Pages

Friday, March 9, 2012

વર્ષ ગાંઠ (09-03)


1 ) ગાંધી શાંતિલાલ કાળીદાસ
2 ) મેહતા દર્શના સુજીત ચંદ્રકાન્ત વનેચંદ
3 ) મેહતા ઉષા ચમનલાલ જીવરાજ઼
4 ) મેહતા સોહિલ ભરત વિનોદરાઈ
5 ) મેહતા બીના શૈલેશ પ્રભાશંકર
6 ) શાહ કામિની પરાગ રતીલાલ
7 ) શાહ ભાવિક જિતેન્દ્ર નલિનકુમાર
8 ) શેઠ અલકા નીશાન્ત ચંદ્રવદન
9 ) શેઠ જગદીશ કાન્તિલાલ
10) વોરા જીલ મૂકેશ માણેકલાલ
11) વોરા નવીન ડુંગરશી

Thursday, March 8, 2012

હોળીની શુભકામના







વર્ષ ગાંઠ (08-03)


1 ) દોશી કવિતા નરેન્દ્ર વિક્રમચંદ
2 ) મેહતા ચિરાગ જયેશ નટવરલાલ
3 ) મેહતા દિલીપ કેશવલાલ સુખલાલ
4 ) મેહતા મધુસુદન વાડીલાલ
5 ) શાહ નલિની કેકિન કાન્તિલાલ
6 ) શાહ રાશિ ચન્દ્રેષ દિનેશચંદ્ર
7 ) શાહ પંક્તિ દીપક દિનેશચંદ્ર
8 ) શાહ હેમન્ત ધીરુભાઈ
9 ) શેઠ યશોમતિ રમણિકલાલ

