Pages

Wednesday, May 9, 2012

વર્ષગાંઠ (09-05)


1 ) દોશી વૈભવ જતીન ચમ્પકલાલ
2 ) મેહતા મનીષા રાજેન્દ્ર મણીલાલ
3 ) સોની સ્વાતિ મનન
4 ) શાહ વૈશાલી જ઼િગ્નેશ
5 ) મેહતા કનકરાય શાંતિલાલ
6 ) મેહતા તારાબેન ઈન્દુલાલ ઉમેદચંદ
7 ) શાહ પ્રીતિ વિશાલ દિલીપભાઈ

Tuesday, May 8, 2012

જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ – એષા દાદાવાળા

[ કાવ્ય અને લેખનક્ષેત્રે યુવાસર્જક એષાબેનનું નામ જાણીતું છે. તેમનો પ્રસ્તુત લેખ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘જીવને મને શું શીખવ્યું’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.સૌજન્ય : રીડ ગુજરાતી ]
ત્યારે હું લગભગ વીસ વર્ષની હતી. જિંદગી એક બહુ મોટી ઈમોશનલ ક્રાઈસિસમાંથી પસાર થતી હતી. હાથમાંથી સરી જતી રેતીને પકડી રાખવા માટે મુઠ્ઠીને ગમે એટલી સજ્જડ વાળી રાખો, રેતી હાથમાંથી સરી જ જાય છે એવી ત્યારે ખબર નહોતી. આંગળીઓમાંથી ઘણું બધું છૂટી રહ્યું હતું અને મન સ્તબ્ધ થઈ ગયું હતું…. એ ક્રાઈસિસમાં ટકી જવા માટે કરેલા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યાં સુધીમાં તો બાકોરું પડી ગયું હતું… આરપાર જોઈ શકાય એવું મોટું બાકોરું. એ વખતે માએ માથે હાથ મૂકીને સમજાવેલું – શાંત રહે, જે થાય એ બધું સારા માટે જ થતું હોય છે…. માનું આ વાક્ય ત્યારે ઍસિડ બનીને મનને દઝાડતું હતું, કારણ કે જે કંઈ બની રહ્યું હતું, બધું મન વિરુદ્ધનું હતું….. પણ એ પછી તો જિંદગી જ ધીમે ધીમે સમજાવતી ગઈ કે મા સાચી હતી…. જે કંઈ પણ થઈ ગયું એ બધું સારા માટે જ !!

એ સમયે એક વાત એવી સમજાઈ કે સત્ય તમારા પક્ષે હોવા છતાં કોઈક વાર સંજોગો સામે તમારે ઘૂંટણ ટેકવવા જ પડે છે. મારે પણ એમ જ કરવું પડેલું. પીઠ ઉપર પડેલા ઘા જોઈ ન શકાય પણ એ પીડા તો આપે જ અને ઊભી થયેલી એ પીડા જ તમને ચોક્કસ ઉપચાર સુધી લઈ જાય. આજે પાછળ વળીને કોઈ ત્રીજા માણસની નજરે આ આખી ઘટના જોઉં છું ત્યારે એટલું તો ચોક્કસ જ સમજાય છે કે એ સમયે કદાચ સંજોગો ખોટા હતા, પણ હું તો સાચી જ હતી !

