Pages

Saturday, January 22, 2011

વર્ષગાંઠ (22-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, January 21, 2011

કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઇ

આજ ૨૧ જાન્યુઆરી છે. ઇ.સ. ૧૮૨૦ એટલે કે આજથી ૧૯૧ વર્ષ પહેલા આજ  દિને કવિશ્વર દલપતરામનો જન્મ થયો હતો. તેમણે લખેલ  લાંચ વિષેનું કાવ્ય લગભગ ૧૫૦-૧૭૫ વર્ષ પહેલાની પરિસ્થિતીનો ખ્યાલ આપે છે. વાંચીને એવું લાગ્યા વગર નહીરહે કે ત્યારે પણ લાંચિયાઓનું રાજ ચાલતું હતું. પ્રજા ત્રસ્ત હતી.લાંચનું, મફતમાં, બિન કાયદાકીય લેવામાં  માનવજાતને વધુ આનંદ  શાથી આવે છે તે સંશોધનનો વિષય બની શકે તેમ છે. તો અત્રે પ્રસ્તુત છે કવિનું કાવ્ય

લાંચ વિષે

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :   મુમ્બઇ
મરનારનુ નામ :   બિપીનભાઇ દલપતભાઇ શેઠ
ઉમર :  ૬૮ વર્ષ
મરણ તારીખ : ૧૯-૦૧-૨૦૧૧
પત્નિ :  મંજુલાબેન
પુત્રો : જય
ભાઇઓ :સ્વ. ધનવંતભાઇ, સ્વ.અનુભાઇ,બકુલભાઇ
બહેનો : સ્વ. રજવંતીબેન વિનોદરાય મેહતા, ગં.સ્વ. દમયંતિબેન ચિમનલાલ દોશી
પિતા : સ્વ. દલપતભાઇ મોતીચંદ શેઠ
માતા : સ્વ.સમજુબેન
સસરા : હિરાચંદ કરમચંદ વોરા

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે

વર્ષગાંઠ (21-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, January 20, 2011

વર્ષગાંઠ (20-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Wednesday, January 19, 2011

વર્ષગાંઠ (19-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Tuesday, January 18, 2011

મકરસંક્રાંતિની SMS શુભેચ્છાઓ- પ્રદિપ દોશી દ્વારા

પ્રદિપભાઇ દોશીએ મોકલાવેલ થોડી મોડી મકરસંક્રાંતિની SMS શુભેચ્છાઓ અત્રે પ્રસ્તુત છે.

========================================
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
========================================

 સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
========================================
 
આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.
========================================
 
પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે...
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
=====================================

વર્ષગાંઠ (18-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Monday, January 17, 2011

મૃત્યુ

વતન  : વાંકાનેર
હાલ :  કાંદિવલી, મુમ્બઇ
મરનારનુ નામ :   મનહરલાલ ચતુરદાસ દોશી
ઉમર :  ૭૬ વર્ષ
મરણ તારીખ : ૧૫-૦૧-૨૦૧૧
પત્નિ : સ્વ. મંજુલાબેન
પુત્રો : યોગેશ, હિતેષ
પુત્રવધૂઓ : નિશા,વૈશાલી
પુત્રીઓ: નીલા નરેશ ગાર્ડી,શોભના જીતેન્દ્ર વોરા,દક્ષા અજીત મહેતા
પિતા : સ્વ. ચતુરદાસ માણેકચંદ દોશી
ભાઇઓ :સ્વ. કાંતિલાલ, સ્વ. વનેચંદભાઇ,સ્વ.રજનીકાંત
બહેનો : પુષ્પાબેન, પદ્માબેન
સસરા : સ્વ. પોપટલાલ મગનલાલ  શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ  શાંતિ આપે
 સ્વર્ગસ્થના નાના ભાઇ સ્વ. રજનીકાંતભાઇ ૧૬ દિવસ પહેલા જ અવસાન  પામ્યા.

વર્ષગાંઠ (17-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Sunday, January 16, 2011

વર્ષગાંઠ (16-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Saturday, January 15, 2011

વર્ષગાંઠ (15-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Friday, January 14, 2011

પતંગનો ઓચ્છવ

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !
નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.
ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !
હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…
આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…
- રમેશ પારેખ

વર્ષગાંઠ (14-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો

Thursday, January 13, 2011

વર્ષગાંઠ (13-01)

આજના દિવસે જન્મેલ સભ્યોની યાદી જોવા અત્રે ક્લિક કરો