ્રત્યેક નેતા ‘જયહીન્દ’… ‘ભારત માતાકી જે’…
‘જય જવાન જય કીસાન’… વગેરે બોલે છે
પણ તેમના દીલમાં અસલી નારો તો એક ગુંજે છે:
‘પ્રજા ભલે અન્ધશ્રદ્ધામાં રાચતી રહે…
અમારી ખુરશી હમ્મેશાં સચવાતી રહે… !’.
-દીનેશ પાંચાલ
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
Labels:
Article
વર્ષગાંઠ (18-05)
1 ) લોદરિયા હેમલ રવિચંદ
2 ) મેહતા કમલેશ શશીકાન્ત પ્રાણજીવનદાસ
3 ) મેહતા નિશા વિપુલ પ્રદ્યુતલાલ હિમ્મતલાલ
4 ) મેહતા પ્રીતિશ શ્રેણીક નવીનચંદ્ર
5 ) પારેખ ધર્મીશ્ઠા અશ્વિન નરભેરામ
6 ) સંઘવી દિશા જિગર શાહ
7 ) સંઘવી વિજય જવેરચંદ
8 ) શાહ રૂપલ દિનેશ ગુલાબચંદ
9 ) શાહ કેવિન સંદેશ અનંતરાય
10) શેઠ પુષ્પા પ્રવીણચંદ્ર હેમતલાલ
Labels:
Birth Anniversary
Subscribe to:
Posts (Atom)