આજે આ આખી ઘટનાને પાંચ કરતાં વધારે વર્ષો થઈ ગયાં છે અને વીતી ગયેલાં આ વર્ષોમાં મને જિંદગીએ ઘણું શીખવી દીધું છે. હું મારી જાત સાથે પહેલાં કરતાં ઘણી વધારે સ્પષ્ટ થઈ શકી છું. હાથથી કશું પણ છૂટી જાય છે ત્યારે પહેલાં જેટલી તકલીફ હવે નથી થતી, કારણ કે એવું સમજી ગઈ છું કે જે મારા હિસ્સાનું હશે એ મને જ મળવાનું છે. હું 26 વર્ષની છું અને 26 વર્ષ એવી કોઈ ખાસ ઉંમર પણ ના કહેવાય, ખરી જિંદગી તો કદાચ હવે શરૂ થઈ છે. પણ વીતી ગયેલાં આ 26  વર્ષ મારાં માટે ખાસ છે. વીતી ગયેલાં આ 26 વર્ષમાં મેં મારો રસ્તો મારી જાતે બનાવ્યો છે. એ રસ્તા પર ચાલતાં ચાલતાં કેટલીય વાર પડી છું, વાગ્યું છે, ઘણી વાર લાંબા થયેલા હાથમાં મારો હાથ મૂકીને ઊભી થઈ છું તો ઘણી વાર મારા હાથનો ટેકો લઈને જાતે જ ઊભી થઈ છું. એક વાર પડી ગયા પછી જાતે ઊભા થવાની પ્રોસિજર પણ મજાની હોય છે. આ પ્રોસિજર હવે શું નથી કરવાનું એ શીખવતી જાય છે. અને આટલાં વર્ષોમાં હું એવું ચોક્કસ જ સમજી શકી છું કે શું કરવાનું છે એ વાતમાં તો સ્પષ્ટતા જરૂરી છે જ પણ શું નથી કરવાનું એ વિશેની સ્પષ્ટતા વધારે જરૂરી છે, અને હું સ્પષ્ટ છું, મારે શું નથી કરવાનું એ વિશે.


હું પાંચમા ધોરણમાં હતી અને વિજ્ઞાનમેળાની એક વક્તૃત્વ સ્પર્ધામાં મારે બોલવા જવાનું હતું. મારી સાથે મારી સિનિયર પણ એ જ સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી. સ્પર્ધાના સ્થળે ગયા પછી ખબર પડી કે સ્પર્ધાના નિયમ પ્રમાણે હું અને મારી સિનિયર – અમે બેમાંથી કોઈ એક જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકીએ. ટીચરે બે ચિઠ્ઠી બનાવી કહ્યું કે ચિઠ્ઠી ઉપાડીએ અને જેનું નામ નીકળે એ સ્પર્ધામાં ભાગ લેશે. મેં ચિઠ્ઠી ઉપાડી એમાં મારું નામ નહોતું. મારી સિનિયરે એ સ્પર્ધામાં ભાગ લીધો. ત્યાર બાદ ટીચરે ભૂલથી પેલી બેઉ ચિઠ્ઠી મારા હાથમાં મૂકી દીધી. મેં ચિઠ્ઠી ખોલી, તો બેઉ ચિઠ્ઠીમાં મારી સિનિયરનું જ નામ લખેલું હતું. મેં ટીચરના હાથમાં એ બેઉ ચિઠ્ઠી મૂકી તો એમણે કહ્યું, ‘સૉરી બેટા, ક્યારેક ક્યારેક આવું પણ કરવું પડે….’ અને હું બહુ રડેલી. દસ વર્ષની ઉંમરે મારી જ સ્કૂલે મને શીખવી દીધેલું કે બીજા દસ-પંદર વર્ષ પછી – બહારની દુનિયામાં આવું જ બધું થવાનું છે. આજે મારી પ્રૉફેશનલ દુનિયામાં આવું બને છે ત્યારે સાવ ઠંડા દિમાગે જરાયે રડયા કકળ્યા વગર હું એ પરિસ્થિતિમાંથી બહાર આવી જાઉં છું અને ત્યારે પેલા સાયન્સ ટીચરને મનોમન થેંક્સ કહી દઉં છું.

