Pages

Wednesday, April 4, 2012

કાશ્મીર વિષે હિરેન મેહતા





ચિત્રલેખાના વિશેષ પત્રકાર શ્રી હિરેન મેહતાનુ  કાશ્મીર વિષે  પ્રવચન


વર્ષગાંઠ (04-04)


1 ) દોશી સમીર રજનીકાન્ત ચત્રભુજ
2 ) સંઘવી અમી જતીન
3 ) મેહતા કૃષા કેતન અનીલકુમાર
4 ) મેહતા લોપા રાજેશ હસમુખરાઈ
5) મેહતા વીણાબેન હિતેષકુમાર વોરા
6 ) શાહ ડૉ.. ભાવીની ભૈરવ દિલીપકુમાર
7 ) શાહ વિક્રમ ચમનલાલ

Tuesday, April 3, 2012

વર્ષગાંઠ (03-04)


1 ) મેહતા હર્ષદ સેવંતીલાલ
2 ) મેહતા અંકિત અશોક જટાશંકર
3 ) પટેલ જ઼િનિત નીતિનકુમાર મણીલાલ
4 ) શાહ વિશાલ કમલેશ જમનાદાસ
5 ) શાહ ચિંતન પ્રદીપ કુશળચંદ
6 ) શેઠ જયેશ દુષ્યંત
7 ) શેઠ ભારતી વીનુભાઈ હેમતલાલ
8 ) ત્રેવાડિયા મહેક મનીષ હર્ષદરાય

Monday, April 2, 2012

નિયતિ રામને પણ ન છોડે

આપણે સૌ પૃથ્વી નામના ગામના નાગરિકો છીએ. એ ગામનું અસલ નામ ‘જીવનગ્રામ’ છે. સમગ્ર બ્રહ્માંડમાં આવું બીજું કોઈ ગામ હોવાનું જાણ્યું નથી. ગામમાં રહેનાર સૌને દુઃખની ભેળસેળ વગરનું સુખ જોઈએ છે. સુખ માણસની ઝંખના છે, દુઃખ જીવનની હકીકત છે. ભગવાન બુદ્ધને સમજાયું કે જીવન દુઃખમય છે. તથાગતે લાંબા ચિંતનને અંતે ચાર આર્યસત્યો માનવજાતને સંભળાવ્યાં : 1. દુઃખ છે. 2. દુઃખનું કારણ છે. 3. દુઃખનો ઉપાય છે. 4. ઉપાય શક્ય છે. આવી દુઃખમીમાંસાને અંતે તથાગતે બ્રહ્મવિહારનાં ચાર પગથિયાં બતાવ્યાં : ‘મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા (ઉપેક્ષા એટલે વૈરાગ્યયુક્ત જીવનદષ્ટિ)

આપણા જેવા સામાન્ય માણસો સુખની ક્ષણે છલકાઈ જાય છે અને દુઃખની ક્ષણે બેવડ વળી જાય છે. આપણને સૌને એક પ્રશ્ન સતાવે છે : દુઃખની સાથે કામ શી રીતે પાડવું ? જીવનમાં ચાર પ્રકારની દુઃખદ ઘટનાઓ માટે માણસે પોતાના મનને સતત તૈયાર રાખવાનું છે.
1. સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ
2. કલ્પના પણ ન કરી હોય એવી વ્યક્તિ તરફથી દગાબાજી
3. ઓચિંતો ત્રાટકેલો કોઈ અસાધ્ય રોગ
4. સંજોગોના ષડયંત્રને કારણે આવી પડેલી ગરીબી.

