Wednesday, January 12, 2011
Tuesday, January 11, 2011
Monday, January 10, 2011
Sunday, January 9, 2011
Saturday, January 8, 2011
Friday, January 7, 2011
Thursday, January 6, 2011
Wednesday, January 5, 2011
વાર્ષિકોત્સવ -સુરજ વોટર પાર્ક -૦૨-૦૧-૨૦૧૧
ગઇ કાલે આપણે સુવેનિયરમાં થયેલી ભૂલોની વાત કરી પણ ભૂલોની ચર્ચા કરવાથી વાત પુરી થતી નથી. કોઇ પણ સંસ્થા આવી ભૂલો જાણી જોઇને કરે નહી. તેના કારણોની થોડી તપાસ કરીયે તો આપણો વાર્ષિકોત્સવ ઘણા બધા કાર્યોનું સંકલન માંગી લ્યે છે. સુવેનિયર જ જો તપાસીયે તો તેમા આપણને ખબર પડશે કે પ્રસંગના મહેમાનોના જુદા જુદા લખાણોનું સંકલન, યુવક મંડળ, સમાજ અને મહિલા મંડળની કારોબારીનું સંકલન, દાતાઓના નામોનું સંકલન, યુવક મંડળ અને સમાજ તરફથી અપાતા પારિતોષિક વિજેતાઓના નામોનું સંકલન તથા તેમને મળતા ઇનામો કે પ્રમાણ પત્રોની ગોઠવણી. આવા બહુવિધ કાર્યોમાં ભૂલ ન થાય તો જ નવાઇ.
૧૫૦૦ થી વધુ જ્ઞાતિજનોને મુંબઇથી દૂર લાવવા- લઇ જવાનું કાર્ય જ બહુ વિકટ છે મુંબઇમાં વસતા જ્ઞાતિજનોને તે કહેવાની ભાગ્યેજ જરૂર છે. વાર્ષિકોત્સવ માટે ટિકિટો છાપવી, તેની વહેંચણી કરવી, તેને માટે સેંટરો ખોલવા, જ્ઞાતિજનોના Contributions ભેગા કરવા, તેના હિસાબ રાખવા,ટિકિટના વેચાણ મુજબ બસો તથા તેના ઉપડવાના સ્થળો નક્કી કરવા, દરેક જ્ઞાતિજનોને એક દિવસ અગાઉ ફોન કરી યાદી આપવી વિગેરે કામો સમય અને શક્તિ બન્ને માંગી લ્યે છે. કોઇ કોઇ જગ્યાએ તો પાંચ કે તેથી વધુ બસો પણ ઉપડી તે સર્વેનું સંકલન કરવું પણ અતિશય કઠીન છે. આમ છતાં વર્ષાનુવર્ષ આપણે તે કરતા આવ્યા છીએ. ક્યારે કોઇ રહી ગયુ કે કોઇ ભૂલાઇ ગયુ તેવું બન્યું નથી.આ સંચાલનને આપણે ટીફીનવાળાના સંચાલન સાથે સરખાવી શકીયે.
દરેક જ્ઞાતિજનને તેમની ટિકિટ સામે સુરજ વોટર પાર્કમાં પ્રવેશ આપવામાં આવેલ હતો. ત્યાં પહોંચ્યા બાદ સવારના ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.વિશાળ જગ્યા, ઓડિટોરિયમ તથા આરામગૃહ સહિતના સુરજ ગઢમાં ચોખ્ખાઇ ઉડીને આંખે ચડતા હતા. સુરજગઢમાં જ સુવેનિયર વિતરણ તથા વિજેતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું.
નાસ્તા બાદ જ્ઞાતિજનો પોતપોતાની રીતે જુદી જુદી જગ્યાએ પોતપોતાના રસ મુજબ વિખરાઇ ગયા હતા.જેઓને Rides માં જવું હતું તેઓ વોટર પાર્કમાં દાખલ થયા હતા. જેઓને હળવું મળવુ હતુ તેઓ પોતાના સગા-સંબંધી અને મિત્રોને મળી રહ્યા હતા.જેઓને મનોરંજનનો લહાવો લેવો હતો તેઓ ઓડિટોરિયમમાં ગીત-સંગીત માણવા ગોઠવાઇ ગયા હતા.