કોઈની પાસે કશું પણ માગવું મને ક્યારેય ગમ્યું નથી. આ અણગમો મને જિંદગીએ આપ્યો છે અને જિંદગીએ આપેલા આ અણગમા સામે હું બહુ ખુશ છું, કારણ કે આ અણગમાએ મને એટલી ખાતરી ચોક્કસ જ આપી છે કે મારી પાસે જે કશું પણ હશે બધું મારી મહેનતનું – મેં મેળવેલું હશે. નાનપણથી હું થોડી જિદ્દી છું, જે ધારું છું અથવા તો જે ઈચ્છું છું એ કરીને રહું છું. મેં જે ઈચ્છયું એ બધું જ મા-પપ્પાએ હંમેશાં સ્વીકારી લીધું છે. બારમાની બૉર્ડની એકઝામના આગલા દિવસે અકાદમીની સ્પર્ધામાં નાટક પર્ફોર્મન્સ કરવા ગયેલી અને બંનેએ વાંધો લીધો નહોતો. બ્રાઈટ ઍકૅડેમિક કૅરિયર છોડીને ગમતી લાઈનમાં એડમિશન લીધું ત્યારે પણ બેઉ જણ કશું નહોતાં બોલ્યાં. એમણે નહીં ઈચ્છેલા નિર્ણયો લીધા ત્યારે પણ એમણે મને સપૉર્ટ જ કર્યો છે…. આજે જાતે કમાયેલા પૈસાથી મા કે પપ્પાને કશું ગિફટ કરું છું કે ઘર માટે કશું લઈ જાઉં છું ત્યારે એમની દીકરી માટે એમના ચહેરા પરનો આનંદ મને અજીબ સંતોષ આપી જાય છે. મા પાસેથી જિંદગીએ ઊભા કરી આપેલા સંજોગો સામે ઝઝૂમતાં શીખી છું તો પપ્પા પાસેથી કશી પણ ફરિયાદ વગર જિંદગીએ ઊભા કરી આપેલા સંજોગોને સ્વીકારી લેતાં શીખી છું. આગળ મૂકેલો પગ ફરી પાછો પાછળ મૂકવો પડે એવી પરિસ્થિતિમાં જિંદગી મૂકી આપે ત્યારે આગળ મૂકેલા પગને જમીનથી અધ્ધર કરી ત્યાં પડેલાં આપણાં ફૂટપ્રિન્ટ્સ ભૂંસી નાખી, પછી કશુંય બોલ્યા વગર પગ પાછળ લઈ લેવાનો – આવું જિંદગી પાસેથી શીખી છું. પરિપક્વતા મારા હિસ્સે થોડી વહેલી આવી છે પણ જ્યાં મને એવું લાગે કે મારે મારી જાતને પ્રોટેક્ટ કરવાની જરૂર નથી ત્યાં હું સાવ નાની થઈ જાઉં છું.

મને સંબંધોએ પણ ઘણું શિખવાડ્યું છે. પહેલાં હું એવું માનતી કે સામેવાળા પર એક વાર વિશ્વાસ મૂકી દો પછી આપણા એ વિશ્વાસને સાચવવાની જવાબદારી એની થઈ જાય છે. હવે એવું માનતી નથી. ઑબ્ઝર્વેશન મને ગમે છે. અઘરી પરિસ્થિતિમાં માણસ કેવું રિઍક્ટ કરે છે એ પરથી એનું આખું વ્યક્તિત્વ સમજી શકાય છે. મને માણસોનાં મન વાંચવાં ગમે છે. બીજાની જિંદગી પરથી મારે મારી જિંદગીમાં શું નથી કરવાનું અથવા તો શું નથી થવા દેવાનું એવું શીખી લેતી હોઉં છું….. પહેલાં હતી એવી હું નથી. મનથી ઘણી સ્થિર થઈ છું. નાનીમોટી કોઈ પણ વાતમાં બહુ સમજી-વિચારીને રિઍક્ટ કરતાં શીખી ગઈ છું. કશું નહીં બોલીને પણ માત્ર વર્તન દ્વારા જ ઘણા બધા મુદ્દાઓ રજૂ કરી શકાય છે એવું મિત્રો પાસેથી શીખી છું. જોકે સંબંધો અને લાગણીઓની બાબતમાં પહેલાં હતી એના કરતાં વધારે પ્રામાણિક થઈ છું. હવે હું એવું શીખી છું કે જ્યારે સાચું બોલી શકાય એવું ના હોય ત્યારે જુઠ્ઠું પણ ના બોલવું જોઈએ. ડૉ. મુકુલ ચોકસી પાસેથી પ્રત્યેક સંબંધની પૉઝિટિવ બાજુ જોતાં શીખી છું. મુકુલમામાને હંમેશાં પ્રત્યેક માટે પૉઝિટિવ જોયા છે. આપણા પોતાના પર્સનલ બાયસને બાજુ પર મૂકીને ચાલીએ તો સંબંધોને સાચવવા પડતા નથી એવું એ માને છે અને એ જ રીતે વર્તે પણ છે. જોકે એમને ક્યારેય કોઈ માટે બાયસ હશે કે કેમ એવો સવાલ મને એકલીને નહીં ઘણાને થયો જ હશે.