સુખની ઝંખના ટાળવા જેવી બાબત નથી. દુઃખની પ્રતીક્ષા ન હોય, પરંતુ એ આવી જ પડે ત્યારે સાધકે કહેવાનું છે : ‘ભગવન ! તારી ઈચ્છા પૂર્ણ થાઓ.’ આ વાત કહેવી સહેલી છે, પણ પચાવવી મુશ્કેલ છે. આપણું જીવન એક એવું રહસ્ય છે, જે આપણને જ સમજાતું નથી. ત્રણ અંગ્રેજી શબ્દો અગત્યના છે : Myth, Mysticism અને Mystery. આ ત્રણે શબ્દો ગ્રીક ક્રિયાપદ ‘Musteion’ પરથી આવેલા છે. એનો સીધોસાદો અર્થ છે : ‘મોં બંધ કરવું અને આંખો બંધ કરવી.’ આપણા રોજિંદા જીવનમાં એક જ વાત મનોમન પાકી કરવાની છે કે જીવન ઢંકાયેલું (Obscure) છે, અંધારામાં ગોપાયેલું છે કે પછી શાંતિથી ભરેલું છે. આવી સહજ અનુભૂતિ જ્ઞાન ભણીની યાત્રાનો પ્રારંભ બની જાય એ અશક્ય નથી. દુઃખને આમંત્રણ આપવાનું નથી, પરંતુ આવી પડેલા દુઃખનો સદુપયોગ કરી લેવાનું ટાળવા જેવું નથી. જૉન બોરિસેન્કો કહે છે : ‘તમે મૃત્યુ પામશો કે નહીં એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે મૃત્યુ પામશો.’ જીવન રહસ્યમય છે, પરંતુ મૃત્યુ તો સાક્ષાત રહસ્ય જ છે.

જે ચીજની આપણે તૃષ્ણા નથી રાખી તે ચીજ આપણા દુઃખનું કારણ બનવાની તાકાત ગુમાવી બેસે છે. સુખની ઝંખના નથી સતાવતી, પરંતુ છીછરા સુખની ઝંખના આપણી આનંદયાત્રામાં અંતરાય ઊભો કરનારી છે. શરાબસેવન સુખદાયી જણાય છે, પરંતુ લાંબે ગાળે એ આપણા સહજ આનંદને કાપે છે. આપણી નાનીમોટી ઈચ્છાઓના રાફડા સર્જાતા રહે છે. જેની ઈચ્છા રાખીએ તે કાયમ ઈચ્છનીય હોય છે ખરું ? જેની પ્રાપ્તિ આપણી તૃષ્ણાને જગાડે છે તે પ્રાપ્તવ્ય જ હોય એવું ખરું ? જેનું આપણે મન ઘણું મૂલ્ય હોય તે ખરેખર મૂલ્યવાન હોય જ એવું ખરું ? આજકાલ જ્યાં જુઓ ત્યાં છીછરા સુખ પાછળની દોટ જોવા મળે છે. છીછરું સુખ આખરે તો ઊંડા દુઃખમાં પરિણમતું જોવા મળે છે. ટેકનોલૉજી સુખ અને દુઃખથી પર એવા આનંદથી આપણને છેટા ન રાખે ત્યાં સુધી આવકારદાયક છે. ‘આનંદ’ શબ્દનો કોઈ વિરોધી શબ્દ નથી. વૈરાગ્ય વિના આનંદ ક્યાંથી ? આપણી અઢળક ઈચ્છાઓને સખણી રાખનારા વૈરાગ્ય (ઉપેક્ષાભાવ) વિના આનંદની સહજ અનુભૂતિ શક્ય ખરી ? ઈચ્છાપૂર્તિમાં બધું જીવન વીતી જાય ત્યારે માનવું કે જીવનભર મજૂરી જ ચાલતી રહી. મજૂરી કદી પણ આનંદપર્યવસાયી ન હોઈ શકે. સફળતાની ઝંખના રોગની કક્ષાએ પહોંચે ત્યારે નિષ્ફળતાનું સૌંદર્ય નષ્ટ થાય છે. રળિયામણી નિષ્ફળતા સૌના નસીબમાં ક્યાંથી ? એક ફ્રેન્ચ કહેવત છે : જખમોની કથા ધૂળ પર લખજો, પરંતુ કરુણાની કથા આરસપહાણ પર લખજો.

મર્યાદાપુરુષોત્તમ રામનું જીવન દુઃખ નામના તત્વને સમજવામાં ઉપકારક થાય તેમ છે. જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તે જ દિવસે ચૌદ વર્ષનો વનવાસ આવી પડ્યો. વનવાસ પૂરો થવામાં હતો ત્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું. અયોધ્યામાં રામરાજ્ય સ્થપાયું અને ઓચિંતો સીતાત્યાગનો પ્રસંગ ઉપસ્થિત થયો. વાલ્મીકિ ઋષિના પ્રયત્નને પરિણામે ફરીથી રામસીતા મિલનની ક્ષણ નજીક હતી ત્યાં સીતા પૃથ્વીમાં સમાઈ ગઈ. જો નિયતિ રામને ન છોડે તો આપણને છોડે ખરી ? જીવનમાં બધું કેમ, કઈ રીતે અને કોના દોરીસંચારથી બને છે તેનો ખયાલ આપણને આવતો નથી. જીવનના રહસ્યનો આવો અભિક્રમ આપણા હાથની વાત નથી. શું દુઃખ સામે હાથ જોડીને બેસી રહેવું ? રામનું જીવન અહીં પ્રેરણાદાયી બની શકે. સીતાનું અપહરણ થાય એ નિયતિનો ખેલ હતો, પરંતુ રાવણવધ એ રામના પ્રચંડ પુરુષાર્થનું પરિણામ હતું.

