Pages

Wednesday, June 2, 2010

મૃત્યુ


વતન : મોરબી
હાલ : બોરીવલી,મુંમ્બઇ
મરનારનુ નામ : નવલચંદ મુલચંદ શાહ
ઉમર : ૯૨ વર્ષ
મરણ તારીખ : ૨૯-૦૫-૨૦૧૦
પત્નિ : જશવંતીબેન
પુત્રો : કૈલાશ, શરદ,કેતન, જયેશ
ભાઇ : સ્વ. શંકરલાલ
બહેનો : સ્વ. હેમલતાબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. પુષ્પાબેન
પિતા : સ્વ. મુલચંદ વલમજી શાહ
સસરા : ચુનીલાલ રૂપચંદ દોશી

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

ખાખરેચી ખાતે ચતુર્માસ પ્રવેશ તથા ઉપાશ્રયનું ઉદઘાટન

હિરેન લોદરિયાએ ખાખરેચી ખાતે તા. ૧૩-૦૬-૨૦૧૦ના રોજ થનાર ચતુર્માસ પ્રવેશ તથા ઉપાશ્રયના ઉદઘાટનની આમંત્રણ પત્રીકા મોકલાવેલ છે જે અત્રે પબ્લિશ કરવામાં આવી છે.

ખાખરેચી જવા ઇચ્છતા શ્રાવકોએ મદદ માટે નીચે આપેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો
વિજય વોરા ૦૯૮૨૧૧૧૩૩૪૬
દલસુખ ત્રેવાડિયા ૦૯૩૨૦૨૪૭૭૭૨
મહેન્દ્ર સંઘવી ૦૯૮૧૯૧૭૮૫૬૬
મહેશ લોદરિયા ૦૯૮૨૧૦૯૧૯૫૧
નવિન વોરા ૦૯૮૩૩૨૧૯૮૧૫
નરેન્દ્ર શેઠ ૦૯૮૨૧૫૩૭૭૫૫

(ચિત્ર ઉપર ક્લિક કરવાથી તે મોટુ દેખાશે. મોટુ થયા પછી ctrl + કે ctrl - કી(Key) નો ઉપયોગ કરી સાઇજ઼ નાની મોટી થઈ સકશે.)

Monday, May 31, 2010

ઇસ્પિતાલમાં

હાલમાં આપણા ઘણા સભ્યો ઇસ્પિતાલમાં માંદગીને કારણે ભરતી થયા છે. તેઓ છે
૧) યુવક મંડળના સ્થાપક સભ્ય શ્રી હિરાલાલ કલ્યાણજી મહેતા

૨) ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા

૩) નલિન જીવરાજ શેઠ

તેઓ બધા રોગમુક્ત થઇ સાજા નરવા ઘરે પરત આવી જાય તેવી ભાવના

મૃત્યુ

વતન : વાંકાનેર
હાલ : અંધેરી,મુંમ્બઇ
મરનારનુ નામ : મહેન્દ્ર ધીરજલાલ શેઠ
ઉમર : ૬૬ વર્ષ
મરણ તારીખ : ૨૯-૦૫-૨૦૧૦
પત્નિ :વિલાસબેન
પુત્ર : ધર્મેશ
પુત્રવધૂ : દિપ્તી
પુ્ત્રી :બિજલ
જમાઇ : મનિષકુમાર
ભાઇઓ : સ્વ. દિનેશભાઇ,સ્વ. ઇન્દુભાઇ, સ્વ. દુષ્યંતભાઇ, પરેશભાઇ
બહેનો : મંજુલાબેન મહેન્દ્રભાઇ સંઘવી, મીનાબેન વિનોદભાઇ સંઘવી
પિતા : સ્વ. ધીરજલાલ મોતીચંદ શેઠ
માતા : સ્વ. કાંતાબેન
સસરા : સ્વ. હિરાલાલ ઉમેદચંદ ઝવેરી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