જિંદગીએ જ્યારે જ્યારે અણગમતા નિર્ણયો લેવડાવ્યા છે ત્યારે હંમેશાં તકલીફ થઈ છે. આવું મારા પક્ષે જ કેમ ? એવા પ્રશ્નો પણ થયા છે. પણ, સામી બાજુએ ઈચ્છા બહારનું સુખ – જિંદગીએ જ્યારે મારા ખોળામાં ભરી આપ્યું છે ત્યારે પેલી બધી જ તકલીફો ભુલાઈ ગઈ છે. જિવાય ગયેલાં પચીસ વર્ષોમાં જિંદગીએ – સંજોગોએ મને જે કંઈ પણ શિખવાડ્યું છે એમાંની ત્રણ વાતમાં હવે મને સૌથી વધારે શ્રદ્ધા છે…. એક, જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ… બીજું, જે કંઈ પણ આપણા હિસ્સે લખાયું હોય એ બધું આપણને મળે જ છે અને ત્રીજું, જ્યારે આપણે સાચા હોઈએ ત્યારે લડી લેવાનું, ન્યાય વહેલોમોટો આપણા પક્ષે જ આવે છે.

અગિયારમા ધોરણમાં સાયન્સ લાઈન નહીં લઈને ગમતી લાઈનમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો એ દાદાને બહુ ગમ્યું નહોતું. એ વખતે મેં દાદાને પ્રૉમિસ આપેલું, ‘જિંદગીમાં જે કશું પણ કરીશ શ્રેષ્ઠ જ કરીશ.’ એ પછી શીખતી ગઈ, ભૂલો કરતી ગઈ – શીખતી ગઈ અને આજે નક્કી કરેલા મુકામો સુધી પહોંચી છું ત્યારે દાદા નથી. પણ લર્નિંગની આ પ્રૉસેસમાં જિંદગીએ વાસ્તવિકતાને સ્વીકારી લેવાનું શીખવી દીધું. દાદાની ગેરહાજરીની વાસ્તવિકતા મેં સ્વીકારી લીધી ત્યારે જિંદગી પાસેથી એક નવી સમજણ મળી : ‘જે થવાનું હોય એ થઈને જ રહે છે !!’

વર્ષગાંઠ (08-05)


1 ) દોશી જ઼ૈનમ નીતિન જયસુખલાલ શાંતિલાલ
2 ) દોશી પ્રદીપ મુગટલાલ
3 ) મેહતા મીતા હરેશ વાડીલાલ
4 ) મેહતા વિદ્યાબેન સ્વરુપચંદ્ર
5 ) વાલીયા જેસિકા પીનાન્ક
6 ) સંઘવી ભારતી દીપક ખુશાલચંદ
7 ) શેઠ નયના રમણીકલાલ

Monday, May 7, 2012

વર્ષગાંઠ (07-05)


1 ) દોશી ભુપેશ મણીલાલ ઊજમશી
2 ) દોશી રંજનબેન દિનેશચંદ્ર ભાઈચંદ
3 ) મોદી જાહન્વી મનીષ કનુભાઈ
4 ) લોદરિયા હર્શલ રમેશ રતીલાલ
5 ) મેહતા સમીર મહેશ છોટાલાલ
6 ) મેહતા નિલેશ મહેન્દ્ર અંબાવીદાસ
7 ) સંઘવી વિજય રતીલાલ
8 ) સંઘવી નિકુંજ કમલેશ જયંતિલાલ
9 ) શાહ જ઼લક અશોક મનહરલાલ
10) શાહ આશિષ અરવિંદ દેવચંદ
11) શાહ પ્રિયંકા કિરણ વીરેન્દ્ર
12) શેઠ પ્રેક્ષા કેતન ધનવંતરાય શિવલાલ

Sunday, May 6, 2012

મૃત્યું



વતન : વાંકાનેર
હાલ :ઘાટકોપર, મુંબઈ 
મરનારનુ નામ : દમયંતીબેન મનહરલાલ શાહ 
ઉમર : ૯૦ વર્ષ
મરણ તારીખ : ૦૩-૦૫-૨૦૧૨
પતિ  : મનહરલાલ સુખલાલ શાહ
પુત્રો : મહેશ, દિનેશ, અશોક 
પુત્ર-વધુઓ : નીલા, ચંદ્રિકા, જ્યોતિ   
પુત્રી : ઉષાબેન પીયુશભાઇ મેહતા  
પૌત્રો- પૌત્રીઓ : સમીર, દિપક, હેતલ, ઉર્વી, કવિતા, જલક,કેતકી રાજીવ મેહતા 
પિતા : સ્વ. દુર્લભજી પોપટલાલ પટેલ (વાંકાનેર)



પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

ડૉ. સુરેશ દલાલના વાંચવા જેવા કથનો

ઈચ્છા, આશા, અપેક્ષા, મનોરથ, કોડ, મહત્વકાંક્ષા –
આ બધાં પુરુષાર્થ વિના જીવનકોશના નહીં પણજોડણીકોશના નિર્જીવ અને અર્થહીન શબ્દો છે.
***
કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસએમાં રાગદ્વેષના હાંસિયા દોરતો હોય છે.
જે માણસ હાંસિયા નથી દોરતો એ કદીય હાંસીપાત્ર નથીથતો.
***
બગાસું એ કંટાળાનું જાહેરનામું છે.
***
બિચારો પુરુષ, સંયુક્ત કુટુંબ હોય અને એ પત્નીનોપક્ષ લે તો એ ઘાઘરાઘેલો ગણાય
અને માબાપનો પક્ષ લે તો માવડિયો ગણાય.
***
પૈસાની જરૂરિયાત જીવનમાં છે જ; પણ એટલી હદે નહીંકે આખું જીવન બિનજરૂરી થઈ જાય.
***
ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાકલાગે એને વૃધ્ધાવસ્થા કહેવાય.
***
સુખ એ ચુંબન જેવું છે. જ્યારે કોઈને આપો છોત્યારે જ એની પરાકાષ્ઠા અનુભવો છો.
***
મહોલ્લાના મવાલીની જેમ લડતાં કે શેરીના કૂતરાનીજેમ ભસતાં દંપતીઓને
બાળક પર આની શી અસર થશે એનો કેમ વિચાર નહીં આવતોહોય ?
***
જેને કશું જોઈતું જ ન હોય એને તમે છેતરી કેમ શકો?
***
મનુષ્યનો અને આયુષ્યનો શબ્દમાં જેટલો પ્રાસ મળેછે એટલો જીવનમાં મળતો નથી.
***
– ડૉ. સુરેશ દલાલ

 

વર્ષગાંઠ(06-05)


1 ) દોશી નીલાબેન વસંતરાય
2 ) ગાંધી અમિત મધુસુદન લાલચાંદ
3 ) લોદરિયા કેતુલ સંજય પ્રાણજીવન હરજીવન
4 ) મેહતા વસંતબેન દુર્લભજી
5 ) પારેખ કેતન ઉમેદચંદ પાનાચંદ
6 ) પારેખ નીરવ રાજેશ મોહનલાલ
7 ) સંઘવી નીષિત કલ્પેન રાજેન્દ્ર હરજીવન
8 ) શાહ વિરલ દિલીપ જયસુખભાઈ
9 ) શાહ ઉર્વી દિલીપ જયસુખભાઈ
10) શાહ શીતલ પ્રદીપ રજનીકાન્ત
11) શાહ રાહુલ જયેશ ચંદુલાલ
12) શાહ દેસના ભદ્રેશ કાન્તિલાલ
13) સોલાણી રિશીતા તુષાર કિશોરચંદ્ર
14) વખારિયા સુધા કિરીટ કાન્તિલાલ

Saturday, May 5, 2012

વર્ષગાંઠ(05-05)


1 ) દોશી કિશોર રજનીકાન્ત
2 ) લોદરિયા અનીતા હિતેષ રવિચંદ
3 ) મેહતા વસુમતિ સૂર્યકાન્ત રસિકલાલ
4 ) મેહતા કલ્પના બિપીન શાંતિલાલ
5 ) મેહતા હરેશ અમૂલખરાય
6 ) સંઘવી દીના પરેશ દોશી
7 ) સંઘવી જ઼ૈનમ હિતેષ ચિમનલાલ પ્રાણજીવન
8 ) સંઘવી સૂર્યકાન્ત હરજીવન
9 ) શાહ સુલેખા જ્યોતિન ઉપાધ્યાય
10) શાહ પ્રીતિ પંકજ મુગટલાલ
11) શાહ ચેતન રમેશચંદ્ર
12) શાહ આશિષ દિનેશ ગુલાબચંદ
13) શેઠ ડૉ. જિગ્નેશ અનંતરાય સુમતીચંદ્ર
14) શેઠ બિપીન મુગટલાલ
15) શેઠ કેતન ધનવંતરાય શિવલાલ
16) ત્રેવાડિયા હીના હેમેન્દ્ર ગોપાલજી
17) ત્રેવાડિયા સુનંદા દિનેશ મૂળચંદ