બપોરના ૧૨:૩૦ ની આસપાસ જમવાનું શરૂ કરવામાં આવેલ હતું. ત્યાર બાદ ૨:૩૦ કલાકે પારિતોષિક વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો. મુખ્ય મહેમાનોના સ્વાગત અને પ્રવચન બાદ કેળવણી પારિતોષિક વિતરણ શરૂ કરવામાં આવેલ હતું. સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર તથા ઇનામી રકમ આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમ દરમ્યાન જ સંસ્થાના પ્રમુખ અને વાર્ષિકોત્સવ સમિતિના અધ્યક્ષનું બહુમાન કરવામાં આવેલ હતું. વળતા પ્રમુખે કારોબારી સમિતિના સભ્યોનું બહુમાન અભિવાદન પત્ર અને ભેટથી કરેલ હતું. આભાર વિધિ સાથે પ્રસંગ પુરો થતા પહેલા મુખ્ય મહેમાનોએ આપેલ દાન રાશિની જાહેરાત કરવામાં આવી હતી.
સાંજના ૬:૩૦ કલાકે પાંઉ-ભાજીને ન્યાય આપી જ્ઞાતિજનો પોતપોતાના સાધન દ્વારા ઘરે પાછા ફર્યા હતા.
જ્ઞાતિજનોનો છેલ્લા ૩ વર્ષથી રિસોર્ટ માટે જે આવકાર મળે છે તે જ દેખાડે છે કે જ્ઞાતિજનોને તે કેટલું પ્રિય છે.
એક વિચાર કરવા જેવી વાત એ છે કે ૧૫૦૦ વ્યક્તિઓમાંથી Water Rides માં કેટલા ગયા અને કેટલા ન ગયા ? જે લોકો Water Rides માં ઉંમર કે નાપસંદગીને કારણે જતા જ નથી તેઓના પૈસા આપણે વેડફી નથી રહ્યા ?
સારા અનુભવ Repeat કરવા અને ટિકાપાત્ર આયોજનનું પુનરાવર્તન ન થાય તે જોવું તેમાં જ ડહાપણ છે.

Labels:
2011,
Samaj,
Varshikotsav
Tuesday, January 4, 2011
વાર્ષિકોત્સવના સુવેનિયર બાબત
તા. ૦૨-૦૧-૨૦૧૧ના રોજ સમાજ દ્વારા યોજાયેલ વાર્ષિકોત્સવ સમયે સુવેનિયરની વહેચણી શરૂ થતા જ્યારે સુવેનિયર હાથમાં આવ્યું ત્યારે તેનું સાદુ મુખપૃષ્ઠ જોતા એવી છાપ પડી કે તેમાં પ્રસંગના ઉત્સાહ અને આનંદનો અભાવ હતો.
વધુ પાના ફેરવતા તેમાં ઘણી બધી ક્ષતિઓ પણ જણાઇ. સાચી વાક્ય રચનાને ગૌણ કરીએ તો પણ ઘણી બધી ક્ષતિઓ નજરે ચડ્યા વગર ન રહી અમને મળેલી ભૂલો નીચેના ક્રમે દર્શાવેલ છે.
વધુ પાના ફેરવતા તેમાં ઘણી બધી ક્ષતિઓ પણ જણાઇ. સાચી વાક્ય રચનાને ગૌણ કરીએ તો પણ ઘણી બધી ક્ષતિઓ નજરે ચડ્યા વગર ન રહી અમને મળેલી ભૂલો નીચેના ક્રમે દર્શાવેલ છે.
- પાના નં ૬ : મથાળુ : શ્રી મચ્છુકાંઠા જૈન શ્રીમાળી મહિલા મંડળ દર્શાવેલ છે. જે શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ હોવું જોઇએ.
