Pages

Wednesday, May 5, 2010

રાહુલ રસિકલાલ લોદરિયાને જાહેર પત્ર

ભાઇ રાહુલભાઇ,

તમો ભણતરની દ્રષ્ટિએ સી.એ છો. તમારી પોતાની પ્રેક્ટીસ છે. તમો યુવકમંડળના પ્રમુખ રહી ચૂક્યા છો. અને તેને હિસાબે મંડળના માનદ્ પેટ્રન પણ નિમાયા છો. આ બધી આનંદની વાત છે. તમોએ મંડળની વેબ સાઇટ પણ ડેવલપ કરેલ છે. આપણી વેબ સાઇટ ૨૧ મી ફેબ્રુઆરીના રોજ ખુલી મુકાઇ છે. પરંતુ દુ:ખ સાથે કહેવાનું કે આ વેબ સાઇટ ઉપર સમ ખાવા પુરતું પણ કાંઇ મુકાયુ નથી. જે દિવસે વેબ સાઇટ કાર્યાવિંત થઇ ત્યારે તે વિષે ઘણું બધું કરીશું અને સમાજના સભ્યોને સાઇટની લત લાગી જશે તેવા પ્રકારની બનાવીશું તેવો પ્રચાર પણ થયો હતો. પણ સાઇટને વાઇરસ લાગવા સિવાય બીજો કોઇ વધારો તેમા થયો નથી.

વધુ છાનબીન કરતા માલુમ પડ્યુ કે તમે રાજીનામુ આપી દીધુ છે. તેથી બધું કામ ઠપ થઇ ગયેલ છે. રાજીનામાના કારણ માટે એમ જાણવા મળ્યું કે વાર્ષિકોત્સવ પ્રસંગે આપનુ વક્તવ્ય કાપી નાખવામા આવ્યુ તેનુ તમને ખરાબ લાગ્યુ હોવાથી તમોએ રાજીનામુ આપેલ છે.સમાજ લેવલે પોતાનો વિરોધ પ્રગટ કરવો એક વાત છે અને સંસ્થા સાથે સંબધ કાપી નાખવો એ બીજી વાત છે. તમે જે કરી રહ્યા છો તે સંબંધ વિચ્છેદ છે.

સમાજ એક મોટા કુટુંબ સમાન છે. અને મોટા કુટુંબમા નાનામોટા છમકલાઓ થતા જ હોય છે. પરંતુ તેનાથી કુટુંબ ભંગ થતા નથી. તેનાથી જવા દેવાની ભાવના , સહિષ્ણુતા, ચલાવી લેવાની ભાવના કે સહનશિલતા જ ખિલે છે. તમો આવી ભાવનાઓ ખિલવવાને બદલે તેનાથી વિમુખ થઇ બદલો લેવાની ભાવનાથી પ્રેરાયા છો તે ખરેખર દુ:ખદ છે.

કાર્યકરો તથા દાતાઓનો સન્માન સમારોહ હમણાં જ સમ્પન્ન થયો તે બાબત તમોને બહુ જ રસ હતો અને તમારી પાસે તેને જુદી રીતે ઉજવવાનો પ્લાન પણ હતો. આ સર્વ તમારી કારોબારીમાં ગેરહાજરીને કારણે શક્ય ન બન્યું એટલું જ નહી તમે આ કાર્યક્રમમાં ગેરહાજર પણ રહ્યા. ૫૦ વર્ષે એક વાર આવતો કાર્યક્રમ તમે તમારી જીદને લીધે ચૂકી ગયા તેની કિંમત તમોને આજે નહી સમજાય પરંતુ વખત જતાં તમને તેનો અફસોસ થયા વગર રહેશે નહી.

જ્યારે તમારા એકલા હસ્તક વેબ સાઇટનું કામ છે ત્યારે તેને Running Condition માં રાખવાની તમારી ફરજ છે. તમારે જે કોઇ મનદુ:ખ હોય તે તેની જગ્યાએ છે જ પરંતુ તેને હિસાબે સાઇટ કામ કરતી બંધ ન થવી જોઇએ.તમે ફક્ત કારોબારીને જવાબદાર નથી પરંતુ તમારે આખા સમાજને તેનો જવાબ દેવાનો છે. આપણા અંદરઅંદરના મતભેદને કારણે દાતાઓ શું વિચારશે ? તેની પણ ગણતરી કરવી જોઇએ.

તમારે વહેલામાં વહેલી તકે વેબ સાઇટનું અધુરું કામ ઉપાડી લેવું જોઇએ અને બનતી ત્વરાએ તેને લાઇન પર લાવી દેવી જોઇએ.

છેવટે સનેડાની બે લિટીઓ સાથે સમાપન કરું છું

હે.... ગાડી હોય તો કો'ક 'દિ પંચર પડે; એને વેચી ના દેવાય!
બાયડી હોય તો કો'ક 'દિ વિફરે; એને કાઢી ના મેલાય! સનેડો.
સનેડો સનેડો.......

Tuesday, May 4, 2010

કાર્યકર્તા અને દાતાઓના બહુમાનનો કાર્યક્રમ- રૂપેશ શાહની નજરે

રૂપેશ શાહ અવારનવાર આ બ્લોગ ઉપર પોતાના મંતવ્યો રજુ કરે છે. આ વખતે તા. ૦૧-૦૫-૨૦૧૦ના રોજ ઉજવાઇ ગયેલા બહુમાન કાર્યક્રમ વિષે તેઓએ ઇ-મેઇલ મોકલાવેલ છે તેને વ્યાકરણની દ્નષ્ટિએ થોડો ઘણો સુધારી અત્રે મુકેલ છે.


જય જિનેન્દ્ર,

યુવક મંડળનો કાર્યકર્તા અને દાતા પરિવારનો બહુમાન પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે ઉજવાયો તે બદલ યુવક મંડળની કારોબારી સમિતિ, યુવક મંડળના માજી પ્રેસીડેન્ટ શ્રી રશ્મીકાંત જેવતલાલ શાહે કરેલી તૈયારી ખુબજ નોંધનીય છે. અને તેમની મેહનતના ફળ સ્વરૂપ યુવક મંડળનો આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવાઈ ગયો. તે બદલ યુવક મંડળના સર્વે કાર્યકરો અને શ્રી રશ્મિભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન.

આ કાર્યક્રમનુ આયોજન અને ગોઠવણ પણ ખૂબ જ સરસ હતી. દરેક કાર્યકર્તાઓનુ બહુમાન ખૂબ જ સારી રીતે થયુ.

આ કાર્યક્રમમા જો આપ આવ્યા હશો તો જોયુ હશે કે યુવક મંડળના પ્રેસીડેન્ટ અને યુવક મંડળના મૅનેજિંગ ટ્રસ્ટીનુ બહુમાન કરવા યુવક મંડળની સંપૂર્ણ કારોબારી સમીતી આવી પણ યુવક મંડળના બાકીના જે પણ કાર્યકર્તાઑ ત્યા હાજર હતા તેમના બહુમાન વખતે જે વ્યક્તિ બહુમાન કરતા હતા તે જ હતા. યુવક મંડળના પ્રમુખ કે મૅનેજિંગ ટ્રસ્ટીઍ પણ યુવક મંડળના સર્વે કાર્યકર્તાના બહુમાન વખતે તેમની સાથે ઉભા રહી કારોબારી સમીતીના સભ્યોનુ બહુમાન કર્યુ હોત તો ઘણુ સારુ લાગત. પણ આ તો ઍ લોકો ને સમજવાની વાત છે.

આજે જ્યા ખુરશીની અને સ્ટેજ ઉપર બેસવાની મારામારી ચાલી રહી છે ત્યારે યુવક મંડળના ઍક કાર્યકર શ્રી હીરેનભાઈ લોદરિયા જે યુવક મંડળના ટ્રસ્ટી છે અને જેમની સ્ટેજ પર ખુરશી હોવા છતા તેના સહકાર્યકરો સાથે બૅક સ્ટેજમા કામ કરતા જોવા મળ્યા તે ખૂબ જ સારી વાત છે અને જે દેખાડે છે કે સ્ટેજ પર બેસવાથી નામ નથી થતુ પણ કાર્ય કરવાથી જ નામ થાય છે. આ છે ગુરુ પાસે લીધેલી સાચી શિક્ષા.

હવે તમે પુછસો કે હીરેનભાઈના ગુરુ કોણ? તો જ્યા સુધી મને ખબર છે ત્યા સુધી હીરેનભાઈ શ્રી અવંતિભાઈ સંઘવીને તેમના ગુરુ માને છે અને તેમના જ સિધ્ધાંત મુજબ સ્ટેજ પર બેસતા નથી. આ છે ખરી ગુરુને આપેલી ખરા અર્થમા દક્ષિણા.

અત્યારે મારે અહી ઍટલુ જ ક્હેવુ છે કે જો યુવક મંડળના દરેક કાર્યકર આ રીતે ખુરશીનો મોહ છોડીને કામ કરસે તો યુવક મંડળ સફળતાના નવા નવા શિખર સર કરસે.

આજે યુવક મંડળ પાસે યૂવા શકતી અને યુવા કાર્યકરો ની ખુબજ સરસ ટીમ છે જેમકે હીરેનભાઈ લોદરિયા, નિમેષભાઈ મેહતા, જયેશભાઇ દોશી, મેહુલભાઇ શાહ, દીપકભાઇ શાહ, રાહુલભાઇ મેહતા, જતીનભાઈ શાહ જેનુ નેતૃત્વ કરે છે પરેશ વનેચંદ શાહ, અતુલ ચંદ્રકાંત સંઘવી, જયેશ કનકરાય વખારિયા જેવા સિનિયર કાર્યકર્તા

યુવક મંડળની ટીમને ઍટલી જ વિનંતી છે કે સમાજ માટે સારા કર્યા કરો.

Monday, May 3, 2010

મુંબઇ સમાચારમાંથી

મુંબઇ સમાચારમાં આજ રોજ તા. ૦૩-૦૫-૨૦૧૦નું કટીંગ વાંચવા અત્રે ક્લિક કરો
સમાચાર ખરેખર સોચનીય છે. આપણા સમાજમાં પણ આવું થઇ શકે ? માનવામાં નથી આવતું.

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મુંમ્બઇ
મરનારનુ નામ : હિતેષ રમણીકલાલ મહેતા
ઉમર : ૪૫ વર્ષ
મરણ તારીખ : ૦૧-૦૫-૨૦૧૦
પિતા : રમણીકલાલ કપૂરચંદ મહેતા
માતા : મુક્તાબેન
પત્નિ : અલકા
પુત્ર : પારસ
પુત્રી : વિધી
ભાઈઓ : મહેશ, નલિન, પ્રદિપ
બહેન : વર્ષા દિનેશ સંઘવી
સસરા : પ્રફ્ફુલચંદ્ર ત્રિભોવનદાસ લોદરિયા
સાસુ : ભાવનાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

આપણે માત્ર "જૈન" છીયે

વસતિ ગણતરી : જૈનો માટે ભૂલ સુધારવાનો અણમોલ અવસર

ધર્મના ખાનામાં જૈનો પોતાના ધર્મને માત્ર અને માત્ર "જૈનધર્મ'' લખાવે...

ખાસ ભલામણ : આ ઇમેઇલ તમારા જૈન મિત્રોને અત્યારે જ ફોરવર્ડ કરો... જો તમે જર્નાલિસ્ટ હો તો આ નિવેદન તમારા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરીને સમાજનું ઋણ અદા કરો.

ભારતમાં વસતિ ગણતરીનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં જ આ કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ તમારા ઘરના બારણે ટકોરા મારશે. અગાઉની વસતિ ગણતરી દરમ્યાન જૈનોની વસતિના સાચા આંકડા બહાર આવ્યા નથી. જે આંકડા બહાર પડ્યા છે તે ભ્રામક છે.

જૈનોની સાચી સંખ્યા બહાર ન આવવાનાં ઘણાં કારણો છે. જેમાં ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' લખાવવાની બેદરકારી એ સૌથી મોટું કારણ છે. સાચી સમજણના અભાવે ઘણીવાર જૈનોને "હિન્દુ-જૈન'', "જૈન-હિન્દુ'' કે "હિન્દુ'' વગેરે તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એ કારણે પણ જૈનોની સાચી સંખ્યા ગોટાળે ચડે છે.

વસતિ ગણતરીના કાર્ય સાથે સંકળાયેલા બધા કર્મચારીઓ પણ ચીવટવાળા ન હોય એ સ્વાભાવિક છે. આમાંના કેટલાક તો વેઠ સમજીને પોતાના ફાળે આવેલા કામને મજૂરી જેવું ગણીને જલદી જલદી કામ પતાવીને ઘર ભેગા થવાની વૃત્તિથી પીડાતા હોય છે. કેટલાકને તો જૈનધર્મના નામની પણ ખબર નથી હોતી.

વસતિ ગણતરી સાથે સંકળાયેલા મોટાભાગના કર્મચારીઓ "વૈજ્ઞાનિક રીતે વસતિ ગણતરી કઈ રીતે કરવી'' તેની કોઈ તાલીમ પામેલા હોતા નથી અને માત્ર પોતાને આપી દેવાયેલાં ફોર્મ ઉતાવળે ઉતાવળે ભરીને ચાલતા થાય છે. તો કેટલાક કર્મચારીઓ લાલફીતાશાહીમાં કામ કરવાની સરકારી રસમને અનુસરીને કામના કલાકો પૂરા થાય તેની ફિરાકમાં હોય છે. આવા સંજોગોમાં, ઘણીવાર, ધર્મના ખાનામાં તેઓ પોતાની જાતે જ જૈનો માટે "હિન્દુધર્મ'' લખી નાખે છે.

"મુસ્લિમ કે ક્રિશ્ચિયન ન હોય તે હિન્દુ જ હોય'' એવી અજ્ઞાનતાના કારણે પણ ધર્મના ખાનામાં કર્મચારીઓ પોતાની જાતે જ, ઘણીવાર, જૈનો માટે હિન્દુ લખી નાખે છે.

આ અને આ સિવાયના બીજાં પણ સામાજિક, રાજકીય અને અન્ય કારણોસર ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' ન લખાવવાના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.

યાદ રાખો, તમે માત્ર અને માત્ર જૈન છો. તેથી ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' લખાવશો.

યાદ રાખશો કે ધર્મના ખાનામાં જ્ઞાતિનું નામ લખાવવાની ભૂલ કદી ન કરશો અને જ્ઞાતિના ખાનામાં પોતપોતાના "ગોળ'' ન લખાવતાં માત્ર "જ્ઞાતિ''નું નામ જ લખાવશો. જેમ કે "ઓસવાળ, પોરવાડ, શ્રીમાળી, હુંબડ, ભાવસાર કે નીમા'' વગેરે જે હોય તે. "પાંચ ગામ દશા શ્રીમાળી'' કે "બાવન ગામ ભાવસાર'' કે "પાંચ એકડા'' વગેરે લખાવવાના બદલે તમારી જે બૃહદ્‍ જ્ઞાતિ હોય તે જ લખાવવી તમારા અને જૈન ધર્મના હિતમાં છે.

"શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ ઊભો કરનારા "દોઢ-ભણેલા''ઓ સાથે જીભાજોડીમાં ઊતરશો નહીં. એ સમયની બરબાદી સિવાય કશું નથી. કેમકે મોટા મોટા ગુરુભગવંતો પણ આ મામલે લોચાઓ મારી ચૂક્યા છે ત્યારે સામાન્ય જૈનનું આ મામલે ચર્ચા કરવાનું ગજું કે જ્ઞાન ન હોય એ સ્વાભાવિક છે. "શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ જિજ્ઞાસાભાવે કોઈ સરળ વ્યક્તિને થતો હોય તો તે સમાધાન માટે અગાઉથી સમય લઈને મને મળી શકે છે.

વસતિ ગણતરી સાથે સંકળાયેલા કર્મચારી "શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ ઊભો કરે તો તેમને સવિનય બહુમાનપૂર્વક વિવેકભર્યા શબ્દોમાં, પણ મક્કમતાથી, જણાવો કે "આ તમારો વિષય નથી'' અને અત્યારે તમે જે કાર્ય માટે અમારા દ્વારે પધાર્યા છો તે અંગેની ફરજ બજાવીને ધર્મના ખાનામાં અમારી ઓળખ સ્પષ્ટ રીતે "જૈન'' તરીકેની લખો.

વસતિ ગણતરીના સંદર્ભમાં, આ તબક્કે તમે માત્ર એટલું જ યાદ રાખો કે "તમે બીજું કશું નથી, માત્ર જૈન છો.'' ધર્મના સૈદ્ધાંતિક અર્થમાં જૈનધર્મ હિન્દુધર્મથી કેવી રીતે અને શા માટે અલગ પડે છે તે સમજવા લાખો વાચકો દ્વારા વંચાયેલી અને વખણાયેલી પ્રખ્યાત પુસ્તિકા "મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે'' આજે જ વાંચો. ગૂગલ ઉપર "modikshetre kurukshetre'' સર્ચ કરવાથી નેટ ઉપર આ પુસ્તિકા મળી રહેશે.

જૈનોને ખાસ ભાવભીની અપીલ છે કે કોઈના દબાણ, ધાક, ધમકીને તાબે થયા વિના ધર્મના ખાનામાં જૈન લખાવશો.

લખાણ મોકલનાર : પ્રદિપ સી. દોશી

Saturday, May 1, 2010

યુવક મંડળ દ્વારા યોજાયેલ કાર્યકરો અને મુખ્યદાતાઓનો અભિવાદન સમારોહ - આછી ઝલક

આજે (૧-૫-૨૦૧૦ના રોજ) યુવક મંડળ દ્વારા કાર્યકરો અને મુખ્યદાતાઓનો અભિવાદન સમારોહ યોજાઇ ગયો. સવારના ૧૦ વાગ્યે ગીત-સંગીતનો નવતર કાર્યક્રમ (Karaoke)શરૂ થઇ ગયો હતો. એક કલાક બાદ એટલે કે ૧૧ વાગ્યે અભિવાદન સમારોહ શરૂ કરવામાં આવ્યો. લગભગ ૬૦૦ જ્ઞાતિજનોની હાજરી હતી. મુખ્ય અતિથિઓ હતા
૧) દિપ પ્રાગટ્ય શ્રી ગુણવંતરાય હરખચંદ શાહ દ્વારા
૨) સમારંભ પ્રમુખ શ્રી પ્રફુલ્લચંદ્ર માણેકલાલ શાહ
૩) સન્માન પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ ઉમેદચંદ શાહ
૪) સ્વાગત પ્રમુખ શ્રી કમલેશભાઇ ચંદુલાલ શાહ
( આમંત્રણ પત્રિકામાં શ્રી ગુણવંતરાય હરખચંદ શાહનો ઉલ્લેખ જ નથી. થોડું અચરત પમાડે એવું જરૂર લાગે છે)
અભિવાદન માટે લગભગ ૧૫૦ નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. તે પૈકી ૯૦ કાર્યકરો કે તેમના સંબંધીઓએ અભિવાદન પત્રોનો સ્વિકાર કરેલ હતો. અભિવાદન ૫ વર્ગમાં વિભાજિત કરવામાં આવેલ હતુ.

૧) મુખ્યદાતાઓને
અપાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૨) આદ્યસ્થાપકોને અર્પણ કરાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૩) યુવક મંડળના Auditors ને અપાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૪) યુવકમંડળના માજી કાર્યકરોને અપાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૫) યુવકમંડળમાં હજુ પણ કાર્યરત હોય તેવા કાર્યકરોને અપાયેલ અભિવાદન પત્ર વાંચવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























૬) કાર્યકરોને અપાયેલ સ્મૃતિચિન્હ જોવા નિચેના ફોટા ઉપર ક્લિક કરો.
ફોટા ઉપર ક્લિક કરતા તે નવા બ્રાઉઝરમાં ખુલશે. ત્યાં ફરીથી ક્લિક કરતા તે મોટો થશે.























**આ બધા ફોટાઓ પુરા પાડવા માટે અમો દિનેશ શાહ (ડિકે) ના આભારી છીયે.
કાર્યક્રમ દરમ્યાન શ્રી વી. વી. શાહે સુવર્ણ વર્ષ જયંતિની ઉજવણી પ્રસંગે સરાહનીય કાર્ય કરનાર સભ્યોનું સાલ અને હારથી બહુમાન કર્યું. કાર્યક્રમ લગભગ ૧ વાગ્યે પુરો થઇ ગયો. કોઇ પણ જાતના ગોટાળા કે ઉતાવળ વગર. તે માટે આ પ્રોગ્રામના આયોજકોને ધન્યવાદ દેવા ઘટે. ત્યારબાદ રસ-પુરી અને ઢોકળાનું જમણ જમી બધા જુદા પડ્યા.
આ કાર્યક્રમ દરમ્યાન આપણા સમાજના સખી દાતાઓ સખાવત કરવાનું વિસર્યા નહિ. તેની યાદી બીજા કોઇ દિવસે આપીશું.

Thursday, April 29, 2010

પહેલી મેના રોજ યુવક મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા


આમંત્રણ પત્રિકા વાંચવા ફોટા ઉપર ક્લિક કરો
અક્ષરોની સાઇજ઼ નાની મોટી કરવા કંટ્રોલ+ (મોટા અક્ષરો માટે) કે કંટ્રોલ- (નાના અક્ષરો માટે) નો ઉપયોગ કરો

ઘણા સભ્યોને ઉપરની પત્રિકા નહી મળી હોય. મળશે પણ નહી. આ કાર્યક્રમ જ્ઞાતિના સભ્યો માટે "By Invitation " પ્રોગ્રામ છે. સભાગૃહની ક્ષમતા ઓછી હોવાથી આવો નિર્ણય લેવાયો છે. સમાજના ૪૦૦૦ થી પણ વધુ સભ્યો હોવા છતાં ૭૦૦-૮૦૦ ની કેપેસિટી વાળું ઓડીટોરિયમ પસંદ કરવાનો આશય શું હોઇ શકે ? જવાબ સરળ છે કારણકે આ કાર્યક્રમ આપણા કાર્યકરોના બહુમાનનો છે. આવા કાર્યક્રમમાં કાર્યકરો અને તેમના પરિવારજનો સિવાય કોણ આવશે તે ડરથી મોટો હોલ રાખી ખોટો ખર્ચ કરવો યોગ્ય ન લાગતા આમ કરવામાં આવ્યું. કારોબારિ સમિતિની આ વિચારણા કેટલી યોગ્ય છે ? જવાબ છે ૧૦૦%.આપણો એટલો બધો ઠંડો પ્રતિસાદ હોય છે કે કાર્યકરો માટે કોઇ આદર, આવકાર કે માન જેવું કોઇને હોતું નથી. આ ખરેખર શોચનીય છે.
જે ભાઇઓએ આપણી સેવા કોઇ પણ જાતની અપેક્ષા વગર કરી તેની કોઇ જ કિંમત નથી. માણસને પૈસાથી નહી પણ પ્રેમથી જીતી શકાય તે વાત આપણે ભૂલી જઇયે છીયે. જેઓએ પોતાનો અમૂલ્ય સમય આપણી જ્ઞાતિના ઉત્કર્ષમા વાપર્યો તેમને વધૂ નહી તો ફક્ત તાળી પાળી વધાવવાનો વિવેક પણ અપણે ચૂકી રહ્યા છીયે તે ભૂલવું ન જોઇયે.

Tuesday, April 27, 2010

બટમોગરો -લેખ

આપણા દિનેશ શાહે ડો. દિનેશ શાહ વિષે લખાયેલ એક લેખ મોકલાવેલ છે. આ લેખ પ્રવિણ પટેલ (શશી) દ્વારા લખાયેલ છે અને ગુજરાત દર્પણના મે ૨૦૧૦ના અંકમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. તે વાંચવા અત્રે કલિક કરો.
આભાર : પ્રવિણ પટેલ (શશી) તથા ગુજરાત દર્પણ
નોંધ : અમેરિકામાં પાપડ ૮૦૦ રુપિયે કિલો વેચાય છે. પાપડ વેચવાની ઇચ્છા થાય છે ને ? આપણે ત્યાં જરૂરિયાતમંદ સ્ત્રીઓ આ કામ કરે છે અને માંડ બે છેડા ભેગા કરી શકતી હોય છે. અમેરિકા જેને હાથ લગાડે તે સોનુ થઇ જાય છે તે કહેવત અમથી નથી પડી.

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : અમદાવાદ
મરનારનુ નામ : ગં. સ્વ. મુક્તાબેન રવિચંદ શેઠ
ઉમર : - વર્ષ
મરણ તારીખ : ૨૬-૦૪-૨૦૧૦
પતિ : સ્વ. રવિચંદ ઉમેદચંદ શેઠ
પુત્રો : રજનીભાઇ, અશોકભાઇ, પંકજભાઇ
પુત્રી : અ. સૌ. રસિલાબેન
પિતા : સ્વ.કરશનજી ત્રિભોવનદાસ મેહતા
ભાઈઓ : સ્વ. કસ્તુરચંદભાઇ, સ્વ. ત્રંબકભાઇ , મોહનભાઇ
બહેનો : સ્વ. વસંતબેન , ગં. સ્વ.શાંતાબેન
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Tuesday, April 13, 2010

યુવક મંડળની મૂક સેવિકા

૧લી મેના યુવક મંડળ એક ખાસ કાર્યક્રમમાં જે કાર્યકરોએ યુવક મંડળના ૫૦ વર્ષના કાર્યકાળમાં સેવા આપી છે તેઓનું બહુમાન કરી રહ્યું છે. સુવર્ણ જયંતિએ આનંદ અને ઉત્સાહનો પ્રસંગ છે તે કહેવાની ભાગ્યેજ જરૂર છે. આવા પ્રસંગોએ જે જગ્યાએ પ્રસંગ હોય તેને સુશોભિત અને હુફાળો કરવાનું પણ એટલું જરૂરી અને અગત્યનું હોય છે. દા.ત. જે કોઇ ઘરમાં લગ્ન હોય તેના સભ્યો પ્રસંગ અનુરૂપ સારામાં સારા કપડાં ખરીદશે કે સિવડાવશે એટલું જ નહી ઘરને પણ રંગશે અને શણગારશે જેથી ઘરમાં ઉત્સવ હોય તેવો માહોલ બનશે. પરંતુ અરેરે! આપણી ઓફીસ જોઇ ? તદ્દન ખરાબ હાલતમાં છે. દિવાલોમાં તડો છે અને રંગ ઉતરી ગયેલ છે. ફર્નિચરના ઠેકાણા નથી. ઓફિસમાં કોઇ ગોઠવણી નથી. નથી ફોન કે નથી એ.સી. . આ બધું કારોબારીમાં ઉત્સાહનો અભાવ દર્શાવે છે. સુવર્ણ જયંતિ વર્ષમાં હજુ પણ દિવાલો રંગવાનો અને થોડો ઘણો સુધારો વધારો કરવાનો સમય છે. આ કારોબારૌ કરશે ? જો એવું થશે તો ઓફિસનું પણ બહુમાન થયું ગણાશે

Sunday, April 11, 2010

ગઝલ

ચાલો માણીએ દિનેશ શાહે મોકલેલી ગઝલ
લાંબી
આ સફરમાં જીન્દગી ના ઘણા રૂપ જોયા છે

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે
એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ
કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે
! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ
સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે
! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને
ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે
! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે
થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ
જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ
દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક
આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ
એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી
મળી છે જીંદગી તો એને જીવી જાણો.

Thursday, April 8, 2010

મૃત્યુ


વતન : ખાખરેચી
હાલ : ખાખરેચી
મરનારનુ નામ : ભરત દલીચંદ મહેતા
ઉમર : ૬૦ વર્ષ
મરણ તારીખ : ૦૬-૦૪-૨૦૧૦
પિતા : સ્વ.દલીચંદ છગનલાલ મેહતા
ભાઈઓ : સ્વ. મનુભાઇ, સ્વ. નવિનભાઇ , જીતુભાઇ
બહેનો : વિજ્યાબેન પોપટલાલ દોશી, સ્વ.સુશીલાબેન વિનોદરાય મેહતા, કંચનબેન ત્રિલોકચંદ મહેતા
કાકાઓ : સ્વ. રતિભાઇ, સ્વ. શાંતિભાઇ
સસરા : સ્વ. જયંતિલાલ મલુકચંદ લોદરિયા
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Tuesday, April 6, 2010

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : મોમ્બાસા
મરનારનુ નામ : ડો. હેમતલાલ જેવતલાલ મેહતા
ઉમર : ૮૪ વર્ષ
મરણ તારીખ : ૦૩-૦૪-૨૦૧૦
પત્નિ : સ્વ. રસિકાબેન
પુત્રો : કુમાર(ભરત) , કેતન
પુત્રી : વંદના
સસરા : સ્વ. મોહનલાલ ધનજી વોરા

ડો. હેમતભાઇ મેહતા આપણા સમાજના એક મોટા સખી દાતા હતા. તેમણે આપણા સમાજને રૂ. ૧૧,૦૦,૦૦૦/- જેવી માતબર રકમ સને ૨૦૦૦ ના વાર્ષિકોત્સવ વખતે આપીને આપણને બધાને આશ્ર્ચર્ય ચકિત કરી નાખેલા. તેમણે આપેલ આ રકમ દાખલા રૂપ બની અને ત્યારબાદ દાનરાશિ ઉત્તરોત્તર વધતી ગઇ. તેમના કુટુમ્બીજનો પર આવી પડેલ દુ:ખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને દિવ્યાત્માને પરમ શાંતિ આપે તેજ પ્રાર્થના.

Sunday, April 4, 2010

વાર્ષિકોત્સવ વિષે વધૂ- પ્રતિભાવ

મનન શાહે વાર્ષિકોત્સવ વિષેના પોતાના પ્રતિભાવો મોડા મોડા પણ મોકલ્યા તે બદલ તેમનો આભાર. આ બ્લોગ ઉપર તમો તમારા અભિપ્રાયો મોકલતા રહો તો આપણા સમાજનો સભ્ય શું માને છે અને શું માગે છે તે બહાર આવે. સમાજને બહુમતિની માંગ પ્રમાણે આપણે વાળી શકીયે. મનનભાઇ એ જે સંદેશો મોકલાવેલ છે તે આ પ્રમાણે છે.

I Agree to you time management was very poor. lots of time was wasted by guest from Jamnagar & guess how was he allowed on stage to speak so much. Also no co-ordination of Hareshbhai with Kishorebhai who i feel was the most responsible. Also only few committee members were working sincerely & rest were having fun in pool & some on stage were reluctant to take charge & help those working hard down the stage in managing price distribution.

I PERSONALLY FEEL SILENT RESORT WAS MUCH BETTER MANAGED THEN GREAT ESCAPE.
Jai Jinendra

Manan shah

તેનો તરજુમો થોડો ઘણો આવો થાય :

હું આપની સાથે સહમત છું કે સમય વ્યવસ્થાને નામે મીંડુ હતુ. જામનગરથી આવેલ મહેમાને ઘણો બધો સમય લઇ લીધો અને વિચારો કે તેને આટલો બધો સમય શા માટે આપવામાં આવ્યો ?. હરેશભાઇ અને કિશોરભાઇ, કે જેઓ બન્ને સમાજના જવાબદાર સભ્યો છે, વચ્ચે એક સુત્રતાનો અભાવ હતો. બહુ ઓછા કમિટિ મેમ્બરો સાચી લગનથી કામ કરતા દેખાતા હતા બાકીના તરણ હોજોમાં મોઝ કરી રહ્યા હતા. સ્ટેજ ઉપરના કમિટી સભ્યો બાગડોર પોતાના હાથમાં લેતા અને નીચે ઇનામ વિતરણની ગોઠવણ કરતા અન્ય કાર્યકરોને મદદ કરતા અચકાતા હતા.

હું અંગત રીતે માનુ છું કે સાયલન્ટ રિસોર્ટનો પ્રોગ્રામ ગ્રેટ એસ્કેપ કરતા વધારે સારો હતો.

જય જિનેન્દ્ર

મનન શાહ

Thursday, April 1, 2010

યુવકમંડળની કારોબોરી કમિટીને અભિનંદન ?

આ માસ નુ સમાજ ઉત્કર્ષ મળ્યુ. વાચી ખૂબ જ આનદ થયો. આ વખત નુ સમાજ ઉત્કર્ષ ખૂબ જ સરસ બનાવેલ છે તે બદલ યુવક મંડળની ટીમ વર્ક ને અભિનંદન.... રૂપેશ શાહ (ઇ-મેઇલ દ્વારા)

Admin Says: સમાજ ઉત્કર્ષ માટે કઇ ટીમ કામ કરે છે ? કારોબારિની બહારના હરિશભાઇ મેહતા તેના અધ્યક્ષ છે અને બીજા કારોબારિની બહારના અવંતીભાઇ સંઘવી તેના પ્રકાશક છે. ૪૪ પાનાના અંકમા ૨૨ થી વધૂ પત્તા ફોટા અને જાહેરખબરના છે. બે પાના વાર્ષિકોત્સવના ફોટા છે. ખરેખર આ ફોટાઓ રંગીન છાપવાની જરૂર હતી. તેને બદલે બ્લેક અને વ્હાઇટ છાપ્યા છે. સરસ કહેવા જેવું કાંઇ દેખાતુ નથી.

આમ જનરલ લખવાથી સાચી વાત બહાર આવતી નથી. તમોને શું ગમ્યુ અને શા માટે ? તે લખવું જરૂરી છે.