Wednesday, March 7, 2012

મંગલકારી યાત્રા : યે જિંદગી કે મેલે

વર્ષો પહેલાંનો મારો આ જાતઅનુભવ આજે લખું છું. ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ ખાતેની કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો અને કૉલેજ-હૉસ્ટેલનો ખર્ચ કાઢવા નેશનલ ટુરિસ્ટ કંપનીમાં પાર્ટ-ટાઈમ સર્વિસ કરતો હતો. તેથી હૉસ્ટેલનો ખર્ચ નીકળી જતો હતો. પણ બુક્સ, ટર્મ ફી, (દર છ મહિને) નીકળવી મુશ્કેલ હતી. સંચાલક શ્રી ડાહ્યાભાઈ પંડિતને મારી અંગત મુશ્કેલી જણાવી તો એમણે રસ્તો બતાવ્યો : ‘ઉનાળાના વૅકેશનમાં કાશ્મીર-કુલુ-મનાલી અને દિવાળી વૅકેશનમાં દક્ષિણ ભારતની ટૂર લઈને તારે જવું અને આ કામના બદલામાં ટર્મ ફી વગેરેની જોગવાઈ થઈ શકશે.’ મેં એ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને આ સિલસિલો છ વર્ષ ચાલ્યો.
એક વર્ષ દિવાળી વૅકેશનની દક્ષિણ ભારતની ટૂર લઈને રેલવેના ટૂરિસ્ટ કોચમાં વી.ટી. સ્ટેશનથી પ્રસ્થાન કર્યું. ટૂરિસ્ટ કોચમાં કોચના બન્ને છેડે ખુલ્લી વિશાળ જગ્યા અને બારી પાસે બેસવાની પાટલી અને રાત્રે આ ખુલ્લી જગ્યામાં પથારી થતી. વચ્ચેના ભાગમાં નાનું રસોડું અને એક ચાર વ્યક્તિ સૂઈ-બેસી શકે તેવી કૅબિન હોય છે. આ કૅબિનમાં મૅનેજરની હેસિયતથી મને અને 25 થી 35 વર્ષની વયની ત્રણ બહેનોને જગ્યા આપવામાં આવી હતી. મારું સ્થાન ઉપરની બર્થમાં મેં નિશ્ચિત કર્યું હતું. કુલ પચાસ સ્ત્રી-પુરુષો હતાં. સૌનાં પોતપોતાનાં ગૃપ હતાં. પણ આ ત્રણ બહેનોનું કોઈ ગૃપ નહોતું. ટ્રેન ઊપડી કે તુરત જ એ ત્રણે બહેનોએ મારી આ કૅબિનમાં દેવ-દેવીઓના નાના-મોટા ફોટાઓ લગાવી, ફૂલહાર ચડાવી, દીવાબત્તી, અગરબત્તી કર્યાં. આસનસ્થ થઈને પ્રભુપ્રાર્થના કરી. આમ લગભગ એક માસના સમગ્ર પ્રવાસ દરમિયાન આ દૈનિક ક્રમ ચાલ્યો. કોચમાં રાત્રિ દરમિયાન ભજન-કીર્તનની રમઝટ જામતી, જેમાં આ ત્રણ બહેનો શિરમોર રહેતી. આથી સૌને તેમના પ્રત્યે વિશેષ અનુરાગ રહેતો. આ ત્રણેય બહેનો જ્યારે ‘દો આંખે બારાહ હાથ’ની પ્રાર્થના- ‘અય માલિક તેરે બંદે હમ….’ તન્મય થઈને ગાતાં ત્યારે કોચમાં ભક્તિભાવનું વાતાવરણ લહેરાઈ ઊઠતું.
ધાર્મિક સ્થળોમાં જ્યાં જ્યાં દર્શનાર્થે ગયાં ત્યાં પૂરા ભક્તિભાવથી પૂજા-અર્ચના આ ત્રણેય બહેનો કરતાં. તેમનો પરિવેશ અત્યંત સાદો, સ્વભાવ સરળ, ધાર્મિક વિચારો, અત્યંત સાહજિક રહેણી-કરણીથી તે સૌનાં આદરપાત્ર બની ગયાં હતાં. ચેન્નાઈ, તાંજોર, ત્રિચિનપલ્લી, મદુરા, રામેશ્વરમ વગેરે પવિત્ર સ્થળોની યાત્રામાં સમય ક્યાં વ્યતિત થઈ ગયો તેની ખબર પડી નહીં. અમે યાત્રા પૂરી કરી મુંબઈ પરત આવ્યાં. સ્ટેશને સૌએ એકબીજાને સરનામા આપ્યાં. પણ આ ત્રણેય બહેનો સરનામાની આપ-લેથી અલિપ્ત રહ્યાં. મને થોડું વિચિત્ર લાગ્યું. હું કૅબિનનો સહયોગી હતો તેથી મને વિશેષ પરિચય હતો. તેમની એડ્રેસ ન આપવાની વૃત્તિથી મેં તેમને એડ્રેસ પૂછ્યું નહિ. વી.ટી. સ્ટેશને યાત્રીઓને રીસિવ કરવા તેમનાં કુટુંબીજનો આવ્યાં હતાં ત્યાં મારું ધ્યાન છેક છેલ્લે પોતાનો સામાન જાતે ઉતારતાં આ બહેનો તરફ ગયું કે તેમને લેવા માટે કોઈ આવ્યું નહોતું. સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાથી પ્રેરાઈને વિવેક કર્યો- સામાન સ્ટેશનની બહાર લાવ્યો અને પૂછ્યું, ‘તમારે ક્યાંની ટૅક્સી કરવાની છે ?’ જવાબ મળ્યો, ‘ફોરાસ રોડ.’ આ સાંભળીને હું આઘાતથી તેમની સામે જોતો રહી ગયો. દેહવિક્રયની આ બદનામ વસ્તીમાં વસનારી બહેનો ! ટૅક્સીમાં બેસતાં બેસતાં તેમાંની એક આધેડ વયની બહેને હસતાં હસતાં કહ્યું, ‘દેહવિક્રયના સ્થાનનું એડ્રેસ તમારા જેવા કૉલેજીયનને ન અપાય. વ્યાસજી, અમને માફ કરજો.’ ને એમની ટૅક્સી મુંબઈના માનવ-મહેરામણમાં વિલીન થઈ ગઈ. પણ મને વિચારોના વમળમાં મૂકતી ગઈ !
તિરસ્કારથી જે સમાજને આપણે જોઈએ છીએ તે કેવો અને કેટલો પવિત્ર હોઈ શકે છે તેનો અહેસાસ આજે પણ અનુભવું છું.
 – કનૈયાલાલ જી. વ્યાસ

વર્ષગાંઠ (07-03)


1 ) ખંડોર સુધા ભૂપેન્દ્ર લાલચંદ
2 ) લોદરિયા લીના સંજય પ્રાણજીવન હરજીવન
3 ) પારેખ માલા અશોકકુમાર રૂપચંદ
4 ) પટેલ અમિરા ધીરેન અનંતરાય નેમચંદ
5 ) સંઘવી પ્રકાશ ધારશીભાઈ
6 ) સંઘવી સુરેશચંદ હીરાચંદ
7 ) સંઘવી ચિરાગ ભુપતકુમાર
8 ) શાહ કૃણાલ રક્ષિત ભરત રજનીકાન્ત
9 ) વોરા નીકી વિજય ગિરધરલાલ

Tuesday, March 6, 2012

સમાજે કરેલા બંધારણીય ફેરફારો

શ્રી મ. વિ. જૈન સમાજ, મુમ્બઇની સામાન્ય સભા રવિવાર તા. ૫-૦૩-૨૦૧૨ ના રોજ ૨૦૧૦-૧૧નો હિસાબ પાસ કરવા,૨૦૧૨-૨૦૧૩ના વર્ષનું ખર્ચ-બજેટ અને ૨૦૧૧ દરમિયાન થયેલ ખર્ચને મંજુર કરવા માટે બોલાવવામાં આવી હતી 

આ સભામાં બંધારણ કમિટી દ્વારા સુચવવામાં આવેલ બંધારણીય ફેરફારોને થોડા સુધારા વધારા સાથે મંજુર કરવામાં આવ્યા.

બંધારણીય ફેરફારોમાં અગત્યના ફેફારો નીચે મુજબ છે.
૧) પેટ્રન સભ્યોજે રુપિયા ૨૫૦ ભરીને આપ મેળે બનતા હતા તેને બદલે કારોબારિ સમિતી નક્કી કરે તેઓને જ સભ્ય બનાવી શકાશે.
૨) પેટ્રન સભ્ય બનવા માટે હવે રુપિયા ૧૦૦૦ ભરવા પડશે.
૩) આજીવન સભ્ય હવે રુપિયા ૨૫૦મા બનશે જે પહેલા રુપિયા ૧૦૧મા બનતા હતા.
૪) કાયમી સભ્યનો વર્ગ કાઢી નાખવામાં આવેલ છે.
૫) સાધારણ સભ્ય હવે રુપિયા ૫૦માં બનાવવામાં આવશે જે પહેલા રુપિયા ૨ કે અમુક સંજોગોમાં ૦.૫૦ માં પણ બનતા હતા.
૬) પ્રમુખ અને ઉપપ્રમુખ હવે ચૂંટાયેલ કારોબારી સભ્યો જ ચૂંટશે.(અત્યાર સુધી  પ્રમુખ અને ઉપપ્રમુખ સમાજ મત આપી ચૂંટતો હતો)
૭) જેટલી બેઠકો માટે ચૂંટણી યોજાઇ હશે તેટલા મત દરેક મતદાતા એ ફરજીયાત આપવા પડશે. (અમુક જ ઉમેદવારો ને મત આપવાથી મત રદ કરવામાં આવશે)

સભ્ય પદ માટેની નવી ફી તા. ૦૧-૦૭-૨૦૧૨ થી લાગુ પડશે.

સમાજને ૮૦જી પ્રમાણ પત્ર મળવામાં છે જેથી દાતા દાનની ૫૦% રકમ તેમની કર પાત્ર આવકમાંથી બાદ મેળવી શકશે.

હ્રદય વિકારની સારવાર માટે માતુશ્રી તારાબેન ત્ર્યંબકલાલ ઉમેદચંદ મેહતા પરિવાર તરફથી મળેલ કાયમી ફંડમાંથી શરૂ કરવામાં આવશે.

વર્ષ ગાંઠ (06-03)


1 ) ધ્રુવ દિલીપ ધરમશી

2 ) ગાંધી રૂપાન્ત મહેશ હેમતલાલ
3 ) ગાંધી ધવલ શેખર ચંદ્રકાન્ત
4 ) ઘૉલાણી ઉર્વી મહેશ બાલાચંદ
5 ) લોદરિયા પ્રતીક વિજય મગનલાલ
6 ) ગાંધી રીટા વિજય
7 ) મેહતા ભવિષા નીતિન મૂળશંકર
8 ) સંઘવી રમેશચંદ્ર કાન્તિલાલ
9 ) સંઘવી નીશી ચેતન લલિતરાય પ્રાણજીવન
10) સંઘવી પલ્લવી ગિરીશ ચંદુલાલ
11) શાહ પંકજ ચમ્પકલાલ

Monday, March 5, 2012

ધર્મોની વૈજ્ઞાનીકતા

અવારનવાર વાંચવા અને સાંભળવા મળે છે કે અમારો ધર્મ પુરો વૈજ્ઞાનીક છે. આવું કહેનાર કશું વીચાર્યા વગર ક્યાંકથી સાંભળેલું આગળ ચલાવ્યે રાખે છે. આવો ખ્યાલ ઘરાવનારને અને ફેલાવનારને વીજ્ઞાન શું છે એની ખાસ સમજ નથી.

કોઈ પણ ધર્મ વૈજ્ઞાનીક નથી – હોઈ પણ ન શકે. બન્નેનું ધ્યેય ભલે માનવજાતનું ભલું કરવાનું હોય; પણ બન્નેની વીચારપ્રક્રીયા અને કાર્યપદ્ધતી સાવ અલગ છે. અન્ય ધર્મોની સરખામણીએ બે–ચાર વધુ બાબતો વૈજ્ઞાનીક નીયમોને મળતી આવે એનાથી કોઈ ધર્મ વૈજ્ઞાનીક નથી બની જતો.

બીજા ધર્મોની આલોચના કરવી વાજબી નથી. પોતાના ધર્મની આલોચના સમધાર્મીક સાથે કરી શકાય; કારણ એમાં દ્વેષભાવ નથી હોતો બલકે એમાં રહેલી વીસંગતતાઓ તેમ જ ક્ષતીઓ વગેરે સમજી, સ્વીકારી એ સુધારવાની વૃત્તી હોય છે.

સૌથી પહેલાં વીજ્ઞાન શું છે તે સમજવું જરુરી બને છે. કુદરત કે પ્રકૃતી કઈ રીતે વર્તે છે તે સમજવાનો તર્કબદ્ધ અભ્યાસ એ વીજ્ઞાન છે. શોધાયેલા વૈજ્ઞાનીક સીદ્ધાન્તને અમલમાં મુકવાનો, માણસના ઉપયોગમાં લાવવાનો પ્રયાસ એ ટેકનૉલૉજી કે એન્જીનીયરીંગ છે. એ દીશામાં બુદ્ધીને કેળવવી એ વૈજ્ઞાનીક અભીગમ છે.

વૈજ્ઞાનીક શોધોની શરુઆત અનુભવ કે અવલોકનથી થાય છે. એની ઉપર વીચાર–વીમર્શ અને ચર્ચા થાય છે. એમાંથી જે પણ નીષ્કર્ષ નીકળે ત્યાં એનો અન્ત નથી આવતો. શક્ય હોય એવા દરેક પ્રયોગ કરી એને સાબીત કરાય છે. વૈજ્ઞાનીક સમાજ દ્વારા સ્વીકારાયા પછી તે જાહેર જનતા સમક્ષ આવે છે. એ વીષય પર વધુ માહીતી મળે તો એમાં સુધારાનો અવકાશ હોય છે.

વીજ્ઞાનનો સમ્બન્ધ ક્રીયા અને પરીણામ સાથે છે, એના હેતુ સાથે નથી. વૈજ્ઞાનીક સીદ્ધાન્તો વસ્તુલક્ષી અને વીષયલક્ષી હોય છે; વ્યક્તીલક્ષી નથી હોતા. ચોક્કસ વસ્તુને કે ક્રીયાને લગતા નીયમ, ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે વ્યક્તી દ્વારા અજમાવાતા સાચા ઠરે છે. કોઈ એક વ્યકતીને માત્ર ચીન્તન દ્વારા લાધેલાં ‘સત્યો’ વૈજ્ઞાનીક અભીગમમાં સ્વીકાર્ય નથી; કારણ કે તે વ્યક્તીલક્ષી હોવાથી સ્વતન્ત્ર અને જાહેર રીતે એની ચકાસણી થઈ શકતી નથી.

વીજ્ઞાન માણસના આચરણને પાપ–પુણ્યમાં મુલવતું નથી. એ બધાં નીતી અને ધર્મનાં ક્ષેત્રો છે. વીજ્ઞાન આ બાબતોથી અલીપ્ત છે. જ્યારે બધા જ ધર્મોએ વીજ્ઞાનના નામે કેટલાયે ગપગોળા વહેતા મુક્યા છે. ધર્મ અને વીજ્ઞાનને એકબીજા સાથે સરખાવવાં યોગ્ય નથી અને જરુરી પણ નથી; કારણ કે બન્નેનું કાર્યક્ષેત્ર અને કાર્યપદ્ધતી સાવ અલગ છે. છતાં ધર્મના નામે, કુદરતી નીયમો વીરુદ્ધની, જાહેર અનુભવ વીરુદ્ધની અગણીત વાતો ફેલાવવામાં આવે છે અને અન્ધશ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી એને સ્વીકારે છે.

જૈન ધર્મની વૈજ્ઞાનીકતાની તરફેણમાં ખાસ સંભળાતો એક દાખલો છે– વનસ્પતીમાં જીવ હોવાની શોધ જૈન તીર્થંકરોએ કરી છે. વીજ્ઞાને તો હમણાં એ કબુલ્યું છે.

અન્ય સજીવોની જેમ વનસ્પતી પણ જન્મે છે (ઉગે છે), વૃદ્ધી પામે છે અને મૃત્યુ પામે છે. એને પણ વધવા માટે હવા, પાણી, ખોરાક અને સુર્યપ્રકાશ જોઈએ છે. વનસ્પતીને રોગ પણ થાય છે. એ પોતાનો વંશવેલો આગળ વધારે છે. જો કે અન્ય સજીવોની જેમ તે જોઈ કે સાંભળી શકતી નથી, હલનચલન કરી શકતી નથી કે પોતાના વંશજોની સમ્ભાળ રાખી શકતી નથી. આ એની મર્યાદા પણ છે.

બધા આટલું જાણે છે અને જોઈ શકે છે. આ જાહેર અનુભવ એટલો સ્પષ્ટ છે કે એને સામાન્ય શોધ પણ ન કહેવાય. અન્ય પ્રાચીન સંસ્કૃતીઓના સાહીત્યમાં પણ એનો ઉલ્લેખ છે. જો વનસ્પતીના સજીવપણાને શોધ કહીએ તો બીજી ઘણી સામાન્ય કુદરતી ઘટનાઓને પણ શોધ કહેનારા મળી આવે. દા.ત. રોજ બે વખત દરીયામાં ભરતી–ઓટ આવે છે, પક્ષીઓ જ ઉડી શકે છે, પ્રાણીઓ નહીં; વગેરેને પણ શોધ કહેવી પડે. શોધ એને કહેવાય જે વાતની અન્ય કોઈને ખબર ન હોય અને એ વાતની સાબીતી સાથે કોઈ વ્યક્તી રજુઆત કરે.

વનસ્પતીના સજીવપણાની વાત આટલેથી અટકતી નથી. ઘણા લોકો આ શોધનું શ્રેય ભારતના આગવા વૈજ્ઞાનીક જગદીશચન્દ્ર બોઝને આપે છે. એક સદી પહેલાં થયેલા બોઝ (1858-1937) ભારતમાં થયેલ થોડા શ્રેષ્ઠ વૈજ્ઞાનીકોમાંના એક છે. એમણે વનસ્પતીશાસ્ત્ર ઉપરાન્ત રેડીયો અને માઈક્રોવેવ ઓપ્ટીક્સમાં પણ ઘણું કામ કર્યું છે. એમણે પ્રાણીઓ અને વનસ્પતીના કોશોમાં રહેલી સમાનતા શોધી હતી. તેમ જ વનસ્પતીમાં પણ પ્રાણીઓની જેમ સમ્વેદનાઓ છે અને આસપાસના વાતાવરણથી પ્રભાવીત થાય છે એવું પ્રયોગો દ્વારા સાબીત કર્યું હતું. આ શોધો અને ‘વનસ્પતી સજીવ છે’ની કહેવાતી શોધ વચ્ચે ઘણો ફરક છે. વનસ્પતીનું સજીવપણું એ કોઈની પણ શોધ નથી, એ જાહેર અવલોકન છે. ઉતાવળીયા અણઘડ લોકો દ્વારા ફેલાવાતી આવી બીજી ‘વાંદરામાંથી માણસ થયો’ જેવી અધુરી સમજની છણાવટ મારા આગલા એક લેખમાં કરી છે.

આવી સામાન્ય બાબતોના થોડા વધુ દાખલાઓ ઉમેરીએ તોય કોઈપણ ધર્મ વૈજ્ઞાનીક નથી બની જતો. આની સામે ધર્મગ્રંથોમાં વર્ણવાયેલ બાબતોના એવા દસ ગણા દાખલાઓ આપી શકાય જે અવૈજ્ઞાનીક હોય અથવા સત્યથી વેગળા હોય.

અવારનવાર સંભળાતી બીજી વાત છે, ‘વીજ્ઞાન આજે જે પણ શોધી રહ્યું છે તે બધું હીંદુ અને જૈન શાસ્ત્રોમાં પહેલેથી જ હતું. પશ્વીમના દેશો આપણા શાસ્ત્રોમાંથી ઉઠાંતરી કરી ગયા છે, વગેરે વગેરે’. ભણેલીગણેલી વ્યક્તીઓની નાદાનીયત ક્યારેક નવાઈ પમાડે છે. આપણી પાસે પહેલાં બધું હતું તો આજે કેમ કંઈ દેખાતું નથી ? આપણા શાસ્ત્રોમાંથી બીજાઓ પ્રેરણા મેળવે છે કે માહીતી મેળવે છે તો એવું કરતાં આપણને કોણ રોકે છે ? આપણે કેમ નવી શોધોમાં આટલા પાછળ છીએ ?

પ્રાચીન કાળનું પરીવહન જાનવરો અને એમના વડે ખેંચાતાં પૈડાંવાળાં વાહનો પુરતું મર્યાદીત હતું. મધ્ય યુગ સુધી એ જ ચાલતું રહ્યું. અર્વાચીન યુગ શરુ થતાં; પહેલાં સાઈકલ, પછી વરાળ વડે ચાલતી ટ્રેન, પછી પેટ્રોલ–ડીઝલ વડે ચાલતી ગાડીઓ અને પછી વીમાન શોધાયાં છે. જો પ્રાચીન કાળમાં પણ વીમાનો હોત તો ક્યાંક સાઈકલ, ટ્રેન કે કારનો ઉલ્લેખ અવશ્ય હોત. કારણ કે એ બધાને બનાવવા પ્રમાણમાં સહેલા હતા. એમનો ઉલ્લેખ ક્યાંય નથી. તેમ જ એમનાં અવશેષ પણ ક્યાંયથી મળ્યાં નથી. સાવ સ્પષ્ટ વાત છે કે જટીલ યંત્રો ત્યારે શોધાયાં જ નહોતાં. આ ઉપરાંત યાન્ત્રીક વાહનો ચલાવવા માટે ઈંધણ પણ જોઈએ. આવા કોઈક ઈંધણનો કોઈ ઉલ્લેખ ક્યાંક તો હોવો જોઈએ !

યંત્ર નહીં; પણ મંત્ર–તંત્રથી ઉડી શકાય અને અદૃશ્ય થઈ શકાય એવી વીદ્યાઓ હોવાની પણ એક માન્યતા છે. ફરી એ જ સવાલ. જો એવી વીદ્યાઓ હતી તો આજે કેમ નથી ? સમય સાથે તે વધુ વીકસીત થવી જોઈતી હતી. યોગ, આયુર્વેદ જેવું જે વાસ્તવીક હતું તે આજે પણ જળવાયેલું છે. જે આજે નથી તે હતું જ નહીં એમ સ્વીકારવું વધુ વાજબી છે.

પ્રાચીન કાળથી આજ સુધી ભારતની સંસ્કૃતી અતુટ એકધારી રહી છે. રામાયણ મહાભારતના લાખો શ્લોક કંઠસ્થ રખાયા હતા. તેમ જ લખાયા પણ હતા. તો આવા મનુષ્ય ઉપયોગી મન્ત્ર–તન્ત્ર જો સાચે જ હોત તો અવશ્ય કંઠસ્થ કર્યા હોત કે લખાયા હોત. વાસ્તવીકતા એ છે કે ભારતના પ્રાચીન સાહીત્યમાં ધાર્મીક આધ્યાત્મીક વાતો વધુ છે; વૈજ્ઞાનીક વાતો નહીંવત્ છે. ત્યારે ગણીત અને ખગોળ હતું; કારણ કે એમાં પ્રયોગ કરવાના નથી હોતા. રસાયણશાસ્ત્રની શરુઆત હતી; પણ યન્ત્રશાસ્ત્રને નામે કશું નહોતું, સીવાય કે પૈડાં જેવી સામાન્ય વસ્તુઓ. વીમાન બનાવવું દુર રહ્યું; સાદાં યંત્રો બનાવવામાં પણ યન્ત્ર–શાસ્ત્રનું ઉંડુ જ્ઞાન હોવું જરુરી છે. વીજ્ઞાનના છુટા છવાયા નીયમોની જાણકારી માત્રથી યન્ત્ર નથી બનાવી શકાતાં.

આજે ‘સ્ટાર વૉર્સ’, ‘સ્ટાર ટ્રેક’ જેવી ફીલ્મોમાં પ્રકાશની ગતીએ ઉડતા અવકાશયાનોમાં તારાઓની દુનીયામાં ફરતા માનવો અને યંત્રમાનવો બતાવવામાં આવે છે. ‘ટાઈમ મશીન’ અને ‘બૅક ટુ ધ ફ્યુચર’ જેવી ફીલ્મોમાં જોઈએ એટલાં ભુતકાળમાં કે ભવીષ્યમાં પહોંચાડી દેતાં યંત્રો બતાવાયાં છે. સુપરમેન કે સ્પાઈડરમેન જેવા અલૌકીક તેમ જ અવાસ્તવીક શક્તી ધરાવતાં પાત્રોવાળી ફીલ્મો બને છે. લખાણ કરતાં દૃશ્યો વધારે અસરકારક અને સાચાં લાગે એવાં હોય છે.

આ બધી આજના માનવીની કલ્પનાઓ છે. આપણે એમને માત્ર મનોરંજન તરીકે માણીએ છીએ. પાંચસો કે હજાર વરસ પછીના લોકો આ બધી વાર્તાઓને જો આજની વાસ્તવીકતા માનવા લાગે, આવાં પાત્રોની મુર્તી બનાવી એને પુજવા લાગે, તો તે સાચા કે શાણા નહીં ગણાય. જ્યારે ત્રણ–ચાર હજાર વરસ પુરાણી વાતોને આપણે આસાનીથી અને શ્રદ્ધાથી ત્યારની વાસ્તવીકતા તરીકે સ્વીકારી લઈ પોતાને જ્ઞાની સમજીએ છીએ.

આજના જેવી કલ્પનાઓ તો માણસ પહેલેથી કરતો આવ્યો છે. કલ્પનાઓ કરવી એ માનવવંશને મળેલી ખુબ અગત્યની ભેટ છે. કલ્પના નવા વીચારોની જનેતા છે. પૌરાણીક પાત્રો સાચે જ થઈ ગયાં છે કે માત્ર કવી–કલ્પના છે એની ચર્ચામાં આપણે નથી પડવું. છતાં પણ એમના વીશે સંભળાતી દરેકે દરેક વાત અક્ષરશ: માની લેવી એ આસ્તીકતાનો માપદંડ નથી. કુદરતી નીયમ વીરુદ્ધની વાતો ન માનનારા નાસ્તીક નથી થઈ જતા. ખરી રીતે જોઈએ તો તેઓ શક્ય-અશક્ય પારખનાર વાસ્તવવાદી છે.

છેલ્લાં બસો વરસમાં પકૃતી વીશેની આપણી સમજમાં કેટલાયે ગણો વધારો થયો છે. જેમ વધુ જાણીએ છીએ તેમ કેટલું બધું જાણવાનું હજી બાકી છે તેનો ખ્યાલ આવતો જાય છે. બધું જ જાણતા હોવાનો દાવો કોઈપણ સાચો વૈજ્ઞાનીક નહીં કરે. જ્યારે માત્ર ચીન્તન કે સ્ફુરણા દ્વારા બધું જાણી લેવાનો દાવો ઘણા કરતા આવ્યા છે.

પ્રાચીન સાહીત્યની અસલ પ્રતો ભાગ્યે જ કોઈ વાંચતું હશે. એટલે એમાં શું લખેલું છે તે જાણવું લગભગ અશક્ય જેવું છે. છતાં પ્રાચીન ગ્રંથોના નામે ગેરસમજ ઉભી કરતા, અતીશયોક્તી કરતા કે સરાસર જુઠાણું ફેલાવતા બીજા ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. માત્ર કુદરતી નીયમોની વીરુદ્ધની નહીં; પણ ઈતીહાસ અને ભુગોળ જેવા વીષયો સાથે પણ અસંગત હોય એવી ઘણી વાતો ફેલાવાય છે. કમનસીબે ભોળા લોકો એને સાચી માને છે. એની છણાવટ માટે અલગ લેખ જોઈશે.

–મુરજી ગડા

અક્ષરાંકન: ગોવીન્દ મારુ  

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

વર્ષ ગાંઠ (05-03)


1 ) દોશી અનેરી અતુલ મનહરલાલ
2 ) મેહતા અસ્મી હેમાન્શુ પ્રવીણચંદ્ર
3 ) પારેખ જલોમી કેતન ઉમેદચંદ પાનાચંદ
4 ) શાહ રૂપલ શૈલેશ મણીલાલ

Sunday, March 4, 2012

વર્ષ ગાંઠ (04-03)


1 ) દોશી કેયુર રૂપેશ અમૃતલાલ ભુદરલાલ

2 ) મેહતા રેખા અશ્વિન વલ્લભદાસ
3 ) મેહતા જીમિત નિમેષ ભુપતરાય રતીલાલ
4 ) મેહતા અલકા હિતેષ રમણીકલાલ
5 ) મેહતા ઋષિતા કેતન ઈન્દુલાલ ઉમેદચંદ
6 ) મેહતા અમી મયૂર હર્ષદરાય
7 ) મેહતા ભારતીબેન જયંતિલાલ
8 ) પારેખ કૌશિક કાન્તિલાલ
9 ) સંઘવી નિરંજના વિનોદરાય મણીલાલ
10) શાહ કિશોર હિમતલાલ
11) વોરા ધર્મીષ્ઠા સુરેશ ચૂનીલાલ

Saturday, March 3, 2012

જો મને ગાંધી મળે તો



સૌજન્ય : ધર્મેશ અ શાહ

વર્ષગાંઠ (03-03)


1 ) દોશી હર્ષિત કિશોર રજનીકાન્ત
2 ) દોશી સ્વયં રાજીવ મધુકાન્ત કસ્તુરચંદ
3 ) મેહતા વિનિત કનકરાઈ
4 ) મેહતા ધવલ મૂકેશ હિમ્મતલાલ
5 ) પારેખ જીજ્ઞા સંજય હર્ષદરાય નવલચંદ
6 ) શાહ ઋુષભ નિલેશ અરવિંદ
7 ) શાહ હેતવી વિપુલ અનોપચંદ
8 ) શાહ ફાલ્ગુનિ સાગર દોશી
9 ) શાહ જતીન ચિમનલાલ
10) શાહ મૂકતાબેન રવિવદન

Friday, March 2, 2012

વર્ષગાંઠ (02-03)


1 ) મેહતા બીના કમલેશ સંપતરાઈ
2 ) મેહતા હિમાંશુ સેવંતીલાલ જેઠાલાલ
3 ) સંઘવી અશ્વિન પ્રવીણચંદ્ર મોહનલાલ
4 ) શાહ પલક દર્શન અશોકકુમાર
5 ) શાહ સોહિલ દીપક નગીનદાસ

Thursday, March 1, 2012

આપણે ગુજરાતીઓ

આપણે ગુજરાતીઓ ….. હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.
(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.
(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક
‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ ‘મહાન‘ વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી‘ !

આખી દુનિયામાં ‘વર્લ્ડ બેસ્ટ વેપારી‘નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – ‘ગુજરાતીઓ‘, પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ.
આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ
, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી ‘બે પૈસા’ કમાઈ રહ્યા છે.

વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું!
ગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.
‘
મનીમાઈન્ડેડ
‘ તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે ‘કંઈ પણ‘ કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા ‘કંઈ પણ‘ કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી ‘કબૂતર’ બનવા તૈયાર થઈ જાય છે.. આ ‘કબૂતરો‘નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!)

આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.
આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.
(ઓ…કખે…ગાય્ઝ એન્ડ ગા…લ્ઝ….હું છું…ત…મા…રો…… દો…સ્ત…ઍન્ડ…હો..સ્ટ… વિનુ…વાહિયાત…. ઍન્ડતમે લિસન કરી રહ્યા છો…રેડિયો ચારસો વીસ…. ઈ…ટ…સ…રો…કિં…ગ…)

આવી રીતે ગુજરાતી ભાષાના ‘સિસ્ટર મેરેજ‘ કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ.
સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)
પરદેશી
, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે ‘ચાઈનીઝ ભેળ‘.

આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !) સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન?? શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે ‘પીવા‘ના પણ શોખીન છે.
આ ‘પીવા‘નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ ‘પીવાય‘ છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે.. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.
ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ
ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને!

ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા ‘ફ્લેક્સિબલ’ ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.
વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ…ક્રિકેટ…અને માત્ર ક્રિકેટ…) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે’અમે, અમારા જમાનામાં બહુ રમતા’તા હોં ભઈ!’

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.‘ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.‘
ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી‘ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ‘. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, 

 

વર્ષગાંઠ (01-03)


1 ) દોશી મધુકાન્ત કસ્તુરચંદ
2 ) સ્વ. દોશી રજનીકાન્ત ચતુરદાસ
3 ) દોશી કમલેશ મનહરલાલ
4 ) ઘૉલાણી નિમેષ પ્રવીણચંદ્ર મગનલાલ
5 ) ઘોલાણી કુમુદચંદ્ર મગનલાલ
6 ) પટેલ જ઼િનેશ અશોકકુમાર નરેન્દ્રરાય
7 ) શેઠ નીરુ દીપક જીવણલાલ