ઈચ્છાપૂર્તિ માટે સતત મથવું એ કામદારવૃત્તિ છે. સુખનો સહજ સ્વીકાર એ કારીગરવૃત્તિ છે. સાક્ષીભાવે દુઃખનો વૈરાગ્યપૂર્ણ સ્વીકાર એ કલાકારવૃત્તિ છે. જીવન નાની નાની અસંખ્ય ઘટનાઓનું બનેલું છે, પરંતુ જીવન સ્વયં નાની ઘટના નથી. જીવતાં હોવું એ પ્રાપ્તિ છે, પરંતુ જીવંત હોવું એ ઉપલબ્ધિ છે.

– ગુણવંત શાહ
['ભગવાનની ટપાલ'માંથી સાભાર ] 

વર્ષગાંઠ (02-04)


1 ) દોશી જાગૃતિ ગૌતમ ભૂપેન્દ્ર
2 ) દોશી ગીતાબેન જશવંતરાઈ
3 ) ગાંધી હર્ષ હિતેન છોટાલાલ
4 ) મેહતા હિમાની પરેશ જયસુખલાલ રતીલાલ
5 ) મેહતા કનક ત્રિકમજી
6 ) સંઘવી અવંતી રમણીકલાલ
7 ) સંઘવી પ્રીતિ મનોજ પ્રવીણચંદ્ર હરજીવન
8 ) શાહ બિપીન જયસુખલાલ
9 ) શાહ ચાર્મી જિતેન્દ્ર રસિકલાલ
10) વોરા શિલ્પા કનૈયાલાલ ખંતિલાલ

Sunday, April 1, 2012

મૃત્યુ


 

વાંકાનેર (હાલ મુંબઈ) સ્વ. શાંતિલાલ વજેશંકર વખારિયાના ધર્મપત્ની ગં. સ્વ. વસંતબેન (ઉં. વ. ૭૬) તે કાંતિલાલના ભાઈના પત્ની, તે તરૂણભાઈ, કિરીટભાઈ, જીતેન્દ્રભાઈ, લીનાબેનના કાકી. તે શાંતિલાલ કાનજી શાહના પુત્રી, તે સ્વ. પ્રવિણભાઈ, ડૉ. અનોપભાઈ, સ્વ. લલિતભાઈ, હંસાબેન વસંતલાલ શાહના બેન મુંબઈ મુકામે શનિવાર, ૩૧-૩-૧૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, ૨-૪-૧૨ના ૪ થી ૫.૩૦. ઠેઃ એસ. એન. ડી. ટી. કોલેજ, અમુલખ અમીચંદ સ્કૂલ પાસે, રફી અહમદ કીડવાઈ રોડ, કીંગ્સ સર્કલ. (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.)

વર્ષગાંઠ (01-04)


1 ) દોશી પંકજ નવલચંદ
2 ) લોદરિયા જીત દિનેશ મુગટલાલ
3 ) મેહતા ભાવિક રાજેશ કેશવલાલ સુખલાલ
4 ) મેહતા મંજૂલા નીરંજન ભોગીલાલ
5 ) ગાંધી ધીરજલાલ વિરપાળ
6 ) મેહતા પાર્શ્વ ધર્મેન્દ્ર વાડીલાલ
7 ) પારેખ વીણા હર્ષદરાય નવલચંદ
8 ) શાહ વીણા પંકજ મનહરલાલ
9 ) શાહ પ્રદીપ રજનીકાન્ત
10) ત્રેવાડિયા નેહા જયેશ ઉજમશી
11) ત્રેવાડિયા ધરતી ભાવેશકુમાર મૂળચંદભાઈ