Friday, May 4, 2012

જસ્ટ લવ ઈટ

સન્ડે રણકાર - સંજય વિ. શાહ

ઘરથી સ્ટેશન બે કિલોમીટર દૂર હોય તો હવે માણસ ચાલતો જાય છે કે? નથી જતો. ઓલમોસ્ટ નથી જતો. પણ એ માણસને જ વૈષ્ણોદેવી મોકલી દો તો તળેટીથી શિખર પગે પગે જાય છે કે નથી જતો? જાય છે, ઓલમોસ્ટ જાય જ છે. બહુ વિચિત્ર વાત નથી? બસની લાઈનમાં ઊભવાનો કંટાળો (ઘણાને શરમ પણ) આવે પણ લગ્નના રિસેપ્શનમાં એ લોકો જ સખણા ઊભા રહે છે કે નથી રહેતા? અંદરખાને થતું એડજસ્ટમેન્ટ એટલે બધા હાહાકાર, બધી હાડમારી કે બધી ખુશીનું હેડક્વોર્ટર. બાળકને જુઓ. એના જેટલી સહજતાથી કોઈ એડજસ્ટમેન્ટ કરી જ શકતું નથી. ખાલી પેટે રડી રડીને હોકો ચૂસીને બાળક જ તૃપ્ત થઈ શકે છે ને? પણ મોટાઓને ભરેલા પેટે, કસાયેલા શરીરે ભેંકડા તાણવામાંથી ફુરસદ જ મળતી નથી. રિઝલ્ટ શું આવે છે એનું? તમામ સુખ-સાહ્યબી, સાધન-સામગ્રી પછી પણ મોઢા પર એક જ ગીત, ‘ઈસ શહર મેં હર શખ્સ પરેશાન સા કયૂં હૈ...’’

માગ્યું મળે તો માણું એવી લવારાબાજી જરા બંધ થાય હવે, પ્લીઝ? જિંદગી સૌને લક્ઝરી ક્રુઝ જેવી ખપે છે પણ મોટે ભાગે તો સૌને તરાપો જ નસીબ થાય છે. તરાપો માણવો નથી એટલે સફર ઝુરાપો થાય છે. જેમ જેમ મોટા થવાય છે તેમ માંહ્યલો વધારે ઘવાય છે, ‘આ રહી ગયું, પેલું નહીં મળ્યું...’ અરે ચૂપ. પિનડ્રોપ સાઈલન્સ કરી નાખો હવે. એન્ડ જસ્ટ એન્જોય.

મંદ મંદ વાતા પવનના મ્યુઝિક જેવી છે આ મથામણ. આવડત હશે તો એને માણી શકાય. આવડત ઊભી કરો યાર. જેવી છે તેવી જિંદગી માટે કોઈક કહેશે જસ્ટ લિવ ઈટ, આપણે તો કહેવું લવ ઈટ. આ ચહેરો વણમાગ્યો મળ્યો તોય વહાલો થયો. જિંદગીમાં તો કેટલાયે ફેરફાર ઈચ્છાએ, ગડબડે, ભૂલથી કે લોચાથી થયા, પણ બધું કર્યું છે જાતે. એનો જશ્ન જો મનાવી શકાય તો અને માત્ર તો, આગળ જતાં વધારે સારું ને ઓછું ખરાબ થાય, કારણ કે પથારી કાંટાળી મળે તોય ઊંઘ તો વટવાળી માણવી જ પડે છે. જે માણી શકે છે એની સવાર જ તાજીમાજી પડે છે. ટ્રાય ઈટ.

