Thursday, February 9, 2012
Wednesday, February 8, 2012
કાળધર્મ
ગોંડલ સંઘાણી સંપ્રદાયના ગાદીપતિ સ્વ. બા. બ્ર. નરેન્દ્રમુની મહારાજ તથા બા. બ્ર. જયવિજય કાંત શુશીષ્યા બા. બ્ર. વનીતાબાઇ મ. શ્રી (ઉં. વ. ૬૭) તે સંસારી પક્ષે ટંકારા નિવાસી હાલ મુંબઇ સ્વ. નવલબેન અમીચંદ દોશીના પુત્રી તેમજ સ્વ. હરિભાઇ, રમેશભાઇ, ચંપકભાઇ, દીલીપભાઇ, સ્વ. દમયંતીબેન, સ્વ. લલીતાબેન, ચંદનબેન, પ્રભાબેનના બહેન તા. ૬-૨-૧૨ના સોમવારે રાજકોટ કાળધર્મ પામેલ છે. ગુણાનુવાદ સભા ૯-૨-૧૨ ગુરૂવારના રાજકોટ મુકામે સવારે ૯ થી ૧૧ રાખેલ છે.
Labels:
Death
પરમ શાન્તિનો પ્રસાદ-ચંદ્રકાન્ત શેઠ
[ ‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ,
આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.]
આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો શુકપાઠ કરતાંયે આપણે થાકતા નથી. વળી અનેક વાર વિશ્વશાંતિયજ્ઞો પણ આપણે કરીએ છીએ ને છતાં શાન્તિનો સાચો સ્વાદ માણવાની આપણી અભિલાષા ફળીભૂત થતી નથી, આપણે જો આપણને પોતાને શાન્ત કરી શકતા ન હોઈએ તો શાન્તિ કેવી રીતે આવે ? આપણે કેવી રીતે શાન્ત થવું એ જ આપણો યક્ષપ્રશ્ન છે.
આપણી આસપાસ અને અંદર શાન્તિને ક્ષુબ્ધ કરે, વિક્ષિપ્ત કરે એવાં અનેકાનેક પરિબળો ને પ્રદૂષણો જોવા મળે છે. તૃષ્ણાના તિખારા અને ક્રોધના અંગારા, લોભલાલચની કપટજાળો ને મોહકામની માયાજાળો, અહંકારના હુંકારા ને ઘમંડના ઘુરકિયાં, અસંતોષ અને અજંપાના ઉધામા, સ્વપ્નભંગ ને આશાભંગના આઘાતો, ઉધમાત ને ઉદ્ધતાઈ, ઉતાવળ ને અધીરાઈ, ચડસાચડસી ને અફડાતફડી, અવ્યવસ્થા ને અશિસ્ત, સ્વૈરાચાર ને દુરાચારની ડમરીઓ – આવી આવી તો અનેકાનેક સંઘર્ષણાત્મક બાબતો આપણી વ્યષ્ટિચેતના તેમ જ સમષ્ટિચેતનાના સંવાદસેતુને ખંડિત કરે છે અને અનિચ્છનીય કોલાહલથી આપણને ત્રસ્ત કરે છે. આપણને એ બધી બાબતો વીંખેપીંખે છે. આપણું ધોવાણ-ખવાણ થતું હોય, આપણને ઘસારો થતો હોય એવી લાગણી થાય છે. આપણા મધપૂડા જાણે મધ વગરના બની જાય છે. આપણી અંદર શાન્તિનો સુધા-રસ સ્ત્રવતો કે દ્રવતો નથી. આપણી પંડની માટીમાં શાન્તિ નથી ઊતરતી કે નથી ઠરતી. કોઈ દુ:શાસનના હસ્તોથી આપણા પંડનું પોત ખેંચાતું ને ચિરાતું હોવાનો ભાવ થાય છે. આપણું મન વેદના-વ્યથાથી માંડીને કિંકર્તવ્યમૂઢતા સુધીની વિષમ ભૂમિકાઓમાં અટવાઈ પડે છે. એક પ્રકારની બધિરતા, પંગુતા, અંધતા ને પરવશતા આપણને છિન્નભિન્ન કરી નાખે છે. સમતા અને સ્વસ્થતા, સંનિષ્ઠા ને સચ્ચાઈથી જો આપણું આસન દઢ હોય, આપણામાં ખરેખરો સત્વાભિનિવેશ હોય તો શાન્તિનું વરદાન પામવું મુશ્કેલ નથી.