Saturday, March 31, 2012

સૌંદર્ય પામતા પહેલા

 એમને ચરણે જ્યારે મેં મસ્તક ધર્યું કે તરત જ મારાં ચક્ષુઓમાંથી આંસુની ધારા વહેવા લાગી. ચાંદની રાતમાં જાણે હિમાલય અતિ મીઠાશથી બોલતો હોય તેમ તેમણે બહુ જ ધીમેથી મને પૂછ્યું :
‘વત્સ ! મારાં ચરણો ઉપર મોતી ખરતાં હોય એવું લાગે છે.’
‘જી હા, એ મારાં આંસુ છે.’
‘મને મળવાથી તારામાં આટલો બધો આનંદ ઊભરાય છે ?’
મેં કહ્યું : ‘કૃપાનાથ ! એ આંસુ આનંદનાં નથી પણ દુઃખનાં છે.’
તેમણે આશ્ચર્યથી પૂછ્યું : ‘દુઃખ ? મેં તને આપવામાં કંઈ બાકી રાખ્યું છે ?’
‘જી, નહીં. સર્વ પ્રકારની સુખસમૃદ્ધિ છે. છતાં પણ દુઃખ થાય છે. હૃદય બળ્યા કરે છે. આપે દુઃખ શા માટે પેદા કર્યું ? જવાબ આપો.’
આ સાંભળીને તેમણે મને હાથ પકડીને ઊભો કર્યો અને પૂછ્યું :
‘દૂર પૂર્વમાં દેખાય છે તે શું છે ?’
‘સૂર્ય.’
‘સૂર્ય અંધકારને જાણે છે ? એને ખબર જ નથી કે અંધકાર શું છે. એ તો શાશ્વત પ્રકાશ છે. એના અસ્ત પછી અંધકાર થાય છે. એનો અર્થ એ નથી કે અંધકાર સૂર્યમાંથી પ્રગટ થયો છે. અને તું મને શું કહીને પોકારે છે ?’
‘પરમ આનંદ !’
‘બસ ત્યારે, હવે તું જ કહે, જો હું સંપૂર્ણ આનંદ છું તો પછી હું દુઃખને ઉત્પન્ન કેવી રીતે કરી શકું ? આ સૃષ્ટિ ઉપર મેં ખૂણે ખૂણે સુખ અને સમૃદ્ધિ પાથર્યાં છે. તારી જરૂરિયાતો પૂરી થાય એટલા માટે મેં ધરતીમાં અનાજના ભંડાર ભર્યા છે, પાણી મળે એવી વ્યવસ્થા કરી છે, જીવવામાં તકલીફ પડે નહીં એટલા માટે વાયુ તથા પ્રકાશને તારી સેવામાં હાજર રાખ્યા છે અને આ ઉપરાંત તારા મોજશોખ માટે મેં રંગબેરંગી પુષ્પો ઉત્પન્ન કર્યાં છે. પક્ષીઓના કંઠમાં સંગીત મૂક્યું છે, સુંદર અને મધુર ફળ પાકે એવી વ્યવસ્થા કરી છે અને આકાશમાં અદ્દભુત સૌન્દર્ય પાથર્યું છે. મેં તો ચારે બાજુ સુખનું અને આનંદનું જ સર્જન કર્યું છે, પણ આ સુખ તું જીરવી ન શક્યો એટલે તેં જ દુઃખ ઉત્પન્ન કર્યું છે. દુનિયામાં જે કંઈ દુઃખ દેખાય છે એ તમે લોકોએ જ પેદા કર્યું છે. બાકી હું તો દુઃખ જેવો શબ્દ પણ જાણતો નથી.’
આ સાંભળીને મારી આંખમાંથી હર્ષનાં આંસુઓ વહેવા લાગ્યાં અને સૃષ્ટિમાં મને ચારે બાજુ સૌંદર્યનાં જ દર્શન થવા લાગ્યાં.

-વજુ કોટક
[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]
 

વર્ષગાંઠ (31-03)


1 ) દોશી ભવ્યા ભુપેશ મણીલાલ ઊજમશી
2 ) ગાંધી ફાલ્ગુનિ હિતેષ શાંતિલાલ કાળીદાસ
3 ) મણીયાર વસુમતિ જયંતિલાલ
4 ) મેહતા રાહિલ ભાવેન કુમુદચંદ્ર
5 ) મેહતા ધ્રુવ મેહુલ હસમુખલાલ કેશવલાલ
6 ) મેહતા ભરત કુમાર ભોગીલાલ
7 ) સંઘવી જગદીશ મનસુખલાલ
8 ) શાહ કુશળ સમીર નટવરલાલ
9 ) શાહ મૂકેશ ગુણવંતરાય
10) વખારીયા હિતેષ કિશોર લાભશંકર