ફોટાઓ માટે અપીલ

તા. ૦૧-૦૫-૨૦૧૦ના રોજ ઉજવાઇ ગયેલ કાર્યક્રમમાં જે ભાઇઓનું બહુમાન થયું છે તેઓના ફોટા બ્લોગ ઉપર પબ્લિશ કરવાનું નક્કી કરેલ છે તો જેઓની પાસે ફોટાઓ હોય તેઓએ ફોટા તથા ફોટામાં રહેલ વ્યક્તિનું નામ જણાવી ફોટા બ્લોગના ઇ-મેઇલ પર મોકલવા તો તે જરૂરથી છાપવામાં આવશે. વધુમાં જેઓ પાસે વાર્ષિકોત્સવ કે ડો. અશોક સંઘવીના સેમીનારના ફોટા હોય તો તે પણ મોકલશો જે અમો છાપીશું. ફોટા સાથે ફોટાની વિગત અવશ્ય હોવી જોઇએ.

Sunday, May 30, 2010

મોટા મંડળ અને યુવક મંડળને અપીલ

વેકેશન પુરું થવામાં છે. નોટબુકોનું વિતરણ ચાલુ થશે. જો આપનામા દયા હોય તો જરૂરથી સમાજના સભ્યોને પડતી અગવડતાનો વિચાર કરશો. બબ્બે જગ્યાએથી આટલી બધી વસ્તુઓ ઉંચકીને લઇ જવાનું વિકટ કાર્ય સહેલું કરવા કોશિશ કરશો. બન્ને મંડળો દાદર ખાતેથી જ જો વિતરણ કાર્ય કરે તો ચોક્કસ સભ્યોને સુગમતા થાય. વિતરણ રવિવારે આખો દિવસ રાખો તો ગાડીની ભીડ ઓછી નડે.નોટોનું વિતરણ કરીને આપણે કોઇના ઉપર ઉપકાર કરતા નથી પરંતુ આપણે આપણા જ ભાઇઓને મદદ કરીયે છીએ. કારોબારીએ થોડી વધુ મહેનત કરીને પણ મોટા સમુદાયને રાહત થાય તો તે કરવી જોઇએ.વધુમાં આપણું આ કાર્ય જુન મહિનામાં સ્કૂલો શરૂ થતાં સમ્પન્ન થાય છે જે વરસાદનો મહિનો પણ છે.

Friday, May 28, 2010

મૃત્યુ



વતન : રંગપર બેલા
હાલ : મોરબી
મરનારનુ નામ : ચંપકલાલ મણીલાલ સંઘવી
ઉમર : ૮૩ વર્ષ
મરણ તારીખ : ૨૨-૦૫-૨૦૧૦
પત્નિ : કમળાબેન
પુત્રો : હિતેશ, હરીશ
પુત્રી : નમ્રતાશ્રીજી
પિતા : મણીલાલ શીવલાલ સંઘવી
ભાઇઓ : ધીરજલાલ, વિનોદરાય,પ્રશમચંદ્ર, પ્રશાંતશ્રીજી
બહેન : કૈરવગુણાશ્રીજી
સસરા : પટેલ છબીલદાસ વિરજી
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Thursday, May 27, 2010

લગ્ન તથા સગપણ તથા મગની મુઠ્ઠી

હર્ષલ રમેશ રતિલાલ પ્રાણજીવન લોદરિયાના લગ્ન તા. ૨૪-૦૫-૨૦૧૦ના રોજ થયા.
***
સચી હિતેશજયંતિલાલ જીવરાજ મેહતાનું સગપણ તા.૨૩-૦૫-૨૦૧૦ના રોજ થયું
****
મિતેષ રાજેન્દ્ર ઉમેદચંદ શાહની મગની મુઠ્ઠી ગયા અઠવાડિયે લેવામાં આવી.

મરણ

જોડીયાનિવાસી સ્વ. મગનલાલ જેઠાલાલ ઘોલાણીના સુપુત્રી તથા સ્વ. પ્રવિણભાઇ અને કુમુદચંદ્રના બેન નિર્મળાબેન રસીકલાલ દોશી (ઉ. વ. ૭૩) તા. ૧૯-૫-૨૦૧૦ના રોજ અવસાન પામ્યા છે.