વર્ષગાંઠ (04-05)


1 ) દોશી પ્રીતિ કિશોર રજનીકાન્ત
2 ) દોશી ભાવના નયનેશ ચંદુલાલ
3 ) મેહતા નીતિન પ્રવીણચંદ્ર
4 ) મેહતા બિપીન શાંતિલાલ
5 ) મેહતા અમિષ હસમુખ જેઠાલાલ
6 ) શાહ રૂપા ભરત શ્રોફ્ફ
7 ) શેઠ વિધિ જયેશ ત્રિભોવનદાસ

Thursday, May 3, 2012

વર્ષગાંઠ (03-05)


1 ) દોશી હિમાંશુ ધર્મેન્દ્ર તારાચંદ
2 ) દોશી નીરવ સુરેશ નવલચંદ
3 ) દોશી સંદીપ નગિનદાસ ભુદરલાલ
4 ) ગાંધી રાજેશ શાંતિલાલ કાળીદાસ
5 ) મેહતા ધારીણી ચેતન કેશવલાલ સુખલાલ
6 ) મેહતા દર્શન સેવંતીલાલ જેઠાલાલ
7 ) સંઘવી મેઘા જ઼િગ્નેશ સુરેશચંદ્ર
8 ) સંઘવી મોહીની જગદીશ મનસુખલાલ
9 ) સંઘવી રોહિત કિશોરચંદ્ર હરજીવન
10) શાહ હેમલ દિનેશ પ્રભુલાલ
11) શાહ વિરેશ ભુપતલાલ પ્રેમચંદ
12) શાહ રાધા કુન્દનભાઈ બચુભાઈ
13) શાહ હસમુખ પ્રદ્યુતભાઈ
14) શેઠ જ઼િગ્નેશ ધીરજલાલ છોટાલાલ

Wednesday, May 2, 2012

મૃત્યુ


 



અરણિટિમ્બા હાલ કાંદીવલી હસમુખલાલ પોપટલાલ શાહ (ઉં. વ. ૬૬) ૩૦-૪-૧૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. પિયુષ, અમીત, કાજલના પિતાશ્રી. જીજ્ઞા, રૂપલ, સૌરભના સસરા. સ્વ. અનંતરાય, સ્વ. ચંદુભાઇ, સ્વ. રસીકભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. જયાબેન, સ્વ. મુકતાબેન, સ્વ. મંજુબેન, સ્વ. નીલમબેનના ભાઇ. સ્વ. જયંતીલાલ કુરજી મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા ૩-૫-૧૨ ગુરૂવારના ૪ થી ૬ સ્થળઃ પાવનધામ, બી.સી.સી.આઇ. ગ્રાઉન્ડની સામે, પીઝાહટવાળી ગલી, મહાવીર નગર, કાંદીવલી (વે.).

પરિવાર

પરિવારમાં.
બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય,
સુચન ન હોય પણ સમજણ હોય,
કાયદો ન હોય પણ અનુસાશન હોય,
ભય ન હોય પણ ભરોસો હોય,
શોષણ ન હોય પણ પોષણ હોય,
કલેશ ન હોય પણ કદર હોય,
આગ્રહ ન હોય પણ આદર હોય,
સંપર્ક નહિં પણ સંબંધ હોય,
અને
સમજણ સાથે સર્જન હોય
એ જ સાચો પરિવાર કહેવાય
અજ્ઞાત

વર્ષગાંઠ (02-05)


1 ) દોશી સંદીપ મહેન્દ્ર ચત્રભુજ
2 ) ગાંધી નીતિન વિક્રમચંદ
3 ) મેહતા મિતુલ પ્રવીણચંદ્ર કાન્તિલાલ
4 ) મેહતા જાહ્નવિ સંદીપ હરીલાલ
5 ) સંઘવી અતુલ વિનયચંદ્ર છગનલાલ
6 ) શાહ રોનિલ કેકિન કાન્તિલાલ
7 ) શેઠ નલિન જીવરાજ઼

Tuesday, May 1, 2012

વર્ષગાંઠ (01-05)


1 ) દોશી રશ્મિકાન્ત ધીરજલાલ
2 ) લોદરિયા રીમા વિપુલ વસંત નગીનદાસ નંદલાલ
3 ) પારેખ નયના દિનેશ જેઠાલાલ
4 ) સંઘવી વિનોદરાય મણીલાલ
5 ) સંઘવી મીના નવનીત તલકચંદ
6 ) શાહ અરુણા નરેશ અમૃતલાલ
7 ) શેઠ કિશોર જીવરાજ઼