વર્ષગાંઠ (08-02)

1 ) સ્વ.દોશી આશુતોષ વસંતરાય જીવરાજ઼
2 ) ઘૉલાણી કૃતી મનહર ધીરજલાલ સૉમચંદ
3 ) લોદરિયા રાજેશ નગિનદાસ નંદલાલ
4 ) મેહતા રાજેશ પ્રવીણચંદ્ર
5 ) મેહતા ધ્વની ભાવેન કુમુદચંદ્ર
6 ) મેહતા જિગર કમલેશ જયંતિલાલ
7 ) શાહ દીપક કિરીટ ઠાકોરલાલ
8 ) શાહ રક્ષા જતીન ચંદુલાલ
9 ) શાહ જયશ્રી જિતેન્દ્ર રસિકલાલ
1૦) શેઠ પાર્શ્વ જિગ્નેશ પ્રવીણચંદ્ર
11) શેઠ રાજેશ કાન્તિલાલ નાનચંદ
Labels:
Birth Anniversary
Tuesday, February 7, 2012
વર્ષગાંઠ (07-02)
1 ) દોશી દેવાંશ પરાગ જશવંતલાલ
2 ) દોશી સિધ્ધાર્થ યોગેશ મનહરલાલ ચતુરદાસ
3 ) મેહતા જિગર પ્રવીણચંદ્ર અમૃતલાલ
4 ) મેહતા જયન્તિલાલ જ઼ેવન્તલાલ
5 ) પટેલ મનીષા ધીરેન અનંતરાય
6 ) સંઘવી દેવલ અક્ષય બિપીન
7 ) શાહ કુણાલ અશોક પ્રવીણચંદ્ર
8 ) શાહ હર્ષ જતીન ચિમનલાલ
Labels:
Birth Anniversary
Monday, February 6, 2012
પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર
નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર પડે. કશુંક ખોટું થયું હોય તો પ્રાર્થનાથી એ ગાળી નાખવાના સંસ્કાર પડે. પણ હું તો નાનો છોકરો. સ્વાર્થ હોય તોયે પ્રાર્થના કરી ફળ મેળવવા ઈચ્છું. જાણે ભગવાન મારા શેઠ. ખુશામત કરું એટલે રાજી થઈ જાય અને રાજી કરી દે એવા.
પણ એ સ્વાર્થી પ્રાર્થનાઓ નિર્દોષ બાળકની પ્રાર્થનાઓ હતી. હૃદયના ભાવથી થયેલી. ફળતીયે ઘણીય વાર. કશુંક ખોવાયું હોય તો નવકાર બોલી એ મળે તેમ પ્રાર્થું ને એ મળી જાય. એક વાર કશુંક ખરીદ્યું ને પરચૂરણ પાછું લેવું ભૂલી ગયો. માએ બાકીના પૈસા માગ્યા ત્યારે ખ્યાલ આવ્યો. રોવા જેવો થઈ જઈ નવકાર ગણતો ગણતો જ્યાં પૈસા ભૂલી ગયો હતો એ દુકાન જઈને ઊભો. દુકાનદાર ઘણા કામમાં. માંડ માંડ મેં વાત કરી બાકીના પૈસા ભૂલી ગયો છું તેની. તે કહે :
‘અહીં તો હજાર આવે ને જાય. તું સાચું બોલે છે એની ખાતરી શી ?’
મારી આંખમાંથી આંસુ ટપકવાં બાકી રહ્યાં ત્યાં બાજુનો દુકાનદાર મારી વહારે ધાયો. પેલાને કહે : ‘હું આ છોકરાને ઓળખું છું. એ કોઈ દહાડો ખોટું બોલતો નથી.’
‘અહીં તો હજાર આવે ને જાય. તું સાચું બોલે છે એની ખાતરી શી ?’
મારી આંખમાંથી આંસુ ટપકવાં બાકી રહ્યાં ત્યાં બાજુનો દુકાનદાર મારી વહારે ધાયો. પેલાને કહે : ‘હું આ છોકરાને ઓળખું છું. એ કોઈ દહાડો ખોટું બોલતો નથી.’
પેલાએ પૈસા આપી દીધા, ‘બીજી વાર ભૂલી નહિ જતો હોં’ કહીને. હું પાછો નવકાર ગણતો ગણતો અને પ્રભુનો પાડ માનતો માનતો ઘેર આવ્યો. પણ એ તો નાનપણની વાત. પછી મોટો થયો. ભણ્યો, ગણ્યો, માર્કસ્ વાંચ્યો, લેનિન વાંચ્યો, ગાંધીના કહેવાથી જેલમાં ગયો, પણ પેલી બાલસુલભ શ્રદ્ધા ઊડી ગઈ, ને સાથે સાથે પ્રાર્થના પણ હૃદયમાંથી ઊડી ગઈ.
પણ એક નવી શ્રદ્ધા હૃદયમાં બેઠી. જેમ આપણે સ્વાર્થ માટે કોઈ પાસે કશું માગતા નથી, કે માગતાં શરમ અનુભવીએ છીએ, તેમ પ્રભુ – જો એ હોય તો – પાસે પણ સ્વાર્થ માટે કશું ન માગવું. ભગવાન વિશે ખબર નહિ, પણ શુભ તત્વમાં શ્રદ્ધા પૂરેપૂરી. એવી શ્રદ્ધા પણ સામાના દિલમાં ન પરોવી શકતો હોય તો એ ગાંધી શેનો ? ત્યારથી તે આજ સુધી મારા અંગત સ્વાર્થ માટે કશુંય ક્યારેય માગ્યું નથી. નવકાર નાનપણથી વળગી રહ્યા છે તો તે રટ્યે રાખું છું, કશાય સ્વાર્થ વિના. એમાં તો ઉત્તમ સંતોને નમસ્કાર કરવાની જ વાત છે ને ? કોઈકવાર એ ઉત્તમ તત્વને કોઈક સદાશય માટે સ્મરી પણ લઉં છું. તેને પ્રાર્થના કહેવી હોય તો જરૂર કહી શકાય, અને એવી પ્રાર્થના પાછી ફળે પણ છે.
એક દાખલો યાદ આવે છે. લેખક થયો, જરા જાણીતો પણ થયો, પ્રશંસા કરનારા વધ્યા, તો નિન્દા કરનારા કંઈ બાકી ન રહ્યા. એવા એક ભાઈ વારંવાર મારી પાસે આવે. સાહિત્યના બહુ મોટા રસિયા, ને બહુ સારા વાચક. એમની સાથે વાતો કરવાની મજા આવે – એ મારી સતત અને નિરંતર નિન્દા કર્યે રાખે છે એની મને ખબર હોવા છતાં. પણ આખરે હુંયે માણસ રહ્યો ને ? એટલે મને મનમાં ઘણી વાર થાય કે એમને કદાચ મારાથી પુછાઈ જાય કે ‘આમ આટલો સ્નેહ દાખવો છો તો આટલી નિન્દા શા માટે કર્યે રાખો છો મારી ? મારાં લખાણની કરો તો ભલે, પણ એ સિવાય પણ…. ?’ પણ એવું પૂછી બેસવું એમાં મારી શોભા શી ? એ તો મારે ઘેર આવનારને શરમમાં મૂકી જૂઠું બોલાવવા જેવું થાય ને ?
એટલે એ જ્યારે જ્યારે આવવાના હોય ત્યારે હું ખરા મનથી પ્રાર્થના કરતો કે, ‘હે ભગવાન, જો તમે કોઈની પણ વાત સાંભળતા હો તો મારી આ વાત સાંભળો. એ ભાઈ આવે ત્યારે મારાથી આવી વાતનો એક હરફ પણ ન ઉચ્ચારાય એવી શક્તિ એ સમયે મારામાં પ્રેરો.’ એ શક્તિ ભગવાને પ્રેરી કે મારી પ્રબળ ભાવનાએ એ મને ખબર નથી, પણ હું કદીયે એ ભાઈને એવી અણગમતી પરિસ્થિતિમાં મૂકી શક્યો નથી. એનો મને આનંદ છે. અને હું બહુ અભિમાની માણસ નથી એટલે એ માટે પ્રભુનો પાડ માનું છું – એણે મને મદદ કરી હોય કે ન હોય તોયે.
એક નાનકડો બીજો અનુભવ લખું ?
મારે પરાને ઘેર એક સગા આવ્યા. દૂરથી. શાળામાં પુત્રને દાખલ કરાવવા માટે. એ દાખલ થાય એમ થયું એટલે એ માટેના ફી વગેરેના હજાર દોઢ હજાર રૂપિયા એમને તત્કાળ જોઈતા હતા. એ સાથે નહોતા લાવ્યા એટલે. મને થયું, ઘરમાં એટલા નહિ હોય. એ કહે કંઈ નહિ. ‘કાલે ભરી જઈશ.’ મેં કહ્યું : ‘આમાં કાલ કરવાની હોય નહિ, પણ બૅન્કો બંધ થઈ ગઈ છે નહિતર હું લાવી આપું.’ મારી બહેન અહીં રહે છે હું તેની પાસેથી લઈ લઈશ.’ કહીને એ ગયા.
મારે પરાને ઘેર એક સગા આવ્યા. દૂરથી. શાળામાં પુત્રને દાખલ કરાવવા માટે. એ દાખલ થાય એમ થયું એટલે એ માટેના ફી વગેરેના હજાર દોઢ હજાર રૂપિયા એમને તત્કાળ જોઈતા હતા. એ સાથે નહોતા લાવ્યા એટલે. મને થયું, ઘરમાં એટલા નહિ હોય. એ કહે કંઈ નહિ. ‘કાલે ભરી જઈશ.’ મેં કહ્યું : ‘આમાં કાલ કરવાની હોય નહિ, પણ બૅન્કો બંધ થઈ ગઈ છે નહિતર હું લાવી આપું.’ મારી બહેન અહીં રહે છે હું તેની પાસેથી લઈ લઈશ.’ કહીને એ ગયા.
મને થયું : ‘મારી પત્ની હજાર બે હજાર રૂપિયા ઘરમાં રાખે છે પોતાના કબજામાં, એ હું કેમ ભૂલી ગયો, ને આને આવો ફેરો કરાવ્યો ? મારું હૃદય માફી માગવા લાગ્યું અને તેમને પૈસા આપવા તત્પર બની ગયું, પણ એ તો ચાલ્યા ગયા હતા. મારા પસ્તાવાનો પાર નહોતો. એમનું કામ થઈ જાય એવું હું પ્રાર્થવા લાગ્યો. ત્યાં થોડી વારમાં એ પાછા ફર્યા : ‘બહેન તો બહાર ગઈ છે.’ કરતા મારું મન આનંદથી ભરાઈ ગયું. મારી વેદનામાં મને પ્રાર્થના મદદગાર થઈ છે એમ લાગ્યું. મેં તરત પત્ની પાસેથી તેમને પૈસા અપાવી દીધા.
એ પ્રાર્થનાનું ફળ હશે ? પશ્ચાત્તાપનો પ્રભાવ હશે ? ખબર નથી. પણ એટલી ખબર છે કે આવી સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં બળ હોય છે જ – જો એ ખરા હૃદયથી થતી હોય તો. માનસશાસ્ત્રીઓ તેનો ગમે તે ઉકેલ કહે, પણ અનુભવ મને આમ કહે છે, અને એનો મને આનંદ છે.
Labels:
Broker,
General,
Philosophy
વર્ષ ગાંઠ (06-02)
1 ) મેહતા મિલન યોગેશ નટવરલાલ
2 ) મેહતા દર્શન જિતેન્દ્ર જયંતિલાલ સુખલાલ
3 ) મેહતા દિપેશ જિતેન્દ્ર જયંતિલાલ સુખલાલ
4 ) મેહતા જ્યોતિ કમલેશ જયંતિલાલ
5 ) મેહતા પ્રિયલ ભાવિન રામાણી
6 ) સંઘવી કાશ્મીરા ભરત જેવતલાલ
7 ) શાહ રાજૂલા પ્રકાશ રવિચંદ
8 ) શેઠ નિલેશ નલિન જીવરાજ઼
Labels:
Birth Anniversary
Sunday, February 5, 2012
વર્ષગાંઠ (05-02)
1 ) દોશી ભારતીબેન ચંદ્રકાન્ત
2 ) દોશી દમયન્તિ રમેશચંદ્ર અમીચંદ
3 ) પટેલ કાજલ જ઼િગ્નેશ
4 ) મેહતા સૌમિલ કેતન ઈન્દુલાલ ઉમેદચંદ
5 ) મેહતા દિલીપ જટાશંકર
6 ) સંઘવી મંથન નરેન્દ્ર જયંતિલાલ
7 ) શાહ પલ્લવી પંકજકુમાર
8 ) શાહ વિરલ મૂકેશ નગીનદાસ
9 ) સોલાણી હર્ષા જિતેન્દ્ર લક્ષ્મીચંદ
10) વોરા વૈશાલી મૂકેશ માણેકલાલ
11) શાહ ધ્વનિ દિનેશ કાંતિલાલ
Labels:
Birth Anniversary
Saturday, February 4, 2012
મારો ઈશ્વર કોણ ?
ચર્ચાપત્રોમાં ભગવાન વીષયક ચર્ચાઓ ચાલી. હું માનું છું ત્યાં સુઘી દરેક વ્યક્તીનો ઈશ્વર ભીન્ન હોય છે. મારો ઈશ્વર મનુષ્ય છે. મારો ભગવાન પ્રાણીઓ–પક્ષીઓ છે, વૃક્ષો છે. પુસ્તકો પરમાત્માનો પર્યાય બની શકે ? હા, મારે માટે. ફીરાક ગોરખપુરી કહી ગયા;
‘જીન્હે શક હૈ વો કરે ઔર ખુદાઓંકી તલાશ,
હમ તો ઈન્સાનકો ઈસ જહાં કા ખુદા માનતે હૈં’ .
કોઈનો ભગવાન મંદીરોમાં પુરાયેલ છે. ભગવાન બંદી હોઈ શકે ? કોઈ મસ્જીદ કે ગીરજાઘરોમાં શોઘે છે. ‘અલ્લા’ કે ‘ગૉડ’ ઈંટ, સીમેન્ટ, પથ્થરની બનેલ દીવાલોનો ઓશીયાળો ખરો કે ? શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘આસ્તીકતા’ છે તો અ–શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘નાસ્તીકતા’ છે. નાસ્તીકો ગ્રંથથી ઘડાય છે, આસ્તીકો ગ્રંથીઓના ગુલામ છે. ઘડાયેલા ગાડાં વાળી શકે, ગુલામ કશું ન કરી શકે. અબ્રાહમ લીંકને કદાચ તેથી જ કહ્યું હતું,
‘હું સ્વર્ગમાં ગુલામ બનવા કરતાં નર્કમાં નેતા બનવાનું પસંદ કરું.’
હું માનું છું કે, જેમાંથી જીવનબળ મળે તે ભગવાન.
જીસસે ઉપદેશ્યું: ‘ધ કીંગડમ ઓફ ગૉડ ઈઝ વીઘીન યુ’.
ગૌતમ બુદ્ઘ : ‘અપ્પ દીપો ભવ’ની વાત કરી ગયા.
કબીરે ‘તેરા સાંઈ તુજમેં’ કહી ઝાંકવાનું પ્રબોઘ્યું.
આદ્ય શંકરાચાર્ય ‘ચીદાનન્દ રુપ: શીવો અહમ્‘ કહી ગયા. યુગપુરુષોએ આટલું બઘું કહ્યા પછી આ બઘી મગજમારી ક્યાંથી અને ક્યાં સુધી ? માન્યતાનાં પોટલાં લઈ ફરતા આસ્તીકો પોતે પીડાય અને પારકાને પીડે છે.
‘એની અંદર શું હશે, મારી બલા જાણે,
મરીઝ, બહાર તો પથ્થર મળ્યા મંદીર ને મસ્જીદને.‘
હકીકતે શ્રદ્ઘાળુઓ અને અ–શ્રદ્ઘાળુઓએ ભેગા મળી અન્ઘશ્રદ્ઘાળુઓને જગાડવાના છે. શ્રદ્ઘા અને અ–શ્રદ્ઘાના ઝંડાઘારીઓ એક થઈ અન્ઘશ્રદ્ઘા–નીર્મુલન માટે કટીબદ્ઘ થાય એ સમયની માંગ છે. કુલડીમાં ગોળ ભાંગ્યે શું વળે ? અન્ઘશ્રદ્ઘાનું વીષ વીષમ પરીસ્થીતી સર્જે છે. અન્ઘશ્રદ્ઘાળુઓ તબાહ થઈ રહ્યા છે. તેઓને બચાવી લેવા એ આપણું દાયીત્વ છે. કહેવાતા આસ્તીકો અને તેમના ગોડફાઘરો ખુલ્લેઆમ લુંટ ચલાવે છે. મેં તો આસ્તીકો પૈકી અનેક નાસ્તીકો જોયાં છે; કારણ કે ઈશ્વર કૃપા વીશે તઓ ચીન્તીત હોઈ, સતત એક યા બીજાં વીધીવીધાનમાં રમમાણ રહેતા હોય છે. નાસ્તીકો પૈકી એવાય હોય જે પોતાની મસ્તીમાં જીવ્યે જતા હોય છે. મનુષ્ય જ્યારે અકળ તત્ત્વને ભાળી–પારખી જાય ત્યારે તે નાસ્તીકતાની સમીપ પહોંચી જતો હોય છે.
–વીરલ વ્યાસ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.11/08/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…
અક્ષરાંકન: ગોવીન્દ મારુવર્ષગાંઠ (04-02)
1 ) દોશી અશ્વિન મનહરલાલ
2 ) મેહતા અલકા હિતેષ
3 ) મેહતા ભૈરવી ભાવેશ વસંતલાલ
4 ) મેહતા દેવેશ જશવંતરાય રેવાશંકર
5 ) પારેખ દિનેશ જેઠાલાલ
6 ) સંઘવી હીના અભય ઘેલાભાઈ
7 ) શાહ ભક્તિ જતીન ચિમનલાલ
8 ) શેઠ દીપક જમનાદાસ
9 ) શેઠ બિનલ રાજેન્દ્ર
Labels:
Birth Anniversary
Friday, February 3, 2012
વર્ષ ગાંઠ (03-02)
1 ) મેહતા દીપાલી રાજેશ સેવંતીલાલ
2 ) મેહતા જસ્મિના કલ્પેશ સુરેશ જ઼ેવન્તલાલ
3 ) મેહતા ડૉ. અનીલ ભોગીલાલ
4 ) પારેખ હંસાબેન હસમુખલાલ
5 ) શાહ મહેક પારસ પ્રદીપકુમાર
6 ) શાહ નીલિમા યજ્ઞેશ કામદાર
7 ) શાહ શારદાબેન પ્રભુદાસ
Labels:
Birth Anniversary
Thursday, February 2, 2012
હસતાં-હસતાં – સંકલિત
પતિ(પત્નીને) : ‘જો મને લોટરી લાગે તો તું શું કરે ?’
પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’
પતિ : ‘બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ !’
***********
પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’
પતિ : ‘બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ !’
***********
ટીચર : ‘જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ?’
ટીનુ : ‘હિન્દીમાં ‘ઠાકુર’ અને ઈંગ્લીશમાં ‘હેન્ડ ફ્રી !’ ’
***********
ટીનુ : ‘હિન્દીમાં ‘ઠાકુર’ અને ઈંગ્લીશમાં ‘હેન્ડ ફ્રી !’ ’
***********
રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા એક માણસને પોલીસે પકડીને કીધું :
‘ચાલ પોલીસ સ્ટેશન.’
માણસ : ‘પણ મેં શું કર્યું છે ?’
પોલીસ : ‘કશું નહિ. પણ મને એકલા જતા બીક લાગે છે.’
***********
‘ચાલ પોલીસ સ્ટેશન.’
માણસ : ‘પણ મેં શું કર્યું છે ?’
પોલીસ : ‘કશું નહિ. પણ મને એકલા જતા બીક લાગે છે.’
***********
વિકીપીડીયા : ‘મારી પાસે બધું જ જ્ઞાન છે.’
ગુગલ : ‘મારી પાસે બધી માહિતી છે.’
ફેસબુક : ‘હું બધાને ઓળખું છું.’
ઈન્ટરનેટ : ‘એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.’
ત્યાં તો દૂરથી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી : ‘આવાઝ નીચે….’
***********
ગુગલ : ‘મારી પાસે બધી માહિતી છે.’
ફેસબુક : ‘હું બધાને ઓળખું છું.’
ઈન્ટરનેટ : ‘એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.’
ત્યાં તો દૂરથી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી : ‘આવાઝ નીચે….’
***********
ચિન્ટુ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક પુલ આવતો હતો. પુલ પરથી ચિન્ટુએ જોયું કે એની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા….
ચિન્ટુ ઝડપથી દોડીને પુલ પાર કરીને, બજારના ચોકમાંથી નીકળી, શોર્ટ-કટની ગલીમાં ઘૂસીને, ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રકમાં કૂદકો મારીને, આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને, પછી દોસ્તની સાઈકલ ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….. આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો, ‘એ બધા સાંભળો, કાલે રજા છે…..!’
***********
ચિન્ટુ ઝડપથી દોડીને પુલ પાર કરીને, બજારના ચોકમાંથી નીકળી, શોર્ટ-કટની ગલીમાં ઘૂસીને, ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રકમાં કૂદકો મારીને, આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને, પછી દોસ્તની સાઈકલ ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….. આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો, ‘એ બધા સાંભળો, કાલે રજા છે…..!’
***********
સૌજન્ય :રીડગુજરાતી
વર્ષગાંઠ (02-02)
1 ) દોશી સેજલ સમીર રજનીકાન્ત ચત્રભુજ
2 ) લોદારિયા ઈલા મહેશ મગનલાલ
3 ) મેહતા સોમિલ અનીશ ભુપતરાય રતીલાલ
4 ) મેહતા કૃતી યોગેશ ચંદુલાલ
5 ) મેહતા લિલમબેન ચંદુલાલ
6 ) મેહતા નીલા રોહિત કાન્તિલાલ
7 ) પારેખ ઈશાન સંજય
8 ) પારેખ ચેતન ઉમેદચંદ
9 ) પટેલ નીતા નિલેશ છબીલદાસ
10) સંઘવી યોગેશ રમણીકલાલ
11) સંઘવી જાગૃતિ કલ્પેન રાજેન્દ્ર
12) શાહ દ્રિવ કેતન પ્રફુલ્લચંદ્ર
13) શાહ વિદુ અશોક પ્રાણલાલ
14) શાહ કિશોર ન્યાલચંદ
15) શાહ જયેન્દ્ર કાન્તિલાલ
Labels:
Birth Anniversary
Wednesday, February 1, 2012
વર્ષગાંઠ (01-02)
1 ) દોશી દર્શન પ્રદીપ ચિમનલાલ
2 ) દોશી ધ્રુવીન દિનેશ વાડીલાલ
3 ) લોદરિયા નિલેશ અમૃતલાલ
4 ) લોદરિયા જયેશ રસિકલાલ છગનલાલ
5 ) મેહતા શ્રેણીક પંકજ
6 ) મેહતા ઉર્મિલા જગદીશ હિમ્મતલાલ
7 ) પારેખ અલ્પેશ કાન્તિલાલ
8 ) શાહ આશિષ રશ્મિકાન્ત
9 ) શાહ પરીતા જતીન દલપતરાય
10) શાહ નયના અશ્વિન લાલભાઈ
11) શાહ ડૉ. ભૈરવ દિલીપકુમાર
12) શાહ ઉર્મિ ગિરીશ હાકેમચંદ
13) શાહ નવીન ધીરજલાલ
14) સોલાણી મૂકેશ જેવતલાલ રતીલાલ
Labels:
Birth Anniversary
Subscribe to:
Posts (Atom)