Sunday, May 16, 2010

વરસીતપ નિમીત્તે મોરબીમાં નવકાસી

યશોમતિ દિનેશચંદ્ર પ્રભુલાલ વિરપાળ દોશીએ વરસીતપની તપસ્ચર્યા સમતાપૂર્વક પુરી કરતાં તેની ખુશાલીમાં મોરબી ખાતે આજે નવકાસી જમણવાર રાખવામાં આવેલ હતો. લગભગ ૫૦૦૦ થી ૫૫૦૦ માણસોની હાજરી હતી. સમાજે રસ-પુરીનું જમણ માણ્યું. પ્રભુલાલ વિરપાળ દોશી પરિવારને ધન્યવાદ.

કાર્યકર્તાઓના બહુમાન પ્રસંગે મળેલ દાનરાશિ

કાર્યકર્તાઓના બહુમાન પ્રસંગે સારી એવી દાનરાશિ જાહેર થઇ પરંતુ તેનું લિસ્ટ મેળવવામાં તકલિફ પડી. જેટલી વિગતો મળી છે તેનું સંકલન કરી અત્રે પ્રસ્તુત કરેલ છે. તેમાં ભૂલ કે શરતચૂક થવાની પુરેપુરી શક્યતા છે. જે કોઇ આ બાબત સુધારો સુચવશે તો તેને સુધારવામાં આવશે.
રૂ. ૧૫,૦૦૦.૦૦
૧) શ્રી ગુણવંતરાય હરખચંદ શાહ

રૂ. ૧૧,૦૦૦.૦૦ દરેકના
૨) શ્રી પ્રફુલ્લચંદ્ર માણેકલાલ શાહ
૩) શ્રી રાજેન્દ્રભાઇ ઉમેદચંદ શાહ
૪) શ્રી કમલેશભાઇ ચંદુલાલ શાહ

રૂ. ૫,૦૦૦.૦૦ દરેકના

૫) હિમતલાલ જીવરાજ મેહતા
૬) ભોગિલાલ મોહનલાલ મેહતા
૭) હિરાલાલ માણેકલાલ શાહ
૮) નલિન જીવરાજ શાહ
૯) ગિરધરભાઇ જેતશી સંઘવી
૧૦) સૂર્યકાંત રસિકલાલ મેહતા
( અમુભાઇ દોશીનુ નામ કદાચ રહી જાય છે )

રૂ. ૨,૫૦૦.૦૦ દરેકના

૧૧) હસમુખભાઇ જેઠાલાલ પારેખ
૧૨) મહેન્દ્રભાઇ ગોવિંન્દજી ગાંધી
૧૩) મહેન્દ્રભાઇ વાડીલાલ મેહતા
૧૪) નવિનભાઇ નિમચંદ લોદરિયા
૧૫) કુંદનબેન બિપિનભાઇ સંઘવી

આ ઉપરાંત દરેક માજી અને હાલના પ્રમુખોના રૂ. ૨૫૦૦/- જાહેર કરવામાં આવ્યા. તે રકમ કેટલી થશે તેનો ક્યાસ નિકળી શકે તેવું નથી કારણ કે કેટલાક પ્રમુખો આ જાહેરાત સાથે વૈચારિક રીતે તો કેટલાક નાણાકિય રીતે સહમત નહી થાય તે નક્કી જ છે. આ રીતની આવેગમય જાહેરાત અયોગ્ય લાગે છે એટલું જ નહી રશ્મિકાંત શાહે જે જાહેરાત કરી તેનું સુચન પરેશભાઈ કે અતુલભાઇએ કરેલ હતુ. હવે જો કોઇ પ્રમુખ જાહેરાત થયા મુજબ પૈસા ન આપે તો તે મેળવવાની જવાબદારી સુચનકર્તાની બને છે. પ્રયત્નો છતાં ય ન મેળવી શકાય તો તે ભરપાઇ કરવાની જવાબદારી સુચનકર્તાની બને છે. કોઇપણ કારણ સર મંડળને જાહેરાત કરતા ઓછા પૈસા મળવા ન જોઇએ. સવાલ પૈસાનો નથી સવાલ સુચનકર્તાની જવાબદારીનો છે. સુચનકર્તા જ્યારે આ જાહેર કરાવે છે ત્યારે
તેના જામીન તરીકે ઊભો રહે છે. તાળી વગડાવી ને ભૂલી જાવ એવી વાત ન હોવી જોઇએ. ભૂતકાળમાં પણ આપણે આવી ભૂલ કરેલ છે. હમણાંનો જ દાખલો લઇએ તો ડ્રોઇંગ હરીફાઇનું પરિણામ શું આવ્યુ? કઇ વેબ સાઇટ પર તેને મુકવામાં આવ્યુ ? સમાજના બાળકો પાસે આપણે કેટલા કલાક કામ કરાવ્યુ ? તે પણ મફતમા !!