- પાના નં ૬ : આજના વાર્ષિકોત્સવ સમારંભના સમારંભ પ્રમુખને બદલે આજના વાર્ષિકોત્સવના સમારંભ પ્રમુખ એમ લખાવુ જોઇએ.
- પાના નં ૧૬ : શ્રી મ. જૈન વિ. યુવક મંડળ મંડળના પ્રમુખ ને બદલે શ્રી મ. જૈન વિ. યુવક મંડળના પ્રમુખ હોવું જોઇતું હતું
- પાના નં ૧૭ : શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ ના બદલે શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી સમાજ-મુંબઇ લખાયું છે.
- પાના નં ૧૯ : કમલેશ શાહ અને કમલેશ સંઘવી ના નામો કમેલશ લખાયા છે.
- પાના નં ૨૨ : મથાળું:શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ-મુંબઇ ને બદલે શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ-મુંબઇ લખાયેલ છે.
- પાના નં ૨૨ : મથાળાની નીચે ટ્રસ્ટ બોર્ડ લખેલ છે પણ નામાવલી ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી કમિટિ ની છે.
- પાના નં ૨૨ : ટ્રસ્ટી મહેશ શાહ અને મહા મંત્રી ચંદ્રવદન શેઠના મોબાઇલ એક જ છે. ચંદ્રવદન શેઠના ઘરનો નં ૮ અક્ષરને બદલે ૭ અક્ષરનો લખાયો છે. નરેન્દ્ર શેઠનો મોબાઇલ નં ઘરની કોલમમાં લખાઇ ગયો છે.
- પાના નં ૨૨ : યાદીમાંથી નયનેશ ચંદુલાલ દોશીનું નામ કમી થયેલ છે.
- પાના નં ૨૫ : શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ-મુંબઇના કારોબારી સમિતિના મથાળા હેઠળ ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી સમિતિના નામો છે
- પાના નં ૨૬ : મથાળુ : કારોબારી સમિતી દર્શાવે છે પણ તેના સામા પાને મથાળું કારોબારી સમિતી તથા ટ્રસ્ટ બોર્ડ દર્શાવે છે.
- પાના નં ૨૬ : ટ્રસ્ટી વર્ષાબેન અનિલભાઇ પારેખના ફોટાને બદલે સન્માન પ્રમુખ વર્ષાબેન વિજયભાઇ મેહતા નો ફોટો છાપી દેવાયો છે.
- પાના નં ૨૭ : મથાળું : શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મહિલા મંડળ-મુંબઇ ને બદલે શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી મહિલા મંડળ-મુંબઇ દર્શાવે છે.
- પાના નં ૨૭ : ખજાનચી શ્રીમતિ પ્રજ્ઞાબેન છે પરંતુ ખજાનચી તરીકે શ્રીમતિ પ્રિતિબેન દર્શાવેલ છે.
- પાના નં ૩૫ ઉપર અન્ય ફંડો ક્રમાંક ૯ માં આવેલ દાનની રકમ ભૂલાઇ ગઇ છે.
Labels:
2011,
Souvenir,
Varshikotsav
Monday, January 3, 2011
Sunday, January 2, 2011
Saturday, January 1, 2011
મૃત્યુ
વતન : વાંકાનેર
હાલ : કાંદિવલી, મુમ્બઇ
મરનારનુ નામ : રજનીકાંત ચતુરદાસ દોશી
ઉમર : ૭૩ વર્ષ
મરણ તારીખ : ૩૦-૧૨-૨૦૧૦
પત્નિ : સ્વ. ઉર્મિલાબેન
પુત્ર : કેતન
પુત્રવધૂ : શિતલ
પુત્રી: પારૂલ
જમાઇ : જીગ્નેશકુમાર અજમેરા
પિતા : સ્વ. ચતુરદાસ માણેકચંદ દોશી
સસરા : સ્વ. મણીલાલ વિરપાળ શાહ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે
Labels:
Death
Subscribe to:
Posts (Atom)