Pages

Monday, November 9, 2009

મૃત્યુ


વતન : મોરબી
હાલ : બોરીવલી-મુમ્બઈ
મરનારનુ નામ : રાજેશ શંકરલાલ શાહ
ઉમર : ૫૯ વર્ષ
મરણ તારીખ : ૭-૧૧-૨૦૦૯
પિતા : સ્વ.શંકરલાલ મુળચંદ શાહ
માતા : સ્વ.રંજનબેન
ભાઈ : શૈલેષ
બહેન : નિતા જિતેશકુમાર શાહ
બંધુ-પત્નિ : અમિતા
ભત્રિજા : યશ,રાજ
ભાણેજ : કરિશ્મા, ઉત્સવ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Sunday, November 8, 2009

મૃત્યુ


વતન : મોરબી
હાલ : રાજકોટ
મરનારનુ નામ : વસંતબેન જેવતલાલ મેહતા
ઉમર : ૮૫ વર્ષ
મરણ તારીખ : ૫-૧૧-૨૦૦૯
પતિ : સ્વ. જેવતલાલ અમૃતલાલ મેહતા
પુત્રો : સુરેશભાઇ, દિનેશભાઇ,મહેશભાઇ,પ્રકાશભાઇ,રમેશભાઇ,રાજેશભાઇ,શૈલેષભાઇ
પુત્રી : સ્વ. પ્રવીણા લલિતકુમાર સંઘવી
દિયરો : સ્વ.બ્ર. હરિભાઇ જૈન, સ્વ. જયન્તિભાઇ
પિતા : સ્વ.સવજી દેવચંદ શાહ
પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Friday, November 6, 2009

વિવિધ મહિલા મંડળોના આગામી કાર્યક્રમો

૧) મચ્છુ પ્રેરણા મહિલા મંડળ :
તા. ૭-૧૧-૨૦૦૯ના રોજ ફન ગેમ્સ શો
સ્થળ : ગુજરાતી સેવા મંડળ હોલ,
રંગોલી હોટેલની નીચે,અરોરા ટોકિઝની બાજુમાં,
સમય : બપોરે ૨:૩૦ થી ૫:૦૦
કાર્યક્રમ દરમ્યાન breast કેન્સર જાંચણી અને કોસબાડ તિર્થયાત્રા બાબત માહિતી આપવામાં આવશે.
કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામા આવી છે.

૨) મચ્છુ માનસી મહિલા મંડળ (બોરીવલી):
તા. ૧૪-૧૧-૨૦૦૯ના રોજ ગેટ-ટુ-ગેધર
સ્થળ : સુખસાગર હોટલ, હરીદાસ નગર, બોરીવલી (વેસ્ટ)
સમય : ૩:૦૦ કલાકે

૩) મચ્છુકાંઠા વિશાશ્રીમાળી મહિલા મંડળ :
તા. ૨૧-૧૧-૨૦૦૯ના રોજ વાનગી હરિફાઇ (વિવિધ પ્રકારના પરોઠા અને સલાડ)
સ્થળ : યુવક મંડળની ઓફિસ, સ્ટેશન રોડ, દાદર (વેસ્ટ)
સમય : ૨:૩૦ કલાકે

Thursday, November 5, 2009

સફળ સફરની શુભેચ્છા

ઘાટકોપર મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી મંડળના સભ્યો સમ્મેત શિખરની જાત્રાએ આજ રોજ જ ઇ રહ્યા છે.
તેઓ ૧૦ દિવસની જાત્રા કરશે. જાત્રા આજે શરુ થઇ ૧૫મી નવેમ્બરે પુરી થશે. અમે દરેક જાત્રાળુને આ જાત્રા બહુજ સરસ રીતે પાર પડે અને દરેક જગ્યાએ તેઓને સેવા પૂજા નો સુન્દર લાભ મળે તેવી શુભેચ્છા પાઠવિયે છીએ.

Monday, November 2, 2009

મૃત્યુ

વતન : મોરબી
હાલ : ઘાટકોપર- મુમ્બઈ
મરનારનુ નામ : હરેન્દ્ર ભાઇચંદ મેહતા
ઉમર : ૮૧ વર્ષ
મરણ તારીખ : ૨-૧૧-૨૦૦૯
પત્નિ : ચંદ્રકળાબેન
પુત્રો : સ્વ. પ્રદિપ,દિપક, મુકેશ,ચેતન
પુત્રવધૂઓ :હિના,દિપ્તિ,સુરભી
પિતા : સ્વ.ભાઇચંદ હરજીવન મેહતા
ભાઈઓ : સ્વ.રતિલાલ,સ્વ.કાન્તિલાલ
બહેન : વિમળાબેન કાન્તિલાલ શાહ
સસરા : સ્વ. અમૃતલાલ પદમશી શાહ


હરેન્દ્રભાઈ ભાઈચંદ મહેતાના નામથી જવ્વલેજ કોઇ અપરિચિત હશે. સામાજિક રીતે તેઓ ઘણા કાર્યરત હતા.છેલ્લા થોડા સમયથી તેઓ બિમાર રહેતા હોવાથી સમાજથી વિખૂટા પડી ગયા હતા.પરંતુ તે પહેલા તેઓએ
સમાજ માટે બહુ અમૂલ્ય ફાળો આપેલ છે.

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના પ્રમુખ તરીકે પણ તેઓએ સંવત ૨૦૪૨,૨૦૪૩ માં તેમની સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસરના કમિટિ મેમ્બર તરીકે, બોમ્બે ટીમ્બર મર્ચન્ટ એસોશિએશનના ટ્રસ્ટી તથા પ્રમુખ તરીકે તેમજ મેહતા ડિસ્પેન્સરી (મોરબી)ના કાર્યકર્તા તરીકે ઉમદા સેવા કરી હતી.

તેઓએ સમાજને આપેલ દાનરાશિઓમાં યુવક મંડળની ઓફિસ માટેનું દાન, સમાજની વાડી માટે આપેલુ દાન, યુવક યુવતી મિલન સમારોહ માટેનું દાન તેમજ તેમના પ્રમુખપણા નીચે સંપૂર્ણ મચ્છુકાંઠાનું વસ્તિપત્રક પ્રકાશન આપણને હંમેશ માટે યાદ રહેશે.

પ્રભુ સદ્ ગતના આત્માને શાશ્વત શાંતિ આપે અને તેમના કુટુમ્બીજનોને આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી અભ્યર્થના.

Sunday, October 25, 2009

ઈસ્પિતાલની અંદર બહાર

ઈસ્પિતાલમાં

તારાબેન ત્રંબકલાલ મેહતાનું ગોઠણનું ઓપરેશન હિંદુજા ઈસ્પિતાલ ખાતે હાલમાં કરવામા આવ્યુ હતું. તેઓ હજુ દાકતરી નિગેહબાની હેઠળ છે.

અનંતરાય હિમતલાલ વોરા હિન્દુજા ઈસ્પિતાલમાં કીડનીની બિમારીની સારવાર માટે દાખલ થયેલ છે.

ઈસ્પિતાલમાંથી ડિસ્ચાર્જ

વિનયચંદ્ન છગનલાલ સંઘવી પથરીનું ઓપરેશન કરાવી ઘરે પાછા આવી ગયા છે.

ભૂપતભાઈ રતિલાલ મેહતા પણ હિન્દુજા ઈસ્પિતાલમાં દાખલ થયેલ હતા અને તેઓ પણ ઘરે પાછા આવી ગયા છે.

ચંદ્નકલાબેન મહાસુખભાઈ મેહતાનું આંખનું ઓપરેશન થયેલ હતું પરંતુ તેમાં ખામી રહેતા તેમનું ઓપરેશન પાછું કરવું પડ્યું હતું. તે પતાવીને તેઓ પણ ઘરે આવી ગયા છે.

અમે આ સર્વે સભ્યોની સુખાકારી ઇચ્છતા તેમની સુદ્દઠ તન્દુરસ્તીની પ્રભુ પાસે પ્રાર્થના કરીયે છીયે.

Saturday, October 24, 2009

ચા-દાળ અને સાસુનુ કોમ્બિનેશન (દિનેશ શાહ)

વાંચવા માટે ચિત્ર ઉપર ગમે ત્યાં ક્લિક કરો.
ચિત્ર નાનું-મોટું કરવા Ctrl + અથવા Ctrl- નો ઉપયોગ કરો.

Thursday, October 22, 2009

મૃત્યુ


વતન : વાંકાનેર
હાલ : ઈન્દોર
મરનારનુ નામ : અનસુયાબેન ચંદ્રકાન્ત સંઘવી
ઉમર : ૬૮ વર્ષ
મરણ તારીખ : ૧૬-૧૦-૨૦૦૯
પતિ : ચંદ્રકાન્ત વસરામભાઇ સંઘવી
પુત્ર : રશ્મિ
પુત્રીઓ : આરતી, જાગૃતિ
જમાઇઓ : અશ્વિન જસાણી,જીતેન્દ્ન લાખાણી
સસરા : સ્વ. વસરામભાઇ ભવાનભાઇ
દિયરો : સ્વ. પ્રવિણભાઇ,કિશોરભાઈ,સ્વ. કાન્તિભાઇ,નરેન્દ્નભાઇ
પિતા : સ્વ.કરસનભાઇ હરજીવન ઘીવાળા

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

મૃત્યુ


વતન : ઘાંટીલા
હાલ : મુમ્બઈ
મરનારનુ નામ : મહેન્દ્ર મુગટલાલ લોદરીયા
ઉમર : ૫૯ વર્ષ
મરણ તારીખ : ૧૭-૧૦-૨૦૦૯
પત્નિ : ઉલ્કાબેન
પુત્રો : જિગર
પુત્રી : ભાવિની
પુત્રવધૂ : શિખા
પિતા : સ્વ.મુગટલાલ નંદલાલ લોદરિયા
માતા : ગં. સ્વ. લલિતાબેન
ભાઇઓ : દિનેશ, નીતિન,જયેશ
બહેનો : સ્વ. કુસુમબેન શાહ,ગં.સ્વ.મન્જુલાબેન વસા,હસુમતિ શેઠ,કોકિલા વારિયા
સસરા : સ્વ. રમણલાલ ભોગીલાલ શાહ

પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Wednesday, October 21, 2009

મૃત્યુ -૧૦૪ વર્ષે


વતન : વાંકાનેર
હાલ : દાદર-મુમ્બઈ
મરનારનુ નામ : ગં.સ્વ. કાશીબેન રતીલાલ મેહતા
ઉમર : ૧૦૪ વર્ષ
મરણ તારીખ : ૧૬-૧૦-૨૦૦૯
પતિ : સ્વ. રતિલાલ મોહનલાલ મેહતા
પુત્રો : સ્વ.કાન્તિલાલ, સ્વ.નટવરલાલ,પૂ. ચિરંતનવિજયજી મ. સા.(સંસારી નામ: ચંદ્રકાન્તભાઇ) ,ભૂપતભાઇ, જયસુખભાઇ
પુત્રવધૂઓ : ગં. સ્વ. મયાબેન,સ્વ. ધનકુંવરબેન,મિનાબેન,ચંદનબેન
પુત્રી : અનસુયાબેન
જમાઇ : ભોગીલાલ દોશી
પૌત્રો : જયેશ,અજિત,યોગેશ,નિમેશ,અનિષ,પરેશ
પૌત્રવધૂઓ : માયા,દક્ષા,અસ્મિતા,ફાલ્ગુનિ,હિના,પ્રિતિ
પૌત્રીઓ : સુધા,ગીતા,શીલા
પ્રપૌત્રો : જિમિત,અભિષેક,અર્પિત,સૌમિલ,મિલન,પાર્થ અને ચિરાગ
પ્રપૌત્રીઓ : ચિત્રાંગી,હીનલ,હિમાની,નિશા
દોહિત્રિ : હિના, ધરીત્રિ
પ્રપૌત્ર વધૂ : દિપાલી
પિતા : સ્વ.નિમચંદ મેહતા
ભાઈ : રવિચંદ નિમચંદ મેહતા


પ્રભુ દિવ્યાત્માને પરમ શાંતિ આપે

Monday, October 19, 2009

નૂતન વર્ષાભિનંદન.


આવનારુ સવંત ૨૦૬૬ નુ નૂતન વર્ષ આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને ધન-ધાન્ય તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ લાભપ્રદ રહે તેવી શુભકામનાઓ સાથે શુભદિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. આ પ્રસંગે “અંકિત ત્રિવેદી” ની આ સુંદર રચના

મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….

હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

– અંકિત ત્રિવેદી

સાલ મુબારક

Saturday, October 17, 2009

મૃત્યુ


મહેન્દ્નભાઈ મુગટલાલ લોદરીયા (ઉમર વર્ષ ૬૦) નું અવસાન તા. ૧૭-૧૦-૨૦૦૯ના રોજ હ્નદય રોગની બિમારીથી થયુ છે. સ્મશાનયાત્રા તેમના ઘરેથી બપોરના ૨:૦૦ કલાકે નિકળશે.અગ્નિસંસ્કાર પાર્લા સ્મશાને થશે.

પ્રભુ સદ્ ગતના આત્માને ચિર શાંન્તિ આપે.

દિવાળી પર્વ



દિવાળી- જૈનોની દ્નષ્ટિએ

મહાવીરે પાવા ખાતે નિર્વાણ મેળવ્યુ હતું.

બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે.છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે આ દિવસે કારતક મહિનાની ચૌદસે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો, છઠ્ઠી સદીના રાજ્યો યતિવર્શબાના તિલ્યાપન્નતિમાંથી

ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગાંધાર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે.

મહાવીરે અમાસની (નવો ચંદ્ર) વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતાત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો:

કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: "જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું" ("गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो").

દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવી છે. હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ દિપાલિકાયા શબ્દ સાથે સંકળાયેલો છે, આ શબ્દ આચાર્ય જિનસેન લિખિત હરિવંશ-પુરાણમાં જોવા મળે છે[૮]

ततस्तुः लोकः प्रतिवर्षमादरत् प्रसिद्धदीपलिकयात्र भारते |
समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्र-निर्वाण विभूति-भक्तिभाक् |२० |
તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમારત એકો
પ્રસિદ્ધદીપલિકયાત્ર ભારતે
સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં
જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક

અનુવાદ: આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝગમગાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન જિનેન્દ્ર (એટલે કે ભગવાન મહાવીર)ના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા.

દિપાલિકાયાનો અર્થ "શરીરને છોડીને જતો પ્રકાશ" પણ કરી શકાય. દિપાલિકા શબ્દ કે જેનો અર્થ થાય છે "દીવાઓનો દિવ્ય પ્રકાશ", "દિવાળી" શબ્દના પર્યાય તરીકે તે શબ્દનો ઉપયોગ થાય છે.

જૈનો દ્વારા દિવાળીની ઉજવણી ઘણી રીતે અલગ પડે છે. જૈનો જે કંઈ પણ કરે છે તે તમામ પ્રવૃત્તિઓમાં સંયમવૃત્તિ પર ભાર મૂકવામાં આવે છે અને દિવાળીની ઉજવણી પણ આમાંથી બાકાત નથી. કારતક મહિના દરમિયાન ત્રણ દિવસ માટે જૈનો દિવાળી ઉજવે છે.આ સમય દરમિયાન શ્વેતાંબર જૈનો ઉપવાસ કરે છે અને ઉત્તરઅધ્યયન સૂત્રનો પાઠ કરે છે અને તેની આખરમાં ભગવાન મહાવીરના પ્રવચન તથા તેના પર મનનનો સમાવેશ થાય છે. કેટલાક જૈનો બિહારમાં આવેલ તેમના નિર્વાણસ્થળ પાવાપુરીની મુલાકાત લે છે. ઘણાં મંદિરોમાં આ દિવસે વિશેષ રીતે લાડુ ધરાવાય છે.

વીર નિર્વાણ સંવત : દિવાળી બાદ પ્રતિપદથી જૈન વર્ષની શરૂઆત થાય છે. વીર નિર્વાણ સંવત ૨૫૩૬ દિવાળી ૨૦૦૯ ની સાથે શરૂ થાય છે. જૈન વેપારીઓ પરંપરાગત રીતે તેમનું હિસાબોનું વર્ષ દિવાળીથી શરૂ કરે છે.આચાર્ય વિરસેન દ્વારા તિથ્થોગલિ પૈનિયા અને ધવલમાં વીર અને શક સંવત વચ્ચેનો સંબંધ આપવામાં આવ્યો છે:
पंच य मासा पंच य वास छच्चेव होन्ति वाससया|
परिणिव्वुअस्स अरिहितो तो उप्पन्नो सगो राया||

આમ શક સંવતના 605 વર્ષ અને 5 મહિના અગાઉ નિર્વાણ થયુ હતું.

જૈનો દ્વારા સમગ્ર ભારતમાં 21 ઓક્ટોબર 1974ના રોજ 2500મો નિર્વાણ મહોત્સવ ઉજવાયો હતો.

(સાભાર : વિકીપીડિયા)