કાચી ગણતરી મુજબ ૧૭ માજી અને હાલના ૧ મળી ૧૮ પ્રમુખોનો ફાળો રૂ. ૪૫,૦૦૦.૦૦ થશે. આમ કુલ્લે રૂ. ૧,૩૫,૫૦૦.૦૦ નું ડોનેશન મંડળને મળ્યુ (આશરે)

Saturday, May 15, 2010

જિંદગી

જિંદગી વિશેનો એક વિચાર આપણા શ્રી ડીકે એટલે કે દિનેશ શાહે મોકલાવેલ છે તે અત્રે પ્રસ્તુત છે.

જિંદગી મળવી એ નસીબની વાત છે,
મૃત્યુ મળવું એ સમયની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રહેવું,
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે…
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
કોણ કહે છે ભગવાનના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વરની પ્રસાદી,
બાકી તો માનવીની સમજ સમજમાં ફેર છે..
નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે,
અધૂરા સપના, અધુરી લાગણીઓ અને તુટેલાં સંબંધ કરતા
અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

નોંધ : તમો જે કોઇ સારી વસ્તુ વાંચો, મેળવો અને અમોને મોકલો તેના કર્તા આપ ન હો તો અવશ્ય લેખ, કાવ્ય કે અન્ય લખાણના કર્તાનું નામ લખશો. તેઓના નામનો ઉલ્લેખ એ આપણી ફરજ જ નહી પણ લેખક તરફનો વિવેક પણ છે. આ બાબત એક લેખકનો ઇ-મેલ પણ અમોને મળેલ છે તેની નોંધ લેવા મહેરબાની.

Friday, May 14, 2010

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મુંમ્બઇ
મરનારનુ નામ : રાકેશ જયંતિલાલ ગાંધી
ઉમર : ૩૭ વર્ષ
મરણ તારીખ : ૦૭-૦૫-૨૦૧૦
પિતા : જયંતિલાલ વનેચંદ ગાંધી
માતા : સ્વ. રંજનબેન
ભાઇઓ : અશ્વિન, નેમિષ, રિતેશ
ભાભીઓ : રુપા,બબિતા, રેશ્મા
બહેન : ચેતના મયુર શેઠ
કાકા : સ્વ. પ્રમોદ વનેચંદ ગાંધી
મામાઓ : ઇન્દુલાલ તથા મુકેશ રાયચંદ મેહતા
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, May 10, 2010

કાર્યકરો અને દાતાઓના બહુમાનનો કાર્યક્રમ- એક ટીકાકારની નજરે

દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ દરેક સામાજીક કાર્યની સારી અને નરશી બાજુ હોય છે. તમારે કઇ બાજુ જોવી છે તે તમારે નક્કી કરવાનું હોય છે. પરંતુ ટીકાકાર હંમેશા નરશી બાજુ જ દેખાડવાનો પ્રયત્ન કરશે.આ ટીકા રચનાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોય. નકારાત્મક ટીકા કાર્યકરોને નિચા દેખાડવા થતી હોય છે પરંતુ રચનાત્મક ટીકા તેમને સુધારવા વધુ પ્રયત્નશીલ રહેવા પ્રેરે છે. જે ટીકાઓ અમે સાંભળી તેનો સાર રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે.