Friday, March 30, 2012

વર્ષગાંઠ (30-03)


1 ) ઘૉલાણી વસંત ધીરજલાલ સોમચંદ
2 ) મેહતા ચેતના હર્ષદ સેવંતીલાલ
3 ) મેહતા જિતેન્દ્ર જ઼ેવન્તલાલ
4 ) મેહતા મનીષ વસંતલાલ
5 ) સંઘવી દક્ષા યોગેશ રમણીકલાલ
7 ) શાહ નવીનચંદ્ર શાંતિલાલ
8 ) શાહ ચૈતાલી કુન્દનભાઈ
9 ) શાહ વૈભવ દિલીપભાઈ ચમનલાલ
10) શેઠ કલ્પના રાજેશ શાહ
11) શેઠ પ્રીતિ મહેન્દ્ર રમણીકલાલ
12) શેઠ જય ભુપતરાય ખુશાલચંદ
13) વોરા ભારતી સુરેશ ગિરધારલાલ

Thursday, March 29, 2012

કામ બોલે છે

ઘણા માણસો એવા જોવામાં આવે છે કે જેઓ કામ ઓછું કરતા હોય છે અને પોતે ઘણું કામ કરી રહ્યા છે એવી જાતનો ઢંઢેરો પીટતા જોવામાં આવે છે. આવી મનોવૃત્તિવાળા માણસો જીવનમાં જલદી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને એક ઠેકાણે કદી લાંબો સમય ટકી શકતા નથી. એમની ભાષાની ભભકથી અને ધાંધલિયા સ્વભાવથી થોડા વખત માટે એવી છાપ જરૂર પડે છે કે આ લોકો ખૂબ કામ કરી રહ્યા છે, પણ કાર્ય પછી ભલે ગમે એવું મોટું હોય કે નાનું, એ પરિણામ દર્શાવ્યા વિના રહેતું જ નથી. આવા માણસના પરિચયમાં આંકડા નજર સમક્ષ આવીને ઊભા રહે છે ત્યારે આપણને ભાન થાય છે કે ખોટી ધાંધલ એ કાર્ય નથી.
 
હાથમાં લીધેલું કાર્ય તો ત્યારે જ ખીલી ઊઠે છે કે જ્યારે માણસની વાણી મર્યાદિત બને છે અને શક્તિઓ બધી કામે લાગે છે. માણસ પોતે પોતાના કાર્ય વિષે બોલે એના કરતાં કાર્ય પોતે જ બોલી ઊઠે એમાં જ સિદ્ધિનાં દર્શન આપણને થાય છે. જે ખરેખર કાર્યકર્તા છે એ કદી પણ બહુ બોલતો નથી. અને બીજા લોકોને એમ કહેતો નથી કે આ બધું હું જ કરી રહ્યો છું અને મારે લીધે જ બધું ચાલે છે. કોઈ પણ વસ્તુના સર્જન વખતે શબ્દો હમેશાં મૌન ધારણ કરે છે. કવિ, ચિત્રકાર, લેખક, કલાકાર, કારીગર કે શિલ્પી જ્યારે ખરેખર સર્જન કરવા બેસે છે ત્યારે એની જીભ તદ્દ્ન શાંત થઈ જાય છે. જીભ પરનો સંયમ માણસ જ્યારે મેળવે છે ત્યારે એના અંતરમાં એવા પ્રકારની એક શક્તિ પેદા થાય છે કે જેને લીધે એનું કાર્ય વધુ ને વધુ આગળ ધપતું જાય છે. કાર્ય સાધતી વખતે મૌન ધારણ કરવું એ કુદરતનો ક્રમ છે. સિંહ જ્યારે શિકાર ઉપર કૂદી પડવાનો હોય છે ત્યારે તે કદી ગર્જના નથી કરતો. અને ગાજ્યા મેહ વરસતા નથી તેમ જ ભસતા કૂતરા કરડતા નથી એ કહેવત પાછળ પણ આ જ હેતુ છુપાયેલો છે ! ટૂંકમાં, આપણે બહુ બોલબોલ કરીએ છીએ ત્યારે આજુબાજુના બે-પાંચ માણસો જ એ વાત સાંભળે છે, પણ જ્યારે કામ બોલે છે ત્યારે આખી દુનિયા જાણે છે !
-વજુ કોટક 
[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]

વર્ષગાંઠ (29-03)


1 ) દોશી કૃતી ધર્મિન દિનેશભાઈ

2 ) મેહતા જ્યોત્સના રમેશચંદ્ર કેશવલૅલ
3 ) પટેલ ધ્વની દિવ્યેશ અનંતરાય
4 ) સંઘવી કૃતી હસમુખ ચિમનલાલ પ્રાણજીવન
5 ) સંઘવી દિવ્યંમ ભાવેશ રાજેન્દ્ર
6 ) શાહ વિજય રવિચંદ
7 ) સોલાણી કિરીટ તલકશી

Wednesday, March 28, 2012

વર્ષગાંઠ (28-03)


1 ) ઘૉલાણી કશીશ પરીન મનહર ધીરજલાલ સોમચંદ

2 ) લોદરિયા નિધિ પંકજ મગનલાલ
3 ) મેહતા હર્ષા મનોજ નગિનદાસ
4 ) મેહતા સ્મિતા ચેતન સ્વરુપચંદ્ર
5 ) મેહતા શોભના સેવંતીલાલ જેઠાલાલ
6 ) સંઘવી બીનાબેન વિપુલભાઈ શાહ
7 ) સંઘવી કપિલ પ્રવીણભાઈ ચંદુલાલ
8 ) શાહ વિશાલ દીપક નગિનદાસ
9 ) શાહ ચંદુલાલ પોપટલાલ
10) સોલાણી ભાવેન રાજેન્દ્ર રતીલાલ

Tuesday, March 27, 2012

પ્રભાતનાં પુષ્પો


બસને શેઠસાહેબ ! આખરે તો મેં ધાર્યું હતું એવું જ નીકળ્યું. લોકો તમારા બહુ વખાણ કરતા હતા, પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે મહાન કરોડપતિ ગણાઓ છો પણ તમારી સાથે પડેલા પ્રસંગ પછી મને લાગ્યું કે તમારા કરોડો રૂપિયા ધૂળ જેવા છે. દોલત ભેગી કરી છે પણ એમાંથી એક પાઈ પણ તમને વાપરતાં આવડતી નથી. એમ તો તમારી પાસે ફક્ત હજારેક રૂપિયા આ સંસ્થા માટે લેવા આવ્યા હતા, પણ હજારનું નામ સાંભળીને જ તમારું હૃદય ફફડી ઊઠ્યું. તમે બોલી ઊઠ્યા : ‘હમણાં તો વેપાર બરાબર ચાલતો નથી. બજારમાં બહુ મંદી આવી ગઈ છે. કોઈ હિસાબે ખરચા કરવા પોસાય એમ નથી. અમે તો મરી ગયા છીએ.’
આવું આવું તમે ખૂબ બોલ્યા. અને મને મનમાં થયું કે કરોડોની દોલત ધરાવતો આ માનવી ખરેખર ભિખારી જેવો છે ! અને વાત પણ સાચી છે. માણસ ધનિક હોવા છતાં પણ જ્યારે કોઈને કંઈ આપવાનું આવે ત્યારે રોદણાં રડવા બેસે એ ભિખારી નહીં તો બીજું શું ? જો તમે ધાર્યું હોત તો ઓછા પૈસા પણ આપી શકત. અમે સંતોષ માનત. પણ આ તો આપવાની વાત આવી ત્યાં જ તમને તાવ આવી ગયો. પૈસા છે એટલે ભલે તમે શેઠ ગણાઓ, પણ અમારી નજરમાં તમે શેઠ નહીં પણ શઠ ઠરી ચૂક્યા છો. યાદ રાખજો શેઠસાહેબ કે આ દુનિયામાં જે માનવી આપી શકે છે એ જ ખરો શેઠ છે. જગતમાં બીજાને માટે કંઈ કરી જનારાઓ જ અમર રહ્યા છે. ઈતિહાસને ચોપડે કદી લોભી પુરુષોનાં નામ લખાયાં નથી એ ભૂલી જતા નહીં. બેન્કમાં જમા થયેલી લક્ષ્મી તમે મૃત્યુ પામશો કે તરત જ એનું મૃત્યુ થશે, પણ પરહિત કાજે વાપરેલું નાણું તમને મૃત્યુ બાદ પણ શેઠ તરીકે ઓળખાવશે એ તમે નથી જાણતા. સંઘરી રાખેલી વસ્તુ આખરે નાશ પામે છે, પણ વાપરેલી ચીજ સદા અમર રહે છે. તમે લક્ષ્મીનો સંગ્રહ કરીને બેઠા છો અને મનમાં ફુલાઓ છો કે તમે મહાન કરોડપતિ છો. હાથની એક બાજુ તમે સખત દોરી બાંધશો તો તે બીજી બાજુ ફૂલી જશે અને ફૂલી ગયેલો હાથ જોઈને તમે એમ માની બેસો કે તમારામાં લોહી વધી ગયું છે ! આવી છે તમારી જિંદગી ! સોજો ચડી ગયેલા દેહને તમે તંદુરસ્ત માની બેઠા છો.’
ભૂમિમાં એક દાણો વાવશો તો કુદરત તમને હજારગણા દાણા આપશે. વડલાના એક નાના એવા બીજમાંથી જાજરમાન વડલો પ્રગટ થાય છે એ શું તમે નથી જાણતા ? પરહિત કાજે ખરચેલી એક પાઈની કિંમત, અંગત સ્વાર્થ અને વિલાસ માટે ખરચેલ લાખ્ખો રૂપિયા કરતાં વધુ છે, કારણ કે એકનો હિસાબ સ્વર્ગના ચોપડે જમા થાય છે ત્યારે બીજાનો તો સીધો જ ધુમાડો થઈ જાય છે. લાખ રૂપિયાના વ્યાજ કરતાં પણ આવી રીતે પાઈનું વ્યાજ વધુ આવે છે ! લક્ષ્મીને તમે બાંધી બેઠા છો, કોઈને કંઈ આપવું નથી અને નામ મેળવવું છે. શેઠ કહેવડાવવું છે. જો પૈસાને જોરે જ, કોઈને એક પણ પાઈની મદદ કર્યા વિના તમારે ઉચ્ચ ગણાવવું હોય તો તે ભૂલી જજો. એવા પૈસા તો આજકાલ ચમારને ઘેર પણ ઊભરાઈ ઊઠ્યા છે.
એક વખત સ્વર્ગમાં દરબાર ભરાયો હતો. દરવાજા પાસે બે માણસો આવીને ઊભા રહ્યા. દરવાને એક માણસને દાખલ કર્યો કે તરત જ બીજા માણસે વાંધો ઉઠાવ્યો. તેણે કહ્યું :
‘આ માણસ ભિખારી છે. અમારી દુનિયામાં તે ભીખ માગતો હતો.’
દરવાને પૂછ્યું : ‘ત્યારે તમે શું કરતા હતા ?’
જવાબ મળ્યો : ‘હું તો મોટો કરોડપતિ છું.’
દરવાને જવાબ આપ્યો : ‘માફ કરજો સાહેબ, અહીંના ચોપડામાં તમારા નામે જમા થયેલી એક પાઈ પણ નથી. આ ભિખારીએ બહુ જ દુઃખી સ્થિતિમાં બીજા એક ભિખારીને બે આનાની મદદ કરી હતી. એના બે આના અહીં જમા કરવામાં આવ્યા છે. માફ કરજો, હું તમને દરબારમાં દાખલ નહીં કરી શકું.’
મને પણ ભય છે કે તમારું જીવન આમ ચાલ્યું જશે તો સ્વર્ગને દરવાજે તમારી આ જ સ્થિતિ થવાની છે. જો તમારે ખરેખરા શેઠ થવું હોય તો આપતાં શીખો. આપનારનો ભંડાર કદી પણ ખૂટતો નથી. જે શુદ્ધ ભાવે કોઈ પણ જાતના બદલાની આશા વિના આપે છે એને કુદરત અનેકગણું આપી રહે છે.

– વજુ કોટક
[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]

વર્ષગાંઠ (27-03)


1 ) દોશી જ઼િનાન્શ નરેન્દ્ર વિક્રમચંદ

2 ) દોશી ભવિષા નીતિન ઈન્દુલાલ માણીલાલ
3 ) ગાંધી શૈલેશ હિમતલાલ
4 ) મેહતા હિયા વિરલ મહેશ છોટાલાલ
5 ) મેહતા જયનિશ ભરત અમૃતલાલ
6 ) પારેખ મનહરલાલ જગજીવનદાસ
7 ) શાહ વિરલ જિતેન્દ્ર
8 ) શાહ કિશોર દેવચંદ