૧) કાર્યક્રમ "By Invitation" રાખવામાં આવ્યો કારણ કે હોલ નાનો હતો. પરંતુ ખરેખર હોલ ૬૦% જેટલો ભરાયો હતો તેમ જ પહેલો માળ તદ્દન ખાલી હતો. ફક્ત એક જ્ગ્યાએ ટીકિટનું વેચાણ રાખેલ હોત તો સમાજનો થોડો વર્ગ આ કાર્યક્રમમાં સામેલ થઇ શક્યો હોત. એક રીતે આ કાર્યક્રમ કાર્યકરો અને દાતાઓ દ્વારા પોતાનું બહુમાન કરવા યોજાયેલ હોય તેવો ઘાટ થયો. થોડુંક પ્લાનિંગ , થોડીક યોજના કે થોડીક દૂરંદેશીથી અ કાર્યક્રમ હજુ વધુ દિપી ઊઠ્યો હોત.

૨) અમિતાભ બચ્ચન અચ્છો એક્ટર હોવા છતાં ડાયલોગનું રિહર્સલ કર્યા વગર બોલતો નથી પરંતુ આપણા મેનેજિંગ ટ્રસ્ટી પરેશભાઇ શાહ શું બોલ્યા અને લોકો શું સમજ્યા તે સંશોધનનો વિષય બની રહ્યો છે. તેઓએ જેઓનું નામ પોતાના પ્રવચનમાં લીધું તેઓ હોલમાં હાજર હોવા છતાં તેઓને તે બાબત ખબર જ પડી નથી. પરેશભાઇ અગાઉ પણ મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે તેથી તેમનાથી સ્ટેજ અજાણ્યું નહોતુ. તેઓ પુરતી તૈયારી વગર બોલ્યા.

૩) હરિશભાઇ મહેતાનો અવાજ મીઠો છે અને વર્ષોથી માઇક સંભાળી રહ્યા છે. પરંતુ તેમની પ્રસ્તુતિ મિકેનીકલ રહી જ્યારે રશ્મિકાંત શાહની રજુઆત પ્રસંગને અનુરૂપ મેડલ મેળવતા કાર્યકરના કાર્ય વિષે વિગત પુરી પાડનારી રહી.

૪) અભિવાદન પત્ર ચાર પાંચ પ્રકારના હતા. પરંતુ હાલની કમિટિના સભ્યોના અભિવાદન પત્રોમા નામ આગળ "સન્માનિય" વિશેષણ વપરાયું છે જ્યારે બીજા બધા અભિવાદનોમા સીધું નામ જ લખવામાં આવેલ છે.

૫) દરેક અભિવાદન પત્રમાં છેલ્લી લીટીમાં લખેલ છે કે પરમ કૃપાળુ પરમાત્મા આપને નિરામય,સુદીર્ઘ યશસ્વી જીવન અર્પે એ જ અભ્યર્થના. જે કાર્યકરો ગુજરી ગયા છે તેમને આ કેવી રીતે લાગું પડે ?

૬) જમણવારની ગોઠવણમાં થોડુ કહેવા પણુ હતુ. બન્ને કાઉંટર બહુ નજીક નજીક હોવાથી ભીડ થતી હોય તેવું લાગતું હતું. થોડા અંતરે જો કાઉંટર ગોઠવાયા હોત તો વ્યવસ્થા જળવાઇ રહેત. સભ્યો બીજી વાર કાઉંટર પર જવાનું ટાળતા હતા આથી બધી વસ્તુઓ વધુને વધુ લઇને કાઉંટર છોડતા હતા. જાહેર છે કે આમ થવાથી ચીજવસ્તુઓનો બગાડ થવાનો જ છે.

Friday, May 7, 2010

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : ઘાટકોપર,મુંમ્બઇ
મરનારનુ નામ : કુસુમબેન અમૃતલાલ ગાંધી
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૦૪-૦૫-૨૦૧૦
પતિ : સ્વ. અમૃતલાલ બેચરદાસ ગાંધી
પુત્રો : બીપીન, દિલીપ,ઉપેન્દ્ર
પુત્રીઓ : તરુલતા દિલીપકુમાર, આશા પ્રકાશકુમાર, ઇલા અશ્વિનકુમાર
પુત્રવધૂઓ : હંસાબેન,ભારતીબેન,સ્મિતાબેન
પિતા : સ્વ.મલિચંદ વર્ધમાન મહેતા
ભાઇઓ : બળવંતભાઇ
બહેનો: વનિતાબેન,ચંદ્